Rohit Shettyના કોપ યુનિવર્સનો ભાગ બનશે સિદ્ધાર્થ મલ્હોત્રા, વેબ સિરીઝ માટે બંને સાથે આવી શકે

રોહિત શેટ્ટી (Rohit Shetty) માત્ર આ સિરીઝને પ્રોડ્યુસ નહીં કરે પણ શો રનર પણ હશે. તે આ સિરીઝની સ્ક્રિપ્ટ પર બારીક નજર રાખશે. તેમની દેખરેખ હેઠળ આ સિરીઝનું નિર્માણ કરવામાં આવશે.

Rohit Shettyના કોપ યુનિવર્સનો ભાગ બનશે સિદ્ધાર્થ મલ્હોત્રા, વેબ સિરીઝ માટે બંને સાથે આવી શકે
Rohit Shetty, Sidharth Malhotra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 5:36 PM

રોહિત શેટ્ટી (Rohit Shetty)ની સૂર્યવંશી આ દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. તેમણે આ ફિલ્મ દ્વારા આ સંદેશ આપ્યો છે કે તે એક કોપ યુનિવર્સની રચના કરશે. અગાઉ તેમણે સિંઘમ અને સિમ્બા દ્વારા વિશ્વને બે પાત્રો સાથે પરિચય કરાવ્યો હતો, હવે જલદી સૂર્યવંશી પણ બધાની સામે આવશે. હવે મીડિયા રિપોર્ટ્સમાં એવા સમાચાર આવી રહ્યા છે કે રોહિત શેટ્ટી ટૂંક સમયમાં વેબ સીરિઝ દ્વારા દર્શકોને એક નવા કોપનો પરિચય કરાવવા જઈ રહ્યા છે. આ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં કામ કરવાના સમાચાર છે.

વેબ સિરીઝ માટે વાત ચાલી રહી છે

એક અહેવાલ મુજબ સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને રોહિત શેટ્ટી એક સાથે એક પ્રોજેક્ટ પર કામ કરવા માટે વાતચીત કરી રહ્યા છે. આખરે તેમની વાતચીત વેબ શો માટે નક્કી થઈ ગઈ છે. એવી અપેક્ષા છે કે આ પ્રોજેક્ટ આવતા વર્ષે ફ્લોર પર આવશે અને તેના પર કામ શરૂ થશે. પોલીસ આધારિત આ સિરીઝમાં પોલીસને સૌથી અલગ અંદાજમાં રજૂ કરવામાં આવશે, જે અત્યાર સુધી કોઈ વેબ સિરીઝમાં બતાવવામાં આવ્યું નથી.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

રોહિત શેટ્ટી માત્ર આ સિરીઝને પ્રોડ્યુસ નહીં કરે પણ શો રનર પણ હશે. તેઓ આ સિરીઝની સ્ક્રિપ્ટ પર બારીક નજર રાખશે. તેમની દેખરેખ હેઠળ આ સિરીઝનું નિર્માણ કરવામાં આવશે. કારણ કે એ પણ શક્ય છે કે મોટા પડદાનું કોપ યૂનિવર્સ અને આ ડીજીટલ દુનિયાને એકસાથે જોડાઈ પણ શકે. તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને તે મુજબ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી રહી છે.

સિદ્ધાર્થ પાસે ઘણી ફિલ્મો છે

આ વેબ શો સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા ધર્મા પ્રોડક્શનની નવી ફિલ્મમાં કામ કરી રહ્યો છે જે એક એક્શન થ્રિલર ફિલ્મ છે. તેનું દિગ્દર્શન પુષ્કર ઓઝા અને સાગર અંબ્રેએ કર્યું છે. આ સાથે તે ઈન્દ્ર કુમારની ફિલ્મ થેંક ગોડ (Thank God)માં પણ જોવા મળશે, જેમાં તેની સાથે અજય દેવગણ (Ajay Devgn) પણ છે. રોની સ્ક્રુવાલાના પ્રોડક્શનની ફિલ્મ મિશન મજનૂ (Mission Majnu) પણ ટૂંક સમયમાં દર્શકોની વચ્ચે આવશે.

રોહિત શેટ્ટીની વાત કરીએ તો તેમની આગામી ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જેમાં અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના કૈફ (Katrina Kaif) લીડ રોલમાં છે. આમાં અજય દેવગણ અને રણવીર સિંહ (Ranveer Singh) પણ કેમિયો કરતા જોવા મળી રહ્યા છે. આ સિવાય તે સિંઘમ 3 (Singham 3) પર પણ કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો :- The Big Picture: રોહિત શેટ્ટી અને કેટરીના કૈફે જીત્યા 50 લાખ રૂપિયા, મુંબઈ પોલીસ ફાઉન્ડેશનને કરશે ડોનેટ

આ પણ વાંચો :- Halloween Party 2021: જેકલીન ફર્નાન્ડીસથી લઈને શિલ્પા શેટ્ટી સુધીની અભિનેત્રીઓના લુક્સ જોઈને ડરી જશો તમે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">