Sonu Sood Supermarket: સોનુએ ખોલી નવી સુપરમાર્કેટ, વીડિયો શેર કરીને જણાવી ઈંડા અને બ્રેડની કિંમત

સાયકલ પર સવાર થયા સોનુ સૂદ (Sonu Sood) અને હવે ઇંડા અને બ્રેડ વેચવાની એક્ટર કરી રહ્યો છે તૈયારી, તમે પણ જાણો શું છે Sonu Sood Ki Supermarket માં ખાસ

Sonu Sood Supermarket: સોનુએ ખોલી નવી સુપરમાર્કેટ, વીડિયો શેર કરીને જણાવી ઈંડા અને બ્રેડની કિંમત
Sonu Sood
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 9:41 PM

બોલીવુડના જાણીતા અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) હાલમાં મસિહા નામથી હિટ બની ગયા છે. જ્યાં તેમણે રોગચાળા દરમિયાન દવાથી લઈને ખાદ્ય પદાર્થો સુધીની લોકોની તમામ જરૂરિયાતો પૂરી કરી છે. જે બાદ હવે અભિનેતાએ પોતાનું સુપરમાર્કેટ પણ ખોલ્યું છે. અભિનેતાએ હવે તેમના તમામ માલના દર પણ યાદ કરી લીધા છે. જેની ઝલક અભિનેતાએ થોડા સમય પહેલા શેર કરેલા તેમના વીડિયોમાં બતાવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પહેલા પણ કલાકાર ઢાબા ખોલી ચૂક્યા છે. શરબતની દુકાનો પણ ખોલવામાં આવી છે. જે બાદ હવે તેમણે ઈંડા અને બ્રેડનું કામ પણ શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલાં જ સોનુ સૂદે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેતાએ કહ્યું છે કે હવે તેઓ તેમની નવી સુપરમાર્કેટ ખોલી ચુક્યા છે. આ સુપરમાર્કેટનું નામ છે ‘સોનુ સૂદ કી સુપરમાર્કેટ’.

આ શાનદાર વીડિયોમાં અભિનેતા કહે છે, “કોણ કહે છે મોલ બંધ થઈ ગયા છે. સૌથી વધારે મહત્વપૂર્ણ અને ખર્ચાળ સુપરમાર્કેટ અહીં અમારી પાસે તૈયાર છે. જુઓ આ બધું છે, મારી પાસે એક ઈંડા છે જેની કિંમત હાલમાં 6 રુપિયા છે. તે પછી બ્રેડ છે, મોટી બ્રેડ 40 રૂપિયાની છે અને નાની બ્રેડ 22 રુપિયાની છે. ”

જુઓ સોનુ સૂદનો આ ખાસ વીડિયો

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

અભિનેતાએ આ વીડિયોમાં વધુમાં કહ્યું છે કે “જેને પણ જોઈએ છે, તે ઝડપથી ઓર્ડર આપે, મારો ડિલિવરીનો સમય આવી ગયો છે અને હા હોમ ડિલિવરી માટે એકસ્ટ્રા ચાર્જ લાગશે.” અભિનેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતાં અભિનેતાએ લખ્યું, “ફ્રી હોમ ડિલિવરી 10 ઈંડા દીઠ 1 બ્રેડ ફ્રી” અભિનેતાની આ શૈલી તેમના ચાહકોને પસંદ આવી રહી છે.

ચાલો તમને જણાવી દઈએ કે એક્ટરે અગાઉ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ તેમની લીંબુની દુકાન પણ ખોલવા જઈ રહ્યો છે. જેનું નામ હશે “સોનુ સૂદનું લિંબુનું શરબત”, તેમના ચાહકોને તેમની આ સ્ટાઈલ ખૂબ પસંદ છે.

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

આ પણ વાંચો: Shabana Azmi થયા ઓનલાઈન છેતરપિંડીનો શિકાર, મોંઘી દારૂનો આપ્યો હતો ઓર્ડર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">