માત્ર 10 વર્ષની ઉંમરે બિઝનેસમેન બન્યો શિલ્પા શેટ્ટીનો પુત્ર, શરૂ કર્યો આ બિઝનેસ

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પુત્રે હાલમાં જ પોતાનો નવો બિઝનેસ શરૂ કર્યો છે તે પણ માત્ર 10 વર્ષની ઉંમરમાં જ. વિયાન રાજ કુન્દ્રાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

માત્ર 10 વર્ષની ઉંમરે બિઝનેસમેન બન્યો શિલ્પા શેટ્ટીનો પુત્ર, શરૂ કર્યો આ બિઝનેસ
Shilpa Shetty and Viaan Kundra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 2:35 PM

બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એક જાણીતી એક્ટ્રેસ છે અને તેના સમગ્ર દુનિયામાં ઘણા ફેન્સ છે. શિલ્પા ફરી એકવાર ફિલ્મો તરફ વળી છે. પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા શિલ્પાએ પોતાના માટે ઘણા પ્રકારના બિઝનેસ પણ શરૂ કર્યા છે. શિલ્પા શેટ્ટીના નામ પર ઘણી રેસ્ટોરન્ટ છે. આ સિવાય તે પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. શિલ્પા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પણ ઘણી કમાણી કરે છે. એટલું જ નહીં તેણે ઘણા શોને જજ પણ કર્યા છે, પરંતુ હવે તેના પુત્ર વિયાન (Viaan Raj Kundra) પણ તેના માર્ગ પર ચાલીને માત્ર 10 વર્ષની ઉંમરમાં જ પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે.

વિયાન ડિઝાઈન કરી રહ્યો છે શુઝ

શિલ્પા શેટ્ટીના 10 વર્ષના પુત્ર વિયાન રાજ કુન્દ્રાએ હાલમાં સોશિયલ મીડિયા પર તેના બિઝનેસ વિશે જણાવ્યું હતું. આ વીડિયોમાં વિયાન કહેતો જોવા મળી રહ્યો છે કે તે કસ્ટમાઈઝ્ડ શૂઝની નવી લાઇન શરૂ કરવા જઈ રહ્યો છે અને તેને તેની માતા એટલે કે શિલ્પા શેટ્ટી માટે પણ શૂઝ ડિઝાઈન કર્યા છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
View this post on Instagram

A post shared by VRKICKS (@vrkickss)

ચેરિટી થઈ જશે કમાણી

વિયાને આ શૂઝનું નામ VRKICKS રાખ્યું છે અને તેની કિંમત રૂ. 4999/- થી શરૂ થાય છે. વીડિયો શેર કરતાં શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ લખ્યું, ‘મારા પુત્ર વિયાનનું પહેલું અને યુનિક બિઝનેસ વેન્ચર VRKICKS, જે કસ્ટમાઇઝ્ડ સ્નીકર શૂઝ બનાવે છે. નાના બાળકો અને તેમના મોટા સપનાઓને હંમેશા પ્રોત્સાહિત કરવા જોઈએ. આ વેન્ચરના આઈડિયા અને કોન્સેપ્ટથી લઈને ડિઝાઈન અને વીડિયો પણ તેને જાતે જ બનાવ્યો છે. આંત્રપ્રેન્યોર અને ડાયરેક્ટર. હેરાન કરવાની વાત એ છે કે આટલી નાની ઉંમરે તેને આ કમાણીનો એક ભાગ ચેરિટીમાં આપવાની વાત પણ કરી છે. તે હજુ માત્ર 10 વર્ષનો છે.

શિલ્પા શેટ્ટી કુન્દ્રા ટૂંક સમયમાં ઓટીટી પર કરશે ડેબ્યૂ

ટીવી અને બોલિવૂડ બાદ હવે ટૂંક સમયમાં જ શિલ્પા શેટ્ટી ઓટીટી પ્લેટફોર્મ પર પણ ધમાલ મચાવશે. તે રોહિત શેટ્ટીની ‘કોપ યુનિવર્સ’નો પણ એક ભાગ છે. તેના ઓટીટી ડેબ્યૂને લઈને શિલ્પા ખૂબ જ એક્સાઈટેડ છે. ટીવીની દુનિયામાં જજ તરીકે તેણે ઘણી લોકપ્રિયતા મેળવી છે. તેણે સોની ટીવી પર ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર જજ કર્યો છે. આ શોએ તેની 4 સીઝન પૂરી કરી છે. હાલમાં તેણે ટેલેન્ટ રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં જજ તરીકે કામ કર્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">