બોલિવૂડ સુપરસ્ટાર્સના બાળપણના ફોટા સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થાય છે. બોલિવૂડ સુપરસ્ટાર્સના ચાહકો તેમના નાનપણના ફોટા જોઈને ખુશ થઈ જાય છે, તેઓ તેમના ફેવરિટ સ્ટાર્સને ઓળખવાનું પસંદ કરે છે. આજની પોસ્ટમાં અમે તમારા માટે આવા જ એક સુપરસ્ટારનો ફોટો લાવ્યા છીએ. આ એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે. જેમાં એક બાળક સ્ટ્રો વડે કોલ્ડ ડ્રિંક પીતા જોવા મળે છે. શું તમે ઓળખો છો કે આ બાળક કોણ છે ? જો તમે ઓળખતા ના હોવ તો જણાવી દઈએ કે તેની ફિલ્મો બોલિવૂડમાં ધૂમ મચાવે છે.
આ પણ વાંચો : Faraaz Review : એક ધર્મની બે વિચારધારાઓની લડાઈ, જાણો કેવી છે જહાન કપૂરની ડેબ્યૂ ફિલ્મ
આ ફોટામાં બીજુ કોઈ નહીં શાહરૂખ ખાન છે. આ ફોટામાં શારુખ ખાન ખૂબ જ માસૂમ દેખાઈ રહ્યો છે. શાહરૂખ ખાન ભલે આજે સુપરસ્ટાર છે. પરંતુ તેણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ જોયો છે. શાહરૂખે અનેક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે બાળપણમાં તેની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેથી તેને અનેક પરિસ્થિતીઓનો સામનો કરવો પડ્યો હતો. તમે જાણીને નવાઈ લાગશે કે શાહરૂખ આજે 6000 કરોડનો માલિક છે. શાહરૂખના સંઘર્ષની જેમ ગૌરી સાથેની તેની લવસ્ટોરીની પણ ચર્ચા થઈ હતી. શાહરૂખ ખાને ગૌરીના પરિવારને લગ્ન માટે મનાવવા માટે ઘણા મહિનાઓ સુધી પ્રયાસ કર્યો હતો.
વાસ્તવમાં, જ્યારે શાહરૂખ ખાન ગૌરીની પાછળ પાછળ મુંબઈ આવ્યો ત્યારે તેના પાસે પૈસા ન હતા. ગૌરીની શોધમાં તેણે ઘણી રાતો રસ્તાઓ પર વિતાવી હતી. શાહરૂખ જ્યારે મુંબઈ આવ્યો ત્યારે તેની સાથે તેનો કેમેરો હતો. પરંતુ જ્યારે બધા પૈસા ખર્ચાઈ ગયા, ત્યારે તેણે પોતાનો કેમેરો વેચી નાખવો પડ્યો હતો. આખરે શાહરુખ ખાને ગૌરી સાથે લગ્ન કર્યા હતા.