ITની તપાસ બાદ જરૂરિયાતમંદોની મદદ કરવા આવ્યા સોનુ સૂદ, કહ્યું- મારા માટે આ મુદ્દો છે મહત્વનો

સોનુ સૂદ સોમવારે તેમના ઘરની નીચે જોવા મળ્યા હતા, જ્યાં તે 4 દિવસ પછી લોકોની મદદ કરવા આવ્યા હતા. આ દરમિયાન સોનુએ આવકવેરાના દરોડા અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ITની તપાસ બાદ જરૂરિયાતમંદોની મદદ કરવા આવ્યા સોનુ સૂદ, કહ્યું- મારા માટે આ મુદ્દો છે મહત્વનો
Sonu Sood

મુંબઈમાં સોનુ સૂદ (Sonu Sood)ના ઘર અને ઓફિસો પર આવકવેરા (Income Tax) વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. અભિનેતા પર કરચોરીનો આરોપ હતો. સોમવારે અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આ પછી સોનુ જરૂરિયાતમંદોને મદદ કરવામાં પાછા લાગી ગયા હતા. સોનુને તેમના ઘરની બહાર જોવા મળ્યા હતા, જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરી હતી.

 

આ દરમિયાન, સોનુએ કહ્યું ‘હું તમને બધાને કહી દઉં કે જે પણ વસ્તુઓ છે, તે પ્રક્રિયામાં છે અને દરેકની સામે છે. હું અહીં આવ્યો છું તેનું કારણ એ છે કે આ લોકોને મળવું અને મદદ કરવી, જેઓ 4 દિવસથી મારી રાહ જોઈ રહ્યા છે. આ મુદ્દો અત્યારે મારા માટે મહત્વપૂર્ણ છે, અન્ય લોકો તેમનું કામ કરશે અને અમે અમારું કરીશું.

 

કેજરીવાલે કેન્દ્ર સરકાર પર લગાવેલા આરોપ પર બોલ્યા

હકીકતમાં જ્યારે સોનુના ઘરે આવકવેરાની ટીમનું સર્ચ ચાલી રહ્યું હતું, ત્યારે આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સોનુ આપ પાર્ટીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા, જે બાળકોના શિક્ષણ માટેનો કાર્યક્રમ છે, તેના માટે માત્ર આ કારણથી સરકારે સોનુ સાથે આ કર્યું છે તો જ્યારે આ અંગે સોનુ પાસેથી પ્રતિક્રિયા માંગવામાં આવી ત્યારે તેમણે કહ્યું ‘બાળકોના શિક્ષણ માટે તમે મને ગુજરાત બોલાવો, પંજાબ બોલાવો હું આવીશ.

 

આ માટે હું દરેક માટે બ્રાન્ડ એમ્બેસેડર બની શકું છું. તમે મને ગમે ત્યાં બોલાવો, કોઈપણ સરકાર બોલાવે. બાળકોને શિક્ષણ આપવા માટે અમે લાંબા સમયથી કામ કરી રહ્યા છીએ. માત્ર દિલ્હી જ નહીં, પરંતુ આખા દેશના બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. મેં આ પહેલા પણ ઘણા બાળકોને ભણાવ્યા છે અને ભણાવતો રહીશ. સોનુએ એમ પણ કહ્યું કે અત્યારે જેમને મારી મદદની જરૂર છે તે કરીશ, બાકીનો આ સમય પણ પસાર થઈ જશે.

 

અહીં જુઓ સોનુનો વીડિયો 

 

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ચેરિટી ફાઉન્ડેશન પર ઉદ્ભવતા પ્રશ્નો પર વાત કરી

એવું કહેવામાં આવી રહ્યું હતું કે સોનુના ફાઉન્ડેશનમાં બહારથી પૈસા આવી રહ્યા છે, જેના માટે સોનુ કહે છે ‘દરેક ફાઉન્ડેશનની અંદર ખાસ કરીને મારા ફાઉન્ડેશનમાં જે પણ પૈસા આવે છે તે મારી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના હોય છે. કોઈપણ ફાઉન્ડેશન ખર્ચવામાં સમય લે છે.

 

બધું રાતોરાત બનતું નથી, જ્યારે કોઈ વ્યક્તિ મહેનત સાથે 1 રૂપિયો પણ આપે છે તો તે અમારી જવાબદારી છે કે તે પૈસા યોગ્ય જગ્યાએ જાય. જો કોઈ અંધ છોકરી રૂપિયા 3 હજાર પોતાનું પેન્શન મને આપે તો મારી જવાબદારી છે કે તે યોગ્ય જગ્યાએ જાય.

 

‘મારી ઈચ્છા છે હોસ્પિટલ બનાવવાની. સોનુ સૂદ રહે યા ન રહે હોસ્પિટલ હોવી જોઈએ. લોકો ત્યાં જાય તેમની સારવાર કરાવવા અને જલ્દી એવું થશે. વિચાર મોટો કરવાનો છે. અમે અમારા પ્લેટફોર્મ દ્વારા ગરીબોને મદદ કરીએ છીએ. બહારથી અમારા ફાઉન્ડેશનમાં પૈસા નથી આવતા.

 

 

આ પણ વાંચો :- ઐશ્વર્યા રાય બચ્ચને ‘Ponniyin Selvan’નું શૂટિંગ કર્યું પૂરું, પોસ્ટર શેર કરીને જણાવ્યું ક્યારે થશે ફિલ્મ રિલીઝ

 

આ પણ વાંચો :- Transformation: રેમો ડિસૂઝાએ ચાહકોને દેખાડ્યું પોતાની પત્ની લિઝેલનું ટ્રાન્સફોર્મેશન, ફોટો જોઈને ઓળખવું થયું મુશ્કેલ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati