સિંગર અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણની થઈ રોકા સેરેમની, સોશિયલ મીડિયા પર છવાઈ જોડી

સિંગર અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણએ શ્વેતા અગ્રવાલ સાથે કડવા ચોથના દિવસે રોકા સેરેમની કરી છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આદિત્યની રોકા સેરેમનીમાં ફક્ત પરિવારના લોકો જ હાજર રહ્યા હતા. આદિત્યએ ગયા મહિને જ તેના લગ્નનું એલાન કર્યુ હતુ. આદિત્ય અને શ્વેતા લગભગ 10 વર્ષથી રિલેશનશિપમાં  છે. આદિત્યે એક દિવસ પહેલા […]

સિંગર અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણની થઈ રોકા સેરેમની, સોશિયલ મીડિયા પર છવાઈ જોડી
TV9 Gujarati

| Edited By: Pinak Shukla

Jan 19, 2021 | 11:28 AM

સિંગર અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણએ શ્વેતા અગ્રવાલ સાથે કડવા ચોથના દિવસે રોકા સેરેમની કરી છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આદિત્યની રોકા સેરેમનીમાં ફક્ત પરિવારના લોકો જ હાજર રહ્યા હતા.

આદિત્યએ ગયા મહિને જ તેના લગ્નનું એલાન કર્યુ હતુ. આદિત્ય અને શ્વેતા લગભગ 10 વર્ષથી રિલેશનશિપમાં  છે. આદિત્યે એક દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યુ કે, તે લગ્ન કરવા જઈ રહ્યા છે.

રોકા સેરેમનીની તસવીરો સામે આવી છે. આ ફોટો આદિત્યે નહિ પણ તેમના પિતા ઉદિત નારાયણના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે . જેમાં આદિત્ય , તેમના પિતા અને તેમની માતા સામેલ છે. અને બીજી બાજુ શ્વેતાનો પરિવાર પણ ઉપસ્થિત છે. આદિત્ય અને શ્વેતા ખૂબ સુંદર લાગી રહ્યા હતા. આદિત્યના હાથમાં નારિયેળ છે , અને શ્વેતાના હાથમાં શગુનની થાળી છે.

શ્વેતા માટે આદિત્યને ખૂબ પ્રેમ

આદિત્યે એક દિવસ પહેલા જ પોસ્ટ કરીને શ્વેતા અગ્રવાલ માટે પ્રેમ દર્શાવ્યો. તેને ઈંસ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યુ છે કે ” અમે લગ્ન કરવા જઈ રહ્યા છે, હું ખુશનસીબ છું કે મને શ્વેતા જેવી પત્ની મળી છે, અમે ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે ”

 કેવી હશે લગ્નની પ્લાનીંગ ?

આદિત્યના પિતા ઉદિત નારાયણ તેમના દીકરાના લગ્નને લઈને ખૂબ ઉત્સાહિત છે. ઉદિત નારાયણે મીડિયા રીપોર્ટમાં જમાવ્યુ હતુ કે ” આદિત્યના લગ્નને લઈને તે ઘણા ઉત્સાહિત છે પણ હાલ કોરોનાની મહામારીમાં ધૂમધામથી લગ્ન સંભવ નથી, તેમને જણાવ્યુ છે, કે ઓછા લોકોની ઉપસ્થિતિમાં મંદિરમાં લગ્ન થશે”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati