Happy Birthday Ahan Shetty : સુનીલ શેટ્ટીએ પુત્ર અહાનના બર્થડે પર લખ્યો સુંદર સંદેશ, આથિયાએ બાળપણની તસ્વીર કરી શેર

સુનીલ શેટ્ટીએ (Sunil Shetty) મોડી રાતે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પુત્ર અહાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. પોસ્ટ કરતી વખતે તેણે અહાનની એક તસવીર શેર કરી છે. આ સાથે કેપ્શનમાં અહાન માટે એક ક્યૂટ મેસેજ પણ લખવામાં આવ્યો છે.

Happy Birthday Ahan Shetty : સુનીલ શેટ્ટીએ પુત્ર અહાનના બર્થડે પર લખ્યો સુંદર સંદેશ, આથિયાએ બાળપણની તસ્વીર કરી શેર
Ahan Shetty birthday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 8:35 AM

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીનો (Sunil Shetty) પુત્ર અહાન શેટ્ટી આજે તેનો 21મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ વર્ષ અહાન માટે સૌથી ખાસ રહ્યું છે. તેણે આ વર્ષે ફિલ્મ તડપથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. અહાને માત્ર એક ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું પરંતુ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતા પણ હાંસલ કરી છે. સુનીલ શેટ્ટીએ અહાનના જન્મદિવસ પર એક સુંદર સંદેશ લખ્યો છે, જ્યારે તેની બહેન આથિયાએ બાળપણની તસવીર શેર કરીને ભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

સુનીલ શેટ્ટીએ મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેના પુત્ર અહાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. પોસ્ટ કરતી વખતે તેણે અહાનની એક તસવીર શેર કરી છે. આ સાથે કેપ્શનમાં અહાન માટે એક ક્યૂટ મેસેજ પણ લખવામાં આવ્યો છે. સુનિલે કેપ્શનમાં લખ્યું છે કે મારી સૌથી મોટી ખુશી, ખૂબ ગર્વ અને સૌથી પ્રિય વ્યક્તિને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે મને ગર્વ કરવાની ઘણી તકો આપી છે. પરંતુ મારા માટે સૌથી ગર્વની ક્ષણ એ છે જ્યારે હું બીજાને કહું કે તમે મારા પુત્ર છો. હું પ્રાર્થના કરું છું કે તમને તમારી નવી સફરમાં પ્રેમ, નસીબ અને ઘણા સાહસો મળે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

સુનીલ શેટ્ટીએ વધુમાં લખ્યું હતું કે સખત મહેનત કરો, ઈમાનદારીથી કામ કરો. તમને જે મળ્યું છે તેના માટે હંમેશા આભારી રહો. હંમેશા પ્રેમ, દયા અને સકારાત્મકતા જુઓ. તમારી જાતને માફ કરો અને જ્યારે તમે ભૂલો કરો ત્યારે તેમાંથી શીખો પરંતુ સૌથી અગત્યનું તમારી મુસાફરીનો આનંદ માણો. તમે જે બધી પસંદગીઓ કરશો તે તમને ખુશી તરફ દોરી જશે. અહાન શેટ્ટીના પિતા તરફથી ઘણો પ્રેમ. પોતાના પુત્ર માટે આ સુંદર સંદેશ લખીને સુનીલે તેને તેના આવતા વર્ષ માટે શુભેચ્છા પાઠવી છે.

બહેન આથિયાએ બાળપણની તસવીર શેર કરી બીજી તરફ અહાન શેટ્ટીની બહેને તેના ભાઈના જન્મદિવસને વધુ ખાસ બનાવ્યો છે. તેણે પોતાની, પિતા સુનીલ શેટ્ટી અને અહાનની બાળપણની તસવીર શેર કરી છે. આ તસવીરમાં સુનીલ શેટ્ટી અહાનને ખભા પર અને અથિયાને ખોળામાં લીધેલી જોવા મળે છે. અથિયાના ચહેરા પર સુંદર સ્મિત છે. આ ફોટો શેર કરતા આથિયાએ લખ્યું, અહાન શેટ્ટીનો દિવસ. તમને જણાવી દઈએ કે, આ વર્ષે અહાને બોલિવૂડમાં ફિલ્મ ‘તડપ’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ વર્ષ તેના માટે ખૂબ જ ખાસ રહ્યું છે.

આ પણ વાંચો : હૃતિક રોશને શર્ટલેસ ફોટો શેર કરતા ફેન્સની સાથે કરણ જોહર પણ બન્યો એક્ટરનો ફેન, કરી દીધી આ કોમેન્ટ

આ પણ વાંચો : Year Ender 2021: આ સેલેબ્સે 2021માં બંધાયા લગ્નગ્રંથીથી, કેટરીના-વિક્કીથી લઈને વરુણ-નતાશા સુધી છે લિસ્ટમાં સામેલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">