The Kashmir Files ફિલ્મના બહાને ફરી ચર્ચામાં કાશ્મીરનું માર્તંડ સૂર્ય મંદિર, જાણો તેની વાત

આ મંદિરનું મહત્ત્વ મરાઠી સાહિત્ય 'માર્તંડ મહાત્મય'માં પણ જોવા મળે છે. મંદિરની રચના 8મી સદીની હોવાનું કહેવાય છે, પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે આ મંદિર આના કેટલાંક વર્ષો પહેલાથી જ હતું.

The Kashmir Files ફિલ્મના બહાને ફરી ચર્ચામાં કાશ્મીરનું માર્તંડ સૂર્ય મંદિર, જાણો તેની વાત
The Martand Sun Temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 11:31 AM

Martand Sun Temple: શું તમે માર્તંડ સૂર્ય મંદિર વિશે જાણો છો? 80 ટકા શક્યતા છે કે તમને આ મંદિર વિશે ખબર નહીં હોય! કાશ્મીરી પંડિતોના વિસ્થાપન પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (Kashmiri Pandits) આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે અને આ બહાને કાશ્મીરનું માર્તંડ સૂર્ય મંદિર પણ ચર્ચામાં છે. હકીકતમાં છેલ્લા દિવસોમાં જ્યારે રાજધાની દિલ્હીમાં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ (Vivek Agnihotri) એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક સવાલના જવાબમાં આ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો અને તેની વાર્તા કહી હતી. તેમણે કહ્યું કે સમગ્ર કાશ્મીરને અને ભારતને એક સમયે માર્તંડ સૂર્ય મંદિર પર ગર્વ હતો. આતંકવાદી સમયમાં તે તૂટી પડ્યું તે પહેલા કેરળમાંથી હિંદુઓ પણ તેની મુલાકાત લેતા હતા.

વિવેક અગ્નિહોત્રીના જણાવ્યા અનુસાર જે રીતે નાલંદા યુનિવર્સિટીમાં દરેક વ્યક્તિ માત્ર અભ્યાસ માટે જ નહોતા જતા, પરંતુ અભૂતપૂર્વ સંરચના જોવા પણ જતા હતા. તે જ રીતે માર્તંડ સૂર્ય મંદિર સાથે પણ હતું. દરેક જણ ત્યાં પૂજા કરવા માટે જ નહોતા જતા, પરંતુ લોકો મંદિરની સુંદરતા, રચના અને કલાકૃતિઓને જોવા પણ આવતા હતા. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં લોકો આ મંદિરને શેતાનની ગુફા તરીકે ઓળખે છે. આવો જાણીએ આ મંદિરની કહાની.

કાશ્મીરનું ગૌરવ હતું માર્તંડ મંદિર

માર્તંડ સૂર્ય મંદિરની સ્થાપના કાશ્મીરના મહાન રાજા લલિતાદિત્ય મુક્તિપીડ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિર અનંતનાગથી 9 કિલોમીટરના અંતરે આવેલું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મંદિરની રચના 8મી સદીની હોવાનું કહેવાય છે, પરંતુ દાવો કરવામાં આવે છે કે આ મંદિર સો વર્ષ પહેલાનું છે. આ મંદિરનું મહત્વ મરાઠી સાહિત્ય ‘માર્તંડ મહાત્મય’માં પણ જોવા મળે છે. મુસ્લિમ સુલતાન સિકંદર શાહ મીરીએ સૈફુદ્દીન સાથે મળીને તેને તોડી પાડવાનો પ્રયાસ કર્યો. જો કે તે સંપૂર્ણ રીતે સફળ થયો ન હતો. મંદિરને તોડતા ઘણા વર્ષો લાગ્યા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કેટલાક ઈતિહાસકારોએ લખ્યું છે કે હિંદુ સમ્રાટો દ્વારા બનાવવામાં આવેલા ઘણા મંદિરો કાશ્મીરમાં હતા. સિકંદર શાહ મીરીએ પણ કાશ્મીરમાંથી હિંદુઓ અને તેમના સાંસ્કૃતિક પ્રતીકોને નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે મંદિરોને તોડવાનું શરૂ કર્યું. સિકંદર શાહ મીરીએ તેમાંથી ઘણી તોડી પાડી અને તે જ ઈંટો અને પથ્થરોનો ઉપયોગ કરીને મસ્જિદો બનાવી. આ જ ક્રમમાં તે સૂર્ય મંદિર સાથે પણ આવું કરવા માંગતો હતો.

મંદિરને તોડતા લાગ્યા ઘણા વર્ષો

કરકોટ વંશ પછી ઉત્પલ રાજવંશના સમયગાળામાં પણ માર્તંડ મંદિરનો વૈભવ જળવાઈ રહ્યો હતો. જો કે 14મી સદી સુધીમાં મુસ્લિમ ઉપદેશકોની માન્યતાને કારણે હિંદુ રાજાઓનો પતન શરૂ થયો. 14મી સદીની શરૂઆતમાં કાશ્મીરના શાસક રાજા સહદેવ હતા, જેમના બે વિશ્વાસુ હતા – લદ્દાખના બૌદ્ધ રાજકુમાર રિંચન શાહ અને સ્વાત ખીણના મુસ્લિમ ઉપદેશક સિકંદર શાહમીર. આ સમયગાળામાં મોંગોલ આક્રમણખોર દુલ્ચુએ 70 હજાર સૈનિકો સાથે કાશ્મીર પર હુમલો કર્યો અને પોતાનો જીવ બચાવવા માટે રાજા સહદેવને જમ્મુના કિશ્તવાડ જવું પડ્યું.

દુલ્ચુએ કાશ્મીરમાં હિન્દુઓને પોતાના ગુલામ બનાવવાનું શરૂ કર્યું. જો કે એવું કહેવાય છે કે તે સમયે આવેલી કુદરતી આફતમાં તે તેના ઘણા સૈનિકો સાથે માર્યો ગયો હતો. અહીં, મુસ્લિમ આક્રમણકારો માટે કાશ્મીર પર કબજો કરવાનો અનુકૂળ સમય હતો અને તેઓએ તેમ કર્યું.

હિંદુઓનો નરસંહાર અને મંદિરો તોડી પાડ્યા

સિકંદર શાહમીરે લદ્દાખના રાજકુમારને પણ કાશ્મીરની ગાદી પરથી હટાવીને પોતે શાસક બન્યો. 1417માં આ સિંહાસન પર બેઠા – સિકંદર ઝૈનુલ આબિદિન. તેણે હિંદુઓને ઈસ્લામ સ્વીકારવા અથવા કાશ્મીર છોડીને ભાગી જવા કહ્યું. ન સ્વીકારવા પર હત્યાકાંડ શરૂ થયો. ઝૈનુલને બુતશિકન પણ કહેવામાં આવતું હતું. જેનો અર્થ થાય છે મૂર્તિ તોડનારા. ઝૈનુલ આબિદીને માર્તંડ મંદિર પર ઘણી વખત હુમલો કર્યો અને 15મી સદીમાં આ મંદિરને તોડીને આગ લગાડવામાં આવી.

એવું કહેવાય છે કે માર્તંડ સૂર્ય મંદિરને આખું વર્ષ તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. આ પછી તેણે તેના પાયા ખોદીને તેમાંથી પત્થરો કાઢ્યા અને તેને લાકડાથી ભરી દીધા. આ પછી લાકડાને આગ લગાડવામાં આવી હતી. આ રીતે માર્તંડ સૂર્ય મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. આ મંદિરના અવશેષો હજુ પણ ત્યાં સ્થિત છે. ASIએ મંદિરના જીર્ણોદ્ધારના નામે કેટલાક પ્રયાસો કર્યા જે અપૂરતા સાબિત થયા.

આ પણ વાંચો: The Kashmir Files Box office Collection 9: ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે, શું બીજા સપ્તાહમાં 150 કરોડને કરશે પાર

આ પણ વાંચો: નાના પાટેકરે The Kashmir Filesના વિવાદ પર કહ્યું, બિનજરૂરી હંગામો કરવો યોગ્ય નથી

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">