શિલ્પા શેટ્ટીનો થયો અકસ્માત, પગમાં ફ્રેક્ચર સાથેનો ફોટો કર્યો પોસ્ટ

હંગામા 2 એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty) હોસ્પિટલનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટામાં શિલ્પાને હસતી જોઈ શકીએ છીએ પરંતુ સાથે એ પણ જોઈ શકાય છે કે તે તૂટેલા પગ સાથે વ્હીલચેર પર બેઠી છે.

શિલ્પા શેટ્ટીનો થયો અકસ્માત, પગમાં ફ્રેક્ચર સાથેનો ફોટો કર્યો પોસ્ટ
shilpa-shetty-1
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 10, 2022 | 6:39 PM

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty) ઈન્સ્ટાગ્રામ પર સૌથી એક્ટિવ સેલિબ્રિટીઓમાંથી એક છે. તેના ચીટ ડેની ઝલકથી લઈને તેની ફિટનેસ રૂટિન સુધી, શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર દરેક વસ્તુ શેર કરતી રહે છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર તેના અકસ્માતના સમાચાર પોસ્ટ કરીને તમામ ફેન્સને મોટો ઝટકો આપ્યો હતો. હંગામા 2 એક્ટ્રેસે હોસ્પિટલનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યો છે. આ ફોટામાં શિલ્પાને હસતી જોઈ શકીએ છીએ પરંતુ સાથે એ પણ જોઈ શકાય છે કે તે તૂટેલા પગ સાથે વ્હીલચેર પર બેઠી છે.

ડેનિમ-ઓન-ડેનિમ લુકમાં વ્હીલચેરમાં બેઠેલી શિલ્પા શેટ્ટીના પગમાં કાસ્ટને જોઈ શકાય છે. શિલ્પા શેટ્ટીને પગમાં ઈજા થઈ હોવા છતાં પણ તે હસતાં હાથ ઊંચા કરીને તસવીર માટે પોઝ આપે છે. શિલ્પાના ચહેરા પર માત્ર સ્માઈલ જ નહીં પરંતુ તેના ફોટો પર લખેલું કેપ્શન પણ પોઝિટિવ રહેવા વિશે છે. પોસ્ટ શેર કરતી વખતે એક્ટ્રેસે મજાકમાં કહ્યું, ‘તેણે કહ્યું, રોલ કેમેરા એક્શન – ‘બ્રેક અ લેગ!’ બહુ વધારે જ સિરીયસલી લઈ લીધું.

અહીં જુઓ શિલ્પા શેટ્ટીની પોસ્ટ

6 અઠવાડિયા સુધી નહિ કરી શકે શૂટિંગ

પોતાની પોસ્ટની નીચે લખેલા કેપ્શનમાં શિલ્પા શેટ્ટીએ આગળ કહ્યું, “હું 6 અઠવાડિયા માટે આઉટ ઓફ એક્શન રહીશ, એટલે કે આ સમય દરમિયાન હું કોઈ કામ કરી શકીશ નહીં. પરંતુ હું ટૂંક સમયમાં વધુ સ્ટ્રોન્ગ અને સારી રીતે પાછી ફરીશ. ત્યાં સુધી દુવામાં યાદ રાખજો. પ્રાર્થના હંમેશા કામ કરે છે. શિલ્પા શેટ્ટી કુન્દ્રા.”

ટૂંક સમયમાં ઓટીટી પર કરશે ડેબ્યૂ

ટીવી અને બોલિવૂડ બાદ હવે ટૂંક સમયમાં જ શિલ્પા શેટ્ટી ઓટીટી પ્લેટફોર્મ પર પણ ધમાલ મચાવશે. તે રોહિત શેટ્ટીની ‘કોપ યુનિવર્સ’નો પણ એક ભાગ છે. તેના ઓટીટી ડેબ્યૂને લઈને શિલ્પા ખૂબ જ એક્સાઈટેડ છે. ટીવીની દુનિયામાં જજ તરીકે તેણે ઘણી લોકપ્રિયતા મેળવી છે. તેણે સોની ટીવી પર ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર જજ કર્યો છે. આ શોએ તેની 4 સીઝન પૂરી કરી છે. હાલમાં તેણે ટેલેન્ટ રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં જજ તરીકે કામ કર્યું હતું.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati