The Kapil Sharma show: જ્યારે કેટરીના કૈફને ખબર પડી કે અક્ષય કુમાર સૂર્યવંશીના નિર્માતા છે, પૈસાની કરી માંગણી

અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરિના કૈફ (katrina Kaif) તાજેતરમાં જ તેમની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) ના પ્રમોશન માટે કપિલ શર્મા શોમાં આવ્યા હતા. જ્યાં બંનેએ ખૂબ જ મસ્તી કરી હતી.

The Kapil Sharma show: જ્યારે કેટરીના કૈફને ખબર પડી કે અક્ષય કુમાર સૂર્યવંશીના નિર્માતા છે, પૈસાની કરી માંગણી
Akshay Kumar, katrina Kaif
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 8:17 PM

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના કૈફ (katrina Kaif)ની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. હાલમાં જ અક્ષય અને કેટરીના આ ફિલ્મના પ્રમોશન માટે કપિલ શર્મા (Kapil Sharma)ના શોમાં ગયા હતા. જ્યાં બંનેએ ખૂબ જ મસ્તી કરી હતી.

અક્ષય કુમાર સૂર્યવંશીના સહ-નિર્માતા પણ છે જેના વિશે કેટરિના કૈફ જાણતી ન હતી. કપિલ શર્માના કોમેડી શોમાં આવ્યા પછી તેને આ વાતની ખબર પડી. કેટરિનાને આ વાતની જાણ થતાં જ તેણે અક્ષય પાસે માંગ કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કેટરીનાએ રોહિત શેટ્ટીના વખાણ કર્યા

ધ કપિલ શર્મા શોએ યુટ્યુબ પર એક નવો અનસેન્સર્ડ વીડિયો શેર કર્યો છે. જેમાં કેટરીના કૈફ ડાયરેક્ટર રોહિત શેટ્ટીના વખાણ કરી રહી છે. તે કહે છે કે રોહિત સર આ ફિલ્મને હોલ્ડ પર રાખવા માટે ખૂબ જ મહેનત કરી છે. મેં આ જાતે જોયું છે. કેટરિના કંઈ બોલે એ પહેલા અક્ષયે તેને અટકાવીને કહ્યું – તો રોહિત સર કર્યું પણ મેં કંઈ ન કર્યું? આના પર કેટરીના કહે છે કે તમે પણ ઘણું કર્યું છે.

કેટરીના ચોંકી ગઈ

અક્ષય વધુમાં કહે છે કે હું અડધો નિર્માતા છું, મારી કોઈ વાત જ નથી. અક્ષયની આ વાત પછી કેટરિના ચોંકી જાય છે. કેટરિના કહે છે એક સેકન્ડ, તમે ફિલ્મના પ્રોડ્યુસર છો? જ્યારે અક્ષય આ વાતની પુષ્ટિ કરે છે, ત્યારે કેટરીના તેની તરફ વળે છે અને કહે છે થોડાક વધારે પૈસા મળશે. જે પછી બધા હસવા લાગે છે.

કેટરીના કૈફે વ્યક્ત કરી પોતાની ઈચ્છા

કેટરીના કૈફે શોમાં રોહિત શેટ્ટીની કોપ યૂનિવર્સમાં મહિલા કોપ ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે કપિલ શર્મા શોમાં બધાને પૂછે છે કે જો હું રોહિત સર સાથે ફીમેલ કોપ ફિલ્મ કરું તો તેનું નામ શું હોવું જોઈએ. અર્ચના પુરણ સિંહ કહે છે ‘સરોજિની.’ આના પર અક્ષય કુમાર હસ્યા અને કહ્યું- કોઈ ગલીનું નામ રાખવાનું નથી.

સૂર્યવંશીની વાત કરીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર દેખાવ કરી રહી છે. આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ટૂંક સમયમાં આ ફિલ્મ 150 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. અજય દેવગણ (Ajay Devgn) અને રણવીર સિંહ (Ranveer Singh) કેટરીના અને અક્ષય સાથે સૂર્યવંશીમાં કેમિયોમાં દેખાયા છે.

આ પણ વાંચો :- Bigg Boss 15: વિશાલે ઉડાવી શમિતા અને રાકેશના સંબંધોની મજાક, એક્સ વાઈફ રિદ્ધિ ડોગરાએ ગુસ્સામાં કહી આ વાત

આ પણ વાંચો :- Sooryavanshi BO Collection Day 6: અક્ષય કુમારની ફિલ્મનો જાદુ અટકવા માટે નથી તૈયાર, છઠ્ઠા દિવસે કરી અધધધ કમાણી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">