Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં NCB એ હરીશ ખાનની ધરપકડ કરી, MDMA ડ્રગ્સ પણ મળી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં હરીશ ખાન નામના ડ્રગ પેડલરને એમડીએમએ ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. હરીશ ખાન પર સુશાંતને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે.

Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં NCB એ હરીશ ખાનની ધરપકડ કરી, MDMA ડ્રગ્સ પણ મળી
Sushant Singh Rajput
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 02, 2021 | 7:04 PM

સુશાંત સિંહ રાજપૂત ડ્રગ કેસ (Sushant Singh Rajput Murder Case) માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બે ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. તેમાંથી એકનું નામ હરીશ ખાન કહેવામાં આવી રહ્યું છે. હરીશ ખાન પાસેથી ધરપકડ સમયે એમડીએમએ (MDMA) ડ્રગ્સ મોટી માત્રામાં મળી આવી છે. એનસીબી આ મામલે સતત કાર્યવાહી કરી રહી છે અને આગામી દિવસોમાં કેટલીક વધુ મહત્વપૂર્ણ ધરપકડ પણ થઈ શકે છે.

થોડા દિવસ પહેલા જ આ કેસમાં સુશાંત સિંહ રાજપૂતનો રૂમમેટ રહેલો સિદ્ધાર્થ પિઠાનીની પણ ધરપકડ કરવામાં આવી છે. હવે તેને 4 જૂન સુધી NCB ની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. સિદ્ધાર્થ પિઠાની સુશાંત સિંહ રાજપૂતનો રૂમમેટ હતો. ગયા વર્ષે 14 જૂનના રોજ સુશાંત તેમના મુંબઇ બાંદ્રા સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. અભિનેતાને ફેન પર લટકતા સૌથી પહેલા સિદ્ધાર્થ પિઠાનીએ જોયા હતા.

સિદ્ધાર્થે અન્ય લોકોની મદદથી મૃતદેહને પંખાથી નીચે ઉતાર્યો હતો. તે સિદ્ધાર્થ જ હતો જેણે પોલીસને સુશાંતસિંહ રાજપૂતનાં મોત અંગે સૌ પ્રથમ માહિતી આપી હતી. સિદ્ધાર્થ પિઠાની એ પહેલા વ્યક્તિ હતો જેમણે એમ્બ્યુલન્સ મંગાવી સુશાંતસિંહ રાજપૂતને હોસ્પિટલમાં મોકલી દિધા હતા.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

નવા ખુલાસા થઈ શકે છે

એટલા માટે ગયા વર્ષે જ ડ્રગ કેસમાં સિદ્ધાર્થની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે પછી તેને જામીન મળી ગયા હતા. જોકે, થોડા દિવસો પહેલા ફરી એકવાર સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ થતાં આ કેસમાં કેટલાક નવા ખુલાસા થવાની સંભાવનાઓ વધી ગઈ છે.

સિદ્ધાર્થ પિઠાનીની એકવાર ફરીથી ધરપકડ થતા, એવી અટકળો વહેતી થઈ હતી કે સુશાંત સિંહ કેસમાં નક્કી એનસીબીને કેટલીક નવી માહિતી હાથ લાગી છે. જેનો ખુલાસો સિદ્ધાર્થ પિઠાનીનાં માધ્યમ દ્વારા હવે થવાનો છે. ત્યારે એવી પણ અટકળો કરવામાં આવી હતી કે હવે કેટલીક વધુ ધરપકડ કરવામાં આવશે. આ કડીમાં આજે ડ્રગના પેડલર હરીશ ખાનની ધરપકડ જોવા મળી રહી છે.

દીપિકા પદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરનું આવ્યું હતું નામ

સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ની પણ ડ્રગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે એક મહિનો જેલમાં પણ રહી હતી. આ પછી રિયાને જામીન મળી ગયા હતા. ડ્રગ કેસમાં તપાસ દરમિયાન દીપિકા પદુકોણ (Deepika Padukone), સારા અલી ખાન (Sara Ali Khan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor), રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) ના નામ પણ સામે આવ્યા હતા.

જો કે, આ બધાએ એનસીબીને કહ્યું હતું કે તેઓ ડ્રગ્સ લેતા નથી. કોઈ પુરાવા ન હોવાને કારણે એનસીબીએ આ લોકોને ક્લીનચીટ પણ આપી હતી.

14 જૂને સુશાંતની પહેલી પુણ્યતિથિ છે

14 જૂને સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ છે. સુશાંતના ચાહકોને આશા છે કે એનસીબીની કાર્યવાહીમાં ઝડપથી કેટલાક નવા ઘટસ્ફોટ થાય અને સુશાંત સિંહના મોત પાછળનું વાસ્તવિક કારણ જાણી શકાય.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">