‘થેન્કયૂ મારી લાઈફમાં આવવા બદલ’, ઈવેન્ટમાં સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને ઈમોશનલ થઈ શહેનાઝ ગિલ, ડેડિકેટ કર્યો એવોર્ડ

એક્ટ્રેસ શહેનાઝ ગિલનો (Shehnaaz Gill) એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં શહેનાઝ તેના બોયફ્રેન્ડ અને દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લાને યાદ કરતી જોવા મળી રહી છે.

'થેન્કયૂ મારી લાઈફમાં આવવા બદલ', ઈવેન્ટમાં સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને ઈમોશનલ થઈ શહેનાઝ ગિલ, ડેડિકેટ કર્યો એવોર્ડ
Shehnaaz Gill
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Nov 20, 2022 | 3:27 PM

બિગ બોસ 13 ફેમ એક્ટ્રેસ શહેનાઝ ગિલે ખૂબ જ ટૂંકા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. ટૂંક સમયમાં શહેનાઝ ગિલ નાના પડદા બાદ મોટા પડદા પર પણ ડેબ્યૂ કરવા જઈ રહી છે. શહેનાઝ ઘણીવાર તેના નજીકના મિત્ર અને દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને ઈમોશનલ થતી જોવા મળે છે. આ દરમિયાન શહેનાઝ ગિલનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં શહેનાઝ એવોર્ડ મેળવવા માટે સિદ્ધાર્થને ક્રેડિટ આપતી જોવા મળી રહી છે.

શહેનાઝ ગિલને આવી સિદ્ધાર્થ શુક્લાની યાદ

ફિલ્મફેર મિડલ ઈસ્ટ અર્ચીવર્સ એવોર્ડ નાઈટમાં શહેનાઝ ગિલને રાઈઝિંગ સ્ટાર ઓફ બોલિવુડ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઈવેન્ટનો વીડિયો માનવ મંગલાનીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેયર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શહેનાઝ ગિલ સ્ટેજ પર એવોર્ડ લેતી જોવા મળી રહી છે. આ પછી શહેનાઝ ગિલ કહે છે કે ‘હું આ માટે મારી ટીમ અને સપોર્ટ સ્ટાફ કે અન્ય કોઈનો આભાર નહીં માનું’.

‘તું મેરા હૈ ઔર મેરા હી રહેગા, પણ એક એવી વ્યક્તિ છે જેણે મને આ માટે સક્ષમ બનાવી છે અને હું આજે જ્યાં છું માત્ર તેના સપોર્ટને કારણે છું, સિદ્ધાર્થ શુક્લા મારી લાઈફમાં આવવા બદલ આભાર, મારી લાઈફમાં આટલું ઈન્વેસ્ટ કરવા માટે, જેથી હું પહોંચી શકું. સિદ્ધાર્થ શુક્લા આ તમારા માટે છે. આ રીતે શહેનાઝ ગિલે પોતાની સફળતાનો શ્રેય સિદ્ધાર્થ શુક્લાને આપ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો શહેનાઝ ગિલનો આ વીડિયો

સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના એક વર્ષ પછી પણ શહેનાઝ ગિલ ઘણીવાર તેને યાદ કરતી જોવા મળે છે. આ માટે ફેન્સ પણ શહેનાઝના ખૂબ વખાણ કરે છે. શહેનાઝ ગિલનો આ લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. સિડનાઝના ફેન્સ તેના આ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. શહેનાઝ ગિલ સુપરસ્ટાર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati