માતાના રોલમાં માધુરી દીક્ષિતે જીત્યા કરોડો દિલ, જોરદાર છે Maja Maનું ટ્રેલર

માધુરી દીક્ષિતની (Madhuri Dixit) અપકમિંગ ફિલ્મ માજા માનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં પહેલીવાર એક્ટ્રેસે એક માતાની ભૂમિકા ભજવી છે. લોકોને સ્ટોરી ખૂબ જ પસંદ આવી રહી છે.

માતાના રોલમાં માધુરી દીક્ષિતે જીત્યા કરોડો દિલ, જોરદાર છે Maja Maનું ટ્રેલર
Madhuri Dixit
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Sep 22, 2022 | 8:11 PM

હિન્દી સિનેમામાં આવી ઘણી ફિલ્મો બની છે, જેમાં પરિવારની અલગ અલગ સ્ટોરી બતાવવામાં આવી છે. લોકો આ ફિલ્મો સાથે કેટલીક હદ સુધી પોતાને ક્નેક્ટ પણ કરી શકે છે. ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો છે જેઓ વાસ્તવિક જીવન પર આધારિત આ સ્ટોરી પર પોતાના અભિનયની કુશળતાને નીચોવીને દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. આમાંથી એક નામ છે બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતનું (Madhuri Dixit). લાંબા સમય બાદ સિનેમા તરફ વળેલી એક્ટ્રેસની અપકમિંગ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. તો જાણો આ મજા માની (Maja Ma) સ્ટોરી શું છે?

માધુરી દીક્ષિતની અપકમિંગ ફિલ્મ મજા માનું જોરદાર ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મમાં માધુરીએ પહેલીવાર લીડ એક્ટ્રેસ નહીં, પરંતુ માતાનો રોલ કર્યો છે. પરંતુ સન્માન સાથે પરિવારને સંભાળતી માધુરી એવી એક ભૂલ થઈ જાય છે, જેની સજા તેના આખા પરિવારને ભોગવવી પડે છે. આ સ્ટોરીનો ટ્વિસ્ટ એટલો જોરદાર છે કે એક સામાન્ય ઘરની સ્ત્રીનો આખો પરિવાર એક જ ઝટકામાં હચમચી જાય છે.

અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર

માધુરીની અપોઝિટ જોવા મળશે ગજરાજ રાવ

તમને જણાવી દઈએ કે અમેઝોન પ્રાઈમ વીડિયોએ માધુરી દીક્ષિતની અપકમિંગ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ પહેલી ભારતીય મૂળ ફિલ્મ ‘મજા મા’નો ટ્રેલર વીડિયો પ્રાઈમ પર જોઈ શકાય છે. આ ફિલ્મમાં ઘણા અનુભવી કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. માધુરી સાથે તેના પતિની ભૂમિકા ભજવનાર ગજરાજ રાવે પણ દર વખતની જેમ લોકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મમાં માધુરી અને ગજરાજ રાવ સિવાય ઋત્વિક ભૌમિક, બરખા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, રજિત કપૂર, સિમોન સિંહ, શીબા ચઢ્ઢા, મલ્હાર ઠાકર અને નિનાદ કામત પણ જોવા મળશે.

ક્યારે રિલીઝ થશે મજા મા?

આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે. જે 6 ઓક્ટોબરે થિયેટરોમાં દસ્તક આપવા જઈ રહી છે. માધુરી દીક્ષિતની કમબેક ફિલ્મ મજા માનું ડાયરેક્શન આનંદ તિવારીએ કર્યું છે. જ્યારે સુમિત બથેજાએ આ સ્ટોરીને ખૂબ જ ઉત્સાહથી લખી છે. લીઓ મીડિયા કલેક્ટિવ અને અમૃતપાલ સિંહ બિન્દ્રા દ્વારા નિર્મિત આ ફિલ્મ ભારત અને 240 દેશમાં એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati