શિબાની દાંડેકરે કરાવ્યું Farhan Akhtar ના નામનું ટેટુ, જન્મદિવસ પર બોયફ્રેન્ડને આપ્યું ખાસ સરપ્રાઇઝ

શિબાની દાંડેકરે (Shibani Dandekar) આ વર્ષે તેમના જન્મદિવસ પર ફરહાન અખ્તરને (Farhan Akhtar) ખાસ ભેટ આપી છે. જેની તસ્વીર તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

શિબાની દાંડેકરે કરાવ્યું Farhan Akhtar ના નામનું ટેટુ, જન્મદિવસ પર બોયફ્રેન્ડને આપ્યું ખાસ સરપ્રાઇઝ
Farhan Akhtar, Shibani Dandekar

મોડલ-અભિનેત્રી શિબાની દાંડેકર (Shibani Dandekar) આજે પોતાનો 41 મો જન્મદિવસ ઉજવી રહી છે. શિબાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેમના બોયફ્રેન્ડ ફરહાન અખ્તર (Farhan Akhtar) સાથે ફોટોઝ શેર કરતી રહે છે. આ વખતે શિબાનીએ પોતાના જન્મદિવસ પર ફરહાનને ખાસ ભેટ આપી છે. શિબાનીની આ ભેટે દરેકનું દિલ જીતી લીધું છે.

શિબાનીએ તેના જન્મદિવસે ફરહાનનાં નામનું ટેટૂ કરાવ્યું છે. તેમણે પોતાની ગરદન પર આ ટેટુ કરાવડાવ્યું છે. જેની તસવીર તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટામાં, શિબાની પોતાના ટેટૂને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

અહીં જુઓ શિબાની દાંડેકરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી

 

શિબાનીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટેટૂની તસ્વીર શેર કરી છે. ફોટો જોઈને લાગે છે કે શિબાનીએ તે જ સમયે ટેટૂ કરાવડાવ્યું હતું. ફોટોમાં તેની ગરદન લાલ દેખાય છે.

ફરહાને શેર કરી છે એક ખાસ પોસ્ટ

શિબાનીના જન્મદિવસ નિમિત્તે ફરહાને તેના માટે એક ખૂબ જ સુંદર પોસ્ટ શેર કરી છે. તેમણે શિબાની સાથે જૂની બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીર શેર કરી છે. ફોટો શેર કરતી વખતે તેમણે લખ્યું – મારા દિલથી…. હેપ્પી બર્થડે શૂ… લવ યુ…

અહીં જુઓ ફરહાન અખ્તરની પોસ્ટ

 

 

 

View this post on Instagram

 

A post shared by Farhan Akhtar (@faroutakhtar)


ફરહાન અખ્તરની પોસ્ટ પર કોમેન્ટ કરીને ઘણા સેલેબ્સે શિબાનીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. હૃતિક રોશને (Hrithik Roshan) કમેન્ટ કરી- શિબાનીને જન્મદિવસની શુભેચ્છા સાથે હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કરી. શિબાની અને ફરહાન છેલ્લા 3 વર્ષથી રિલેશનશિપમાં છે. ફરહાને અગાઉ હેરસ્ટાઇલિસ્ટ અધુના ભબાની સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રીઓ છે.

ફરહાન સાથે લગ્ન વિશે થઈ હતી વાત

થોડા સમય પહેલા શિબાનીએ ફરહાન અખ્તર સાથે લગ્ન કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે આ મહામારીમાં તેઓ દંપતીની જેમ જીવે છે. એક સાઈટ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે દરેક મને લગ્નનો પ્રશ્ન પૂછે છે. સાચું કહું તો, અમે હજી સુધી આ વિષય વિશે વિચાર્યું નથી, પરંતુ મેં લોકોને કહ્યું છે કે અમે તેના વિશે વાત કરીશું અને જો આવું કંઈક થશે તો હું દરેકને કહીશ. અત્યારે તો અમે લગ્ન નથી કરી રહ્યા.

 

આ પણ વાંચો :- Randhir Kapoorએ કર્યો ખુલાસો- નિષ્ફળ લગ્નની ભાઈ રાજીવની કારકિર્દી પર પડી હતી અસર, ન બનાવી શક્યા બોલીવુડમાં અલગ ઓળખ

આ પણ વાંચો :- New Song: ‘ભૂત પોલીસ’નું ટાઈટલ ટ્રેક ‘આઈ આઈ ભૂત પોલીસ’ રિલીઝ, જેકલીન સાથે સૈફ અને અર્જુને મચાવ્યો ધમાલ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati