Sonu Sood on Padamshri: લોકોનો પ્રેમ મારો એવોર્ડ, રાત્રે આવે છે શાંતિની ઊંઘ: સોનુ સૂદ

સોનુ સૂદના લાખો ચાહકોને આશા હતી કે સોનુ સૂદને પદ્મશ્રી એવોર્ડ મળશે, પરંતુ તેમ ન થયું તેથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો. હવે સોનુએ એક એવું નિવેદન આપ્યું છે જે તેના ચાહકોના દિલમાં વસી ગયું છે.

Sonu Sood on Padamshri: લોકોનો પ્રેમ મારો એવોર્ડ, રાત્રે આવે છે શાંતિની ઊંઘ: સોનુ સૂદ
Sonu Sood
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 11:43 PM

તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ને નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી (Padma Shri) એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્વારા મળેલા આ એવોર્ડથી કંગના અને તેના ચાહકો ખૂબ જ ખુશ હતા, જો કે અભિનેતા સોનુ સૂદ (Sonu Sood)ના ચાહકોએ કંગનાને આ એવોર્ડ આપવામાં આવતા નારાજગી વ્યક્ત કરી હતી અને સવાલ ઉઠાવ્યો હતો કે સોનુ સૂદને આ એવોર્ડ કેમ આપવામાં આવ્યો નથી? આવી સ્થિતિમાં હવે તેમના ફેન્સ માટે સોનુનું એક ખાસ નિવેદન સામે આવ્યું છે.

લોકોનો પ્રેમ એ એવોર્ડ છે (People Love is everything)

રોગચાળા દરમિયાન લાખો લોકોની મદદ માટે આગળ આવેલા અભિનેતા સોનુ સૂદ દેશભરના લોકોના પ્રિય બની ગયા છે.અનેક જગ્યાએ તેમની ભગવાનની જેમ પૂજા પણ કરવામાં આવી હતી. આટલું જ નહીં, આજે ઘણા લોકો તેમના ઘરની બહાર મદદની આશ તો કોઈ તેમના પરોપકારી કાર્યો માટે આભાર માનવા આવે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આવી સ્થિતિમાં તેમના લાખો ચાહકોને આશા હતી કે સોનુ સૂદને પદ્મશ્રી એવોર્ડ મળશે, પરંતુ જો તેમ ન થયું તો સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો. એક અહેવાલ મુજબ સોનુએ એવોર્ડ ન મળવા પર કહ્યું છે કે ‘મારા માટે સૌથી મોટો એવોર્ડ લોકોનો પ્રેમ છે. હજુ પણ ઘણા લોકો મને મળવા માટે મારા ઘરની બહાર મારી રાહ જુએ છે.

રાત્રે શાંતીથી ઊંઘ આવે છે

જ્યાં સુધી લોકો મારી પાસે મદદ માટે આવશે, ત્યાં સુધી હું તેમના માટે બનતું બધું જ કરીશ, તે વાતથી કોઈ ફરક પડતો નથી કે મારા કામની પ્રશંસા થાય કે ન થાય અને હું આ બધું કોઈ માન-સન્માન મેળવવા માટે નથી કરી રહ્યો. લોકોને કામ આવીને મને રાત્રે જે શાંતિની ઊંઘ આવે છે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. સાથે જ તેમણે કહ્યું કે તેઓ કોઈપણ ઈનામની અપેક્ષા રાખ્યા વગર હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરશે.

જણાવી દઈએ કે ગયા વર્ષે અને આ વર્ષે કોરોના વાયરસની લહેર દરમિયાન સોનુ સૂદે સામાન્ય લોકોની ઘણી મદદ કરી હતી. જે પછી તે લાખો લોકોના હીરો બની ગયા હતા. અભિનેતાએ રોગચાળા દરમિયાન લોકડાઉનમાં અટવાયેલા સ્થળાંતર કરનારાઓ માટે વિશેષ ફ્લાઈટ્સ અને બસોની વ્યવસ્થા કરી હતી. બીજી લહેર પર તેમણે કોવિડના દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં ઘણી મદદ કરી હતી.

સપ્ટેમ્બરમાં ઈન્કમ ટેક્સ વિભાગે સોનુ સૂદ પર ઈન્કમ ટેક્સની ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. આવકવેરા વિભાગે સોનુના 6 સ્થળો પર દરોડા પાડ્યા બાદ સોનુ પર 20 કરોડ રૂપિયાની કરચોરીનો આરોપ લગાવ્યો હતો, પરંતુ એવું લાગે છે કે દરોડા રાજકીય રીતે પ્રેરિત પણ હોઈ શકે છે કારણ કે તે પછી આવકવેરા વિભાગ તરફથી જે નિવેદન આવ્યું હતું. તેના વિશે સોનુએ મીડિયામાં સામે આવીને અને સ્પષ્ટતા કરી અને પોતાના સમાજ સેવાના કાર્યમાં લાગી ગયા.

આ પણ વાંચો :- કાર્તિક આર્યને તેના મિત્ર સાથે રોડ સાઈડ ફૂડ કોર્નર પર ખાધુ ચાઈનીઝ ફૂડ, જુઓ આ વાયરલ Photos

આ પણ વાંચો :- Vishal Dadlaniએ કંગનાને યાદ અપાવ્યું ભગતસિંહનું બલિદાન, કહ્યું- એ મહિલાને યાદ કરાવો જેણે કહ્યું હતું કે આઝાદી ‘ભીખ’ માં મળી છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">