Ram Charan અને Kiara Advaniનું આ ગીત તેલુગુ સિનેમાનું સૌથી મોંઘુ ગીત, 12 દિવસ સુધી ચાલશે શૂટિંગ

રામ ચરણ અને કિયારા અડવાણી ટૂંક સમયમાં મોટા પડદા પર સાથે જોવા મળશે. બંનેની ફિલ્મનું નિર્દેશન શંકર કરી રહ્યા છે અને ચાહકો આ ત્રણેયના ચાર્મને મોટા પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મને ભવ્ય બનાવવા માટે દરેક લોકો ખૂબ તૈયારી કરી રહ્યા છે.

Ram Charan અને Kiara Advaniનું આ ગીત તેલુગુ સિનેમાનું સૌથી મોંઘુ ગીત, 12 દિવસ સુધી ચાલશે શૂટિંગ
Kiara Advani, Ram Charan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 11:08 PM

રામ ચરણ (Ram Charan) અને કિયારા અડવાણી (Kiara Advani)એ પૂણેમાં ડાયરેક્ટર શંકર (Shankar)ની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને અગાઉ આર સી 15 (RC15) નામ આપવામાં આવ્યું હતું કારણ કે તે રામ ચરણની 15મી ફિલ્મ છે. આ પછી મેકર્સે ફિલ્મનું નામ Vishwambhara રાખ્યું છે. હાલમાં રામ અને કિયારા ફિલ્મના ગીતનું શૂટિંગ કરી રહ્યા છે. સમાચાર આવી રહ્યા છે કે આ ગીત તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોંઘુ ગીત હશે.

મોટા અને શાનદાર ગીતો બનાવવા માટે લોકપ્રિય એવા દિગ્દર્શક શંકર આ ફિલ્મના ગીતનું 12 દિવસ સુધી શૂટિંગ કરશે. અહેવાલો અનુસાર ફિલ્મના પ્રોડ્યૂસર દિલ રાજુએ આ ફિલ્મ માટે દિગ્દર્શકને મોટું બજેટ આપ્યું છે. આ ફિલ્મ 200 કરોડના બજેટમાં શૂટ કરવામાં આવશે. ફિલ્મનું ગીત ચાહકો માટે સ્ક્રીન પર કોઈ ટ્રીટથી ઓછું નહીં હોય. ગીત કમ્પોઝ કરવાની જવાબદારી થમનને આપવામાં આવી છે. આ ગીત તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવો દોર શરૂ કરવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે રામ ચરણ અને શંકર કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શું છે વાર્તા

આ ફિલ્મ એક પોલિટિકલ થ્રિલર ફિલ્મ છે, જેમાં એક સરકારી નોકર કેવી રીતે મુખ્યમંત્રી બને છે તે બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મને શંકરની મુધાલવનની સિક્વલ પણ કહેવામાં આવી રહી છે. મુધાલવનમાં દર્શાવવામાં આવ્યું હતું કે પત્રકાર કેવી રીતે મુખ્યમંત્રી બને છે. આ ફિલ્મની હિન્દી રિમેક નાયક બની હતી, જેમાં અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.

ગયા મહિને મેકર્સે હૈદરાબાદમાં એક મોટી ઈવેન્ટ કરી હતી. આ જ ઈવેન્ટ દરમિયાન મુહૂર્ત શૂટ પણ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન શંકર, રામ ચરણ, કિયારા અડવાણી, રણવીર સિંહ (Ranveer Singh), ચિરંજીવી (Chiranjeevi) અને ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલી (S. S. Rajamouli) સામેલ હતા. આ ઈવેન્ટ ખૂબ જ ભવ્ય હતી, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

આ ફિલ્મ પેન ઈન્ડિયા પર રિલીઝ થશે. મેકર્સે હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી નથી. અત્યાર સુધી જે અપડેટ સામે આવ્યું છે તે મુજબ રામ ચરણ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. તે જ સમયે કિયારા તેની સામે જોવા મળશે.

કિયારા આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે

જણાવી દઈએ કે કિયારાએ આ ફિલ્મને લઈને એક ખાસ પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે ‘એક્સાઈટમેન્ટ લેવલ ઘણું વધી ગયું છે. મારી પહેલી પૈન ઈન્ડિયા ફિલ્મ. મારું હૃદય ખુશીથી ભરેલું છે કારણ કે હું ડાયરેક્ટર શંકર દ્વારા નિર્દેશિત ફિલ્મ અને શાનદારના કો-સ્ટાર રામ ચરણ સાથે કામ કરવાની છું.

બાય ધ વે, આ ફિલ્મ સિવાય કિયારા જુગ-જુગ જિયો (Jug Jugg Jeeyo), ભૂલ ભુલૈયા (Bhool Bhulaiyaa 2)માં જોવા મળશે. તે જ સમયે રામ ચરણ ડાયરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર (RRR)માં જોવા મળવાના છે.

આ પણ વાંચો :- શું Shah Rukh Khan સાથે ફિલ્મ કરવાની નયનતારાએ પાડી દીધી છે ના? ક્યાંક આર્યન ખાન તો નથી આનું કારણ!

આ પણ વાંચો :- Shilpa Shettyએ પતિ રાજ કુન્દ્રા માટે કરાવી હતી અંડરકટ હેરસ્ટાઈલ, પતિના જામીન માટે રાખી હતી માનતા

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">