સ્વતંત્રતા દિવસે રિલીઝ થયું ઈશાન ખટ્ટરની ‘પિપ્પા’નું ટીઝર, દેશભક્તિથી ભરપૂર છે આ ફિલ્મ

ઈશાન ખટ્ટર અને મૃણાલ ઠાકુરની (Ishaan Khatter) અપકમિંગ ફિલ્મ 'પિપ્પા'નું (Pippa) ટીઝર સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે.

સ્વતંત્રતા દિવસે રિલીઝ થયું ઈશાન ખટ્ટરની 'પિપ્પા'નું ટીઝર, દેશભક્તિથી ભરપૂર છે આ ફિલ્મ
Pippa
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 15, 2022 | 6:25 PM

રોની સ્ક્રુવાલા અને સિદ્ધાર્થ રોય કપૂરની ફિલ્મ ‘પિપ્પા’ (Pippa), જે રાજા કૃષ્ણ મેનન દ્વારા નિર્દેશિત 1971ના યુદ્ધ પર આધારિત એક એપિક વોર એક્શન ડ્રામા છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર (Ishaan Khatter), મૃણાલ ઠાકુર (Mrunal Thakur), પ્રિયાંશુ પેન્યુલી અને સોની રાઝદાન જેવા સ્ટાર્સ જોવા મળશે. ‘ઉરી’ અને ‘રંગ દે બસંતી’ જેવી શાનદાર દેશભક્તિ અને પ્રતિષ્ઠિત ફિલ્મો પછી ‘પિપ્પા’ હવે એક એવી યુદ્ધ વાર્તા લાવે છે જે ભારતીય સિનેમામાં પહેલાં ક્યારેય જોવા મળી નથી.

2 ડિસેમ્બર 2022ના રોજ રિલીઝ થશે આ ફિલ્મ

આરએસવીપી અને રોય કપૂર ફિલ્મ્સ દ્વારા નિર્મિત, ‘પિપ્પા’ હવે 2 ડિસેમ્બર, 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ પહેલા આ ફિલ્મની રિલીઝની જાહેરાત 2 ડિસેમ્બરના એક અઠવાડિયા પહેલા કરવામાં આવી હતી.

અહીં જુઓ ફિલ્મ ‘પિપ્પા’નું ટીઝર-

‘ધ બર્નિંગ ચાફીઝ’ પર આધારિત છે આ ફિલ્મ

‘પિપ્પા’ બ્રિગેડિયર બલરામ સિંહ મહેતા દ્વારા લખાયેલ ‘ધ બર્નિંગ ચાફીઝ’ પર આધારિત છે. રાજા કૃષ્ણ મેનન દ્વારા નિર્દેશિત આ વોર ટેન્ક ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધને સ્ક્રીન પર બતાવશે જેના કારણે બાંગ્લાદેશને આઝાદી મળી અને નકશા પર તેનો જન્મ થયો. ઈશાન ખટ્ટર એક યુવાન બ્રિગેડિયરની ભૂમિકા નિભાવતો જોવા મળશે, જેને 45 કેવેલરી ટેન્ક સ્ક્વોડ્રનના ભાગ રૂપે પૂર્વીય યુદ્ધસ્થળ પર યુદ્ધ લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

રાજા કૃષ્ણ મેનને ફિલ્મ વિશે કહ્યું “75માં સ્વતંત્રતા દિવસ પર અમે તમારા બધા સાથે ‘પિપ્પા’નું ટીઝર શેયર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ તે ફિલ્મની એક નાની ઝલક છે જેના પર અમે કામ કરી રહ્યા છીએ અને તે સારી રીતે ઓડિયન્સ સુધી પહોંચી શકે. અમે 2 ડિસેમ્બર 2022ના રોજ થિયેટરોમાં તમને બધાને મળવા માટે આતુર છીએ.”

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે આ ફિલ્મ

નિર્માતા રોની સ્ક્રુવાલાએ આ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, “અમે અમારા યુદ્ધના નાયકોની વાર્તાઓ અને ભારતે લીધેલા અનેક વ્યૂહાત્મક પગલાંની વાર્તા શરૂ કરે છે. યુદ્ધ અને શાંતિમાં આઝાદીના છેલ્લા 75 વર્ષોમાં આપણે હવે વિશ્વની શક્તિ બનાવી છે તે જણાવવાનું શરૂ કરી રહ્યા છીએ. આધુનિક ઈતિહાસમાં સૌથી મોટા શરણાર્થી સ્થળાંતરમાંથી એકની પૃષ્ઠભૂમિ સામે 1971માં સ્થાપિત ‘પિપ્પા’ એ એક વાર્તા છે જે કહેવાને પાત્ર છે અને અમે આ એપિક ફિલ્મના સ્કેલને જાણવા માટે રાહ જોઈ શકતા નથી. 2 ડિસેમ્બર 2022ના રોજ દુનિયાભરના દર્શકો માટે રિલીઝ કરવામાં આવશે.

નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરે જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધને ઘણીવાર ઈતિહાસમાં એકમાત્ર ‘ન્યાયસંગત યુદ્ધ’ તરીકે જાહેર કરવામાં આવે છે કારણ કે તે જીવન બચાવવા અને એક બીજા રાષ્ટ્રને મુક્ત કરવા માટે લડવામાં આવ્યું હતું. એક ભારતીય પરિવારની અવિશ્વસનીય જર્ની દ્વારા દર્શકો બાંગ્લાદેશના જન્મની આ પ્રેરણાદાયી વાર્તાને સમક્ષ લાવવાનો અમને ગર્વ છે. રાજાના સક્ષમ નિર્દેશન હેઠળ એ.આર. રહેમાન જેવા લિજેન્ડ કલાકારો અને ક્રૂ સાથે, ‘પિપ્પા’ 2 ડિસેમ્બર 2022ના રોજ દુનિયાભરના થિયેટરોમાં રિલીઝ થશે.”

ઘણા કલાકારો ફિલ્મમાં મળશે જોવા

આરએસવીપી અને રોય કપૂર ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને રાજા કૃષ્ણ મેનન દ્વારા નિર્દેશિત એ.આર. રહેમાનનું મ્યુઝિક અને રવિન્દર રંધાવા, તન્મય મોહન અને રાજા કૃષ્ણ મેનન દ્વારા લખાયેલ આ ફિલ્મમાં એક્ટર ઈશાન, મૃણાલ ઠાકુર, પ્રિયાંશુ પેન્યુલી અને સોની રાઝદાન મુખ્ય ભૂમિકામાં છે. આ એક્શન વોર ડ્રામા 2 ડિસેમ્બર 2022ના રોજ થિયેટરોમાં આવવા માટે તૈયાર છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati