પતિ રાજ કુન્દ્રાના જેલમાં ગયા પછી બદલાયો Shilpa Shettyનો અંદાજ, ચહેરા અને બોડી લેંગ્વેજથી ગાયબ દેખાયો આત્મવિશ્વાસ

હાલમાં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ની સાથે આ વિવાદ (Raj Kundra Case) કેટલો સમય ચાલે છે તે તો ખબર નથી, પરંતુ તેમના ચાહકો તેમને ખુશ જોવા માંગે છે.

પતિ રાજ કુન્દ્રાના જેલમાં ગયા પછી બદલાયો Shilpa Shettyનો અંદાજ, ચહેરા અને બોડી લેંગ્વેજથી ગાયબ દેખાયો આત્મવિશ્વાસ
Shilpa Shetty (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 9:56 PM

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેમના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ને લોકો એક આઈડલ કપલ માનતા હતા. પરંતુ આ આઈડલ કપલ તે લોકોની આંખોમાં તે સમયે ખટકવા લાગ્યું, જ્યારે રાજ કુન્દ્રાને મુંબઈ પોલીસે અશ્લીલ સામગ્રી બનાવવા અને વેચવા બદલ ધરપકડ કરી હતી. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી મીડિયાના કેમેરામાં કેદ થઈ નથી. સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer Chapter 4)ના શૂટિંગ દરમિયાન શિલ્પા શેટ્ટી ઘણીવાર ફોટોગ્રાફરોની સામે વિવિધ પોઝ આપતી હતી અને તેમના ચહેરા પર મોટું સ્મિત હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

19 જુલાઈ, 2021ના ​​રોજ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી શિલ્પા શેટ્ટી ન તો સુપર ડાન્સર ચેપ્ટર 4માં દેખાઈ છે અને ન તો કોઈ જાહેર સ્થળે. હવે લગભગ એક મહિના પછી શિલ્પા શેટ્ટી સુપર ડાન્સર ચેપ્ટર 4ના સેટ પર પાછી આવી છે. શૂટિંગ માટે ફિલ્મ સિટી પહોંચેલી શિલ્પા શેટ્ટી પણ આજે મીડિયાના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેમના હાવભાવમાં તે વાત નહોતી, જે પહેલા જોવા મળી હતી.

શિલ્પા શેટ્ટીના ચહેરા પર દેખાયો ડર

ફોટોગ્રાફર વિરાલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શિલ્પાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને તમે જોશો તો તમને શિલ્પા શેટ્ટીના ચહેરા પર રોનક જોવા મળશે નહીં. શિલ્પા શેટ્ટીના ચહેરા અને બોડી લેંગ્વેજ પરથી તમને એ આત્મવિશ્વાસ ગાયબ જોવા મળશે, જે આ અભિનેત્રીના ચહેરા પર અગાઉ જેવા મળતો હતો. શિલ્પા શેટ્ટીનો આ વીડિયો જોઈને લાગે છે કે તે ન ઈચ્છે તો પણ શૂટિંગ કરવા આવી છે. તેમના ચહેરા પરથી એક ડર પણ દેખાઈ રહ્યો છે કે કોઈ તેમને રાજ કુન્દ્રા વિશે પ્રશ્ન ન પુછી લે.

જ્યારે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી, તે દિવસે સોમવાર હતો. તેના ફક્ત એક દિવસ પહેલા એટલે કે રવિવારે, શિલ્પા શેટ્ટીએ સુપર ડાન્સર ચેપ્ટર 4ના જજ અને સ્પર્ધકો સાથે ખૂબ મસ્તી કરી હતી. રવિવારનો તે દિવસ છેલ્લો દિવસ હતો, જ્યારે શિલ્પા શેટ્ટીને પ્રેક્ષકોએ ખુલીને હસતી જોઈ હતી. દરમિયાન, જ્યારે શિલ્પા આજે લોકોની વચ્ચે પહોંચી, ત્યારે તેમણે સ્માઈલ તો કરી પણ તે સ્માઈલ માત્ર બનાવટી હતી.

એવું લાગતું હતું કે આ વિવાદને કારણે શિલ્પા શેટ્ટી ખુશ નથી અને ખૂબ ટેન્શનમાં છે. હાલમાં શિલ્પા શેટ્ટી સાથે આ વિવાદ કેટલો સમય ચાલે છે તે તો ખબર નથી, પરંતુ તેમના ચાહકો તેમને ખુશ જોવા માંગે છે. તેમના ચાહકો ઈચ્છે છે કે શિલ્પા પહેલા જેવી પાછી થઈ જાય અને એક વાર ફરી ખુલીને હસે.

આ પણ વાંચો :- Kareena Kapoor-Saif Ali Khan એ ભાડે આપ્યો બાંદ્રા વાળો ફ્લેટ, આશા કરતા મળ્યું ઓછું ભાડું ?

આ પણ વાંચો :- Birthday Special : Ranvir Shorey ને ફિલ્મના સેટ પર થયો હતો કોંકણા સેન સાથે પ્રેમ, લગ્નના 10 વર્ષ પછી થયા હતા અલગ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">