ડ્રગ્સ કેસમાં ફસાવાથી Ananya Pandayની કારકિર્દી પર લટકી તલવાર, બ્રાન્ડ વેલ્યુ પર પણ પડી મોટી અસર

અનન્યા પાંડેની પાસે એવી ઘણી ફિલ્મો છે જે ટૂંક સમયમાં આવવાની છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મોના નિર્માતાઓ અને અનન્યાના કો-સ્ટાર્સને ડર લાગવા લાગ્યો છે કે ડ્રગ્સના કારણે તેમની આ ફિલ્મ ફ્લોપ થઈ શકે છે.

ડ્રગ્સ કેસમાં ફસાવાથી Ananya Pandayની કારકિર્દી પર લટકી તલવાર, બ્રાન્ડ વેલ્યુ પર પણ પડી મોટી અસર
Ananya Panday

તાજેતરમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ના ફોનમાં ડ્રગ્સ સંબંધિત ચેટમાં અનન્યા પાંડે (Ananya Panday)નું નામ આવવાને કારણે અનન્યા ચર્ચામાં છે. NCB દ્વારા તેને અનેકવાર પૂછપરછ માટે બોલાવવામાં આવી છે અને આ કેસમાં તેનું નામ તેની કારકિર્દી પર અસર કરી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેનું કરિયર અટકી ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની બ્રાન્ડ વેલ્યુને નુકસાન થયું છે, ત્યારે તેની આગામી ફિલ્મો પણ જોખમમાં છે.

 

બ્રાન્ડ્સ કરી શકે છે બહિષ્કાર

અનન્યા Lakme, Vega 3 Hairstyler, Gillette Hair Removal Cream, Perk Chocolate, Only Clothing Brands જેવી કંપનીઓની કમર્શિયલ્સમાં દેખાય છે અને આ કંપનીઓ સમયાંતરે તેમની એડ ફિલ્મોને નવી રીતે ફરી શૂટ કરતી રહે છે. જે સોદાનો એક ભાગ છે. હવે આ બ્રાન્ડ્સની ડીલ પર પણ અસર પડી શકે છે કારણ કે ડ્રગ્સ કેસમાં નામ આવવાને કારણે લોકો અનન્યાના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. આના ડરથી બ્રાન્ડ્સ તેને બહાર નિકાળી શકે છે.

 

લાઈગરને થઈ શકે છે નુકસાન

અનન્યા પાંડેની પાસે આવી ઘણી ફિલ્મો છે જે ટૂંક સમયમાં આવવાની છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મોના નિર્માતાઓ અને અનન્યાના કો-સ્ટાર્સને ડર લાગવા લાગ્યો છે કે ડ્રગ્સના કારણે તેમની આ ફિલ્મ ફ્લોપ ન થઈ જાય.

 

જેમાં મોટું નામ ફિલ્મ લાઈગર (Liger)નું છે જે લગભગ 125 કરોડના બજેટમાં બની છે. લાઈગારને હિન્દી અને તેલુગુ બંને ભાષામાં બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે, આ ફિલ્મમાં સાઉથ હાર્ટ થ્રોબ વિજય દેવરકોંડા (Vijay Deverakonda) મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત, આ ફિલ્મની ચર્ચાનું મુખ્ય કારણ આ ફિલ્મમાં આંતરરાષ્ટ્રીય બોક્સર માઈક ટાયસનની હાજરી છે. પુરી જગન્નાથે લાઈગરનું નિર્દેશન કર્યું છે.

 

શકુન બત્રાની ફિલ્મ

લાઈગર સિવાય અનન્યા પાંડે શકુન બત્રાની અનટાઈટલ્ડ ફિલ્મમાં પણ જોવા મળશે. જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે ઉપરાંત દીપિકા પદુકોણ (Deepika Padukone), સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) છે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે અને આ ફિલ્મની વહેલી રિલીઝ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે, જો અનન્યા ઉપર NCBની તલવાર લટકી રહી તો એવામાં તેની અસર ફિલ્મ પર ચોક્કસ પડી શકે છે.

 

પહેલા પણ થતી રહી છે ટ્રોલ

એક શો દરમિયાન અનન્યા પાંડેએ સ્ટારકિડના સ્ટ્રગલ ગણાવ્યા હતા. તેના પર સિદ્ધાંત ચતુર્વેદીએ કહ્યું હતું કે, હા, એ વાત સાચી છે કે દરેકનો પોતાનો સંઘર્ષ હોય છે, પરંતુ ફરક એટલો છે કે જ્યાં આપણા સપના પૂરા થાય છે, ત્યાં જ તેમનો સંઘર્ષ શરૂ થાય છે.

 

અનન્યા પાંડેના ડેબ્યૂ વિશે વાત કરીએ તો તેણે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર 2 (Student of the Year 2) થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ખાલી પીલી (Khaali Peeli) અને પતિ પત્ની ઔર વો (Pati Patni Aur Woh) જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

 

 

આ પણ વાંચો :- Allu Arjun દર્શકોને અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી જોવાની કરી અપીલ, કરણ જોહરે તેમને કહ્યા રિયલ સુપરસ્ટાર

 

આ પણ વાંચો :- Shah Rukh Khanના પુત્ર આર્યનને મળી ગયા જામીન, અભિનેતાના ઘરની બહાર લાગી ભીડ, જુઓ Photos

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati