રાજ કુન્દ્રાની ધરપકડ બાદ મજબૂત રહેવાના પ્રયત્નો કરી રહી છે શિલ્પા શેટ્ટી, પોસ્ટ શેયર કરીને કહ્યુ આ…

રાજ કુન્દ્રાની 19 જુલાઇના રોજ મુંબઇથી ક્રાઇમ બ્રાંચ પોલીસે અશ્લીલ વીડિયો બનાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ સમયે તે કસ્ટડીમાં છે.

રાજ કુન્દ્રાની ધરપકડ બાદ મજબૂત રહેવાના પ્રયત્નો કરી રહી છે શિલ્પા શેટ્ટી, પોસ્ટ શેયર કરીને કહ્યુ આ...
Shilpa Shetty is trying to stay strong after Raj Kundra's arrest
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 9:45 AM

બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. શિલ્પાના પતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) અશ્લીલ ફિલ્મો બનાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તે આ સમયે જેલમાં બંધ છે. રાજની ધરપકડ બાદ શિલ્પા પોતાની જાતને સંભાળવાના પ્રયત્નો કરી રહી છે. તેમણે કામ પર વાપસી કરી લીધી છે અને પોતાની જાતને પોઝીટીવ રાખવાના પ્રયત્નો કરી રહી છે. આ વચ્ચે જ તેણે એક પોસ્ટ શેયર કરી છે.

શિલ્પા શેટ્ટીને પોઝીટીવ બુક્સ વાંચવાનો શોખ છે તે ઘણી વાર પોઝીટીવ કોટ પોતાના ફેન્સ માટે શેયર કરતી હોય છે. આ વખતે પણ એણે એક પોસ્ટ કરી છે જેમાં તેણે સમય વિતી જવા વિશે કીધુ છે. શિલ્પાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોટ શેયર કરતા લખ્યુ કે, દરેક પળને જીવો. આ પોસ્ટમાં લખ્યુ છે કે, હુ પોતાની જંદગીમાંથી કેટલો સમય કાઢુ. હુ દરેક પળને સંપૂર્ણ પણે જીવીશ.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

સોશિયલ મીડિયા પર થઇ એક્ટિવ

શિલ્પા શેટ્ટી પોતાના કામ પર પરત આવી ચૂકી છે. તે ડાન્સ રિયાલીટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 માં જજ તરીકે ફરીથી જોવા મળી રહી છે. શિલ્પાને કામ પર ફરીથી જોઇને તેના ફેન્સ ખુશ છે. સાથે જ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ પણ રહેવા લાગી છે. હાલમાં જ શિલ્પાએ પોતાનો યોગા કરતો વીડિયો શેયર કર્યો હતો. આ વીડિયોને શેયર કરતા તેણે લખ્યુ હતુ કે, યોગ મારા માટે સકારાત્મક, કેન્દ્રિત અને સંતુલિત રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે. શિલ્પાનો આ વીડિયો પોસ્ટ થતા જ વાયરલ થઇ ગયો. ફેન્સ તેમના પોતાની જાતને પોઝીટીવ રાખવાના ઉપાયથી ખૂબ ઇમ્પ્રેસ થયા.

તમને જણાવી દઇએ કે, રાજ કુન્દ્રાની 19 જુલાઇના રોજ મુંબઇથી ક્રાઇમ બ્રાંચ પોલીસે અશ્લીલ વીડિયો બનાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ સમયે તે કસ્ટડીમાં છે. મુંબઇ પોલીસનું કહેવુ છે કે જે કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે તે કેસ ખૂબ મજબૂત છે. એજ કારણ છે કે કુન્દ્રાના વકીલ પણ તેમને જામીન અપાવવામાં નિષ્ફળ સાબિત થયા. પોલીસનું કહેવુ છે કે જો તેમને જામીન મળ્યા તો તે દેશ છોડીને ભાગી શકે છે અને પુરાવાઓને નષ્ટ પણ કરી શકે છે.

આ પણ વાંચો –

Petrol Diesel Price Today : શું સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ ? કે મોંઘા ઇંધણની પાડવી પડશે ટેવ ? જાણો આજના ભાવ

આ પણ વાંચો –

Income Tax Recruitment 2021: આવકવેરા વિભાગ આપી રહ્યું છે સરકારી નોકરી માટે તક ,જાણો વિગતવાર

આ પણ વાંચો –

Hair Care : કોરોના પછી વધી રહી છે વાળ ખરવાની સમસ્યા, અપનાવો આ ઘરેલુ ઉપાય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">