Ajay Devganની ઓટીટી ડેબ્યૂ સાથે કમબેક કરશે આ અભિનેત્રી, લાંબા સમયથી ફિલ્મોથી છે દૂર

અજય દેવગણ રુદ્ર વેબ સિરીઝથી ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે, તે વાતની પુષ્ટિ થઈ ગઈ છે. હવે આ સિરીઝની સ્ટારકાસ્ટને લઈને સમાચાર આવવા લાગ્યા છે.

Ajay Devganની ઓટીટી ડેબ્યૂ સાથે કમબેક કરશે આ અભિનેત્રી, લાંબા સમયથી ફિલ્મોથી છે દૂર
Ajay Devgan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 9:48 PM

બોલિવૂડ એક્ટર અજય દેવગણ (Ajay Devgn) ચાહકોના દિલોમાં રાજ કરે છે. અજયે તેમની કારકિર્દીમાં તમામ પ્રકારની ફિલ્મો ચાહકોની સામે રજૂ કરી છે. અજય ઘણા સમયથી તેમની ઓટીટી ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. જ્યારથી અજય દેવગણની ઓટીટી ડેબ્યૂના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી ચાહકો તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ચાલો તમને જણાવી દઈએ કે અજય દેવગણ ટૂંક સમયમાં હોટસ્ટારની એક વેબ સિરીઝમાં જોવા મળશે. અજય વેબ સિરીઝ ‘રુદ્ર’ (Rudra The Edge Of Darkness)માં દેખાશે. હવે સમાચાર આવી રહ્યા છે કે આ સિરીઝથી એક સુંદર અભિનેત્રી કમબેક કરવા જઈ રહી છે.

અજય સાથે ઈશા

અજય દેવગણ રુદ્ર વેબ સિરીઝથી ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે, તે વાતની પુષ્ટિ થઈ ગઈ છે. હવે આ સિરીઝની સ્ટારકાસ્ટને લઈને સમાચાર આવવા લાગ્યા છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ધૂમ ફેમ ઈશા દેઓલ આ સિરીઝમાં જોવા મળશે. જી હા, ઈશા દેઓલ ઘણા લાંબા સમયથી સિનેમાથી દૂર હતી, તેથી હવે તે અજય દેવગણની સિરીઝની સાથે પોતાનું કમબેક કરવા જઈ રહી છે.

ઈશા દેઓલે (Esha Deol) તેમના કમબેક માટે ઓટીટી પ્લેટફોર્મનો આશરો લીધો છે. ઈશા આ સિરીઝમાં મહત્વની ભૂમિકા નિભાવતી જોવા મળશે. ઈશા શ્રેણીમાં અજયના જીવનસાથીની ભૂમિકામાં જોવા મળી શકે છે.

ખુદ ઈશાએ આપી માહિતી

ઈશા દેઓલે ખુદ તેમના કમબેકની માહિતી ફેન્સ સાથે શેર કરી છે. ઈશા દેઓલે તાજેતરમાં જ ટ્વીટ કરીને ચાહકોને કહ્યું છે કે રુદ્ર મારી ડેબ્યૂ વેબ સિરીઝ છે. તે પણ અભિનેતા અજય દેવગનને ઓપોઝિટ, જેઓ ઘણી ફિલ્મોમાં મારા સહ-કલાકાર રહી ચૂક્યા છે. આ ટ્વીટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે સિરીઝમાં ઈશાની એન્ટ્રી ફાઇનલ થઈ ગઈ છે. ચાહકો હવે રુદ્ર વિશે વધુ ઉત્સાહિત થવાના છે.

ઈશા અને અજય ઉપરાંત આ આગામી સિરીઝમાં રાશી ખન્ના અને હેમંત ખેર પણ જોવા મળશે. આ શ્રેણીનું શૂટિંગ પણ આ મહિનાના અંત સુધીમાં શરૂ થઈ શકે છે, આ શ્રેણીનું નિર્માણ એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવામાં આવી રહ્યું છે, જે તાજેતરમાં સ્કેમ 1992ને રજૂ કરી ચુક્યું છે.

અમે તમને જણાવી દઈએ કે અજયની આ સિરીઝને હોલીવુડની હિટ ટીવી સિરીઝ ‘લૂથર’ (Luther)ની હિન્દી રીમેક કહેવામાં આવી રહી છે. અજય દેવગણ ટૂંક સમયમાં ભુજ ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મ 13 ઓગસ્ટે હોટસ્ટાર પર રિલીઝ થશે. આ સિવાય તેમની મેદાન, આરઆરઆર, મે ડે જેવી ફિલ્મ્સ પણ આવવાની છે.

આ પણ વાંચો: Dilip Kumar : અંતિમ દર્શન માટે જોવા મળી લોકોની ભીડ, અમિતાભ બચ્ચન પહોંચ્યા કબ્રસ્તાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">