એક્ટ્રેસ જાહ્નવી કપૂર માઈનસ 16 ડિગ્રીમાં ઠુંઠવાઈ, ફિલ્મ મિલીનું ટીઝર થયું રિલીઝ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nancy Nayak

Updated on: Oct 12, 2022 | 9:25 PM

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhvi Kapoor) હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મો પર સતત કામ કરી રહી છે. એક્ટ્રેસ પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ છે. આ દરમિયાન જાહ્નવી કપૂરની નવી ફિલ્મ મિલીનું ટીઝર રિલીઝ થયું છે.

એક્ટ્રેસ જાહ્નવી કપૂર માઈનસ 16 ડિગ્રીમાં ઠુંઠવાઈ, ફિલ્મ મિલીનું ટીઝર થયું રિલીઝ
Janhvi kapoor
Image Credit source: Instagram

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhvi Kapoor) હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મો પર સતત કામ કરી રહી છે. એક્ટ્રેસ પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ છે. ખૂબ જ ઓછા સમયમાં જાહ્નવી કપૂરે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કામથી એક ખાસ ઓળખ બનાવી છે. ધડક, કારગીલ ગર્લ ગુંજન સક્સેના અને ગુડ લક જેરી જેવી ફિલ્મો બાદ એક્ટ્રેસ હવે તેના પિતા બોની કપૂરની (Boney Kapoor) અપકમિગ ફિલ્મમાં જોવા મળશે. જેનું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને જાહ્નવી કપૂરનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે.

જાહ્નવી કપૂરે આ ટીઝર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યું છે. જાહ્નવી કપૂરની આ ફિલ્મ મલયાલમ સર્વાઈવલ-થ્રિલર ફિલ્મ ‘હેલન (2019)’ની હિન્દી રિમેક છે. આ ફિલ્મ સાથે પહેલીવાર જાહ્નવી કપૂર તેના પિતા બોની કપૂર સાથે જોડાયેલી છે. ફિલ્મનું ટીઝર શેયર કરતી વખતે એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું કે એક કલાકમાં તેની જિંદગી બદલાવાની છે મિલી. આ ફિલ્મમાં એક્ટ્રેસ નર્સિંગ ગ્રેજ્યુએટ મિલી નૌટિયાલના રોલમાં જોવા મળશે.

ફિલ્મના ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે એક્ટ્રેસ ચિકન હબના ફ્રીઝર રૂમમાં ફસાઈ જાય છે. જ્યાં તાપમાન માઈનસ 16 ડિગ્રી છે અને જાહ્નવી કપૂર પોતાનો જીવ બચાવવાની તમામ કોશિશ કરી રહી છે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂરની સાથે સની કૌશલ પણ જોવા મળશે. તેની ઝલક ટીઝરમાં પણ જોવા મળી રહી છે. ફિલ્મમાં મનોજ પાહવા એક્ટ્રેસના પિતાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 4 નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મને માથુકુટ્ટી ઝેવિયરે ડાયરેક્ટ કરી છે. એઆર રહેમાને આ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે.

એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ ફિલ્મ સિવાય જાહ્નવી કપૂર પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે, જેમાંથી તે ‘બવાલ’ અને ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ જેવી ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. જાહ્નવી કપૂર ફિલ્મ બવાલમાં વરુણ ધવન સાથે જોવા મળશે. રાજકુમાર રાવ તેની સાથે મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં લીડ રોલમાં જોવા મળશે. એક્ટ્રેસ પાસે બેક ટુ બેક પ્રોજેક્ટ્સ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati