પ્રેગ્નન્સીના સમાચાર પર સોનમ કપૂરે કઈક આ પ્રકારે આપ્યો જવાબ, ચાહકોને પણ થયું આશ્ચર્ય

સોનમ કપૂર લાંબા સમયથી પતિ આનંદ આહુજા સાથે લંડનમાં રહેતી હતી, તે થોડાક દિવસો પહેલા એકલા ભારત પરત આવી હતી. સોનમના ભારત આવ્યા પછી તેમની પ્રગ્નન્સીને લઈને ઘણા બધા સમાચાર આવી રહ્યા હતા.

  • Publish Date - 3:48 pm, Thu, 22 July 21 Edited By: Hiren Buddhdev
પ્રેગ્નન્સીના સમાચાર પર સોનમ કપૂરે કઈક આ પ્રકારે આપ્યો જવાબ, ચાહકોને પણ થયું આશ્ચર્ય

સોનમ કપૂર (Sonam Kapoor) થોડા દિવસ પહેલા લંડનથી મુંબઇ આવી છે. સોનમના મુંબઇ પહોંચ્યા પછી, જ્યારે તેમને મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી, ત્યારે તેમના પ્રેગ્નન્સીના સમાચાર વાયરલ થવા લાગ્યા હતા. થોડા દિવસોથી એવા સમાચારો પણ આવતા હતા કે સોનમ પ્રેગ્નન્ટ છે, તેથી તે ભારત આવી છે. આ સમાચાર પર સોનમે હવે આખરે પોતાની પ્રતિક્રિયા આપી છે.

સોનમે પોતાનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું, ગરમ પાણીની બોટલ અને આદુ વાળી ચા મારા પીરિયડનાં પહેલા દિવસ માટે. સોનમે પરોક્ષ રીતે ગર્ભાવસ્થાના સમાચારો પર તેનો જવાબ આપ્યો છે.

અહીં જુઓ સોનમ કપૂરની પોસ્ટ,see sonam kapoor post

 

પિતાને મળતાંની સાથે જ થઈ ગઈ ઈમોશનલ

સોનમ જ્યારે ભારત આવી ત્યારે એરપોર્ટ પર તેમને લેવા અનિલ કપૂર ગયા હતા. અનિલને જોઈને, સોનમ પાપા-પાપા બોલવા લાગી અને તેમને ગળે લગાવીને ભાવુક થઈ ગઈ. સોનમની આંખોમાં આંસુ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આ પછી, ઘરે ગયા પછી, તે આખા પરિવારને મળી.

થોડા દિવસો પહેલા સોનમે લંડનમાં રહેવાના પોતાના અનુભવ વિશે કહ્યું હતું કે ‘મને અહીં મળતી આઝાદી પસંદ છે. હું મારો પોતાનો ખોરાક બનાવું છું, હું મારી પોતાની જગ્યા સાફ કરું છું, ઘરની વસ્તુઓ લેવા જાવ છું. સોનમે એમ પણ કહ્યું હતું કે, ક્વોરેન્ટાઇન દરમિયાન તે ઘરે ખોરાક બનાવા માટે પણ તૈયાર હતી.

સોનમની પ્રોફેશનલ લાઈફ

સોનમની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લે વર્ષ 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ ઝોયા ફેક્ટરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં દુલકર સલમાન મુખ્ય ભૂમિકામાં હતા. જોકે ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો નહોતો. ગયા વર્ષે સોનમની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી.

હવે સોનમ ફિલ્મ બ્લાઇન્ડમાં જોવા મળશે. અહેવાલો અનુસાર, સોનમ આ ફિલ્મમાં એક બ્લાઈન્ડ છોકરીનો રોલ કરવા જઇ રહી છે. આ ફિલ્મ કોરિયન ફિલ્મ ‘બ્લાઇન્ડ’ ની હિન્દી રિમેક છે.

આમાં એક એવી છોકરીની વાર્તા દેખાડવામાં આવી છે જેની આંખની દૃષ્ટિ ચાલી જાય છે. તે પછી તેના જીવનમાં એક વળાંક આવે છે જ્યારે તે હિટ એન્ડ રન કેસમાં એકમાત્ર સાક્ષી બને છે. તે પોલીસ કર્મીઓને ફરીથી કેવી રીતે મદદ કરે છે તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

સોનમે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. શોમ મખીજા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સોનમ ઉપરાંત પુરબ કોહલી અને વિનય પાઠક પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati