શું Shershah પાકિસ્તાનમાં થઇ બૈન ? જાણો આ વાત પાછળની સચ્ચાઇ

પાકિસ્તાની યુટ્યુબર Ahmr Khokhar એ પાતાની યુટ્યુબ ચેનલ Mr. Ahmr ના માધ્યમથી આ વાતની જાણકારી બધા સામે મુકી છે. તેમણે જણાવ્યુ કે ભલે આ ફિલ્મ પાકમાં બૈન હોય પણ તેઓ તેને જોવા માંગે છે.

શું Shershah પાકિસ્તાનમાં થઇ બૈન ? જાણો આ વાત પાછળની સચ્ચાઇ
Shershaah ban in pakistan ?

સિદ્ધાર્થ મલ્હોત્રા (siddharth malhotra) અને કિયારા અડવાણી (kiara advani) સ્ટારર શેરશાહ હાલમાં જ એમેઝોન પ્રાઇમ પર લોન્ચ થઇ ગઇ છે. ફિલ્મ રિલીઝ થતા જ હિટ થવા લાગી છે. ચારેબાજુ આ જ ફિલ્મની ચર્ચા થઇ રહી છે. શહીદ કૈપ્ટન બત્રાના જીવન પર બનેલી આ ફિલ્મના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મને લઇને હવે સમાચાર મળી રહ્યા છે કે તે પાકિસ્તાનમાં બૈન કરી દેવામાં આવી છે.

શેરશાહ માટે સિદ્ધાર્થ મલ્હોત્રાના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. કૈપ્ટન વિક્રમ બત્રાની બાયોપિકને આ વર્ષની બેસ્ટ ફિલ્મોમાંથી એક કહેવામાં આવી રહી છે. આ બધા વચ્ચે મીડિયામાં ખબર છવાયેલી છે કે ફિલ્મ શેરશાહને પાકિસ્તાનમાં બૈન કરી દેવાઇ છે.

કોણે આપી બૈન વિશેની જાણકારી

એક મીડિયા અહેવાલ પ્રમાણે, પાકિસ્તાની યુટ્યુબર Ahmr Khokhar એ પાતાની યુટ્યુબ ચેનલ Mr. Ahmr ના માધ્યમથી આ વાતની જાણકારી બધા સામે મુકી છે. તેમણે જણાવ્યુ કે ભલે આ ફિલ્મ પાકમાં બૈન હોય પણ તેઓ તેને જોવા માંગે છે. જોકે આ વાત પર હજી સુધી કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યુ કે આ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થઇ છે કે નહીં.

જોકે જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી જ ફેન્સ તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો કયાસ લગાવી રહ્યા છે કે કૈપ્ટન વિક્રમ બત્રાની શૌર્ય ગાથા પાકિસ્તાન દેખાડવા નથી માંગતુ એટલે તેમણે ફિલ્મને બૈન કરી દીધી હશે. ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે કે કઇ રીતે પોતાના જીવની ચિંતા કર્યા વિના વિક્રમ બત્રાએ પાકિસ્તાનીઓને માર્યા હતા.

આ ફિલ્મ પાકિસ્તાનમાં થઇ ચૂકી છે બૈન

આ પહેલી વાર નથી કે બોલીવૂડની કોઇ ફિલ્મ પાકિસ્તાનમાં બૈન થઇ હોય. આ પહેલા ફેન્ટમ ફિલ્મ પણ બૈન થઇ હતી. આ ફિલ્મ હુસૈન જૈદીની નોવેલ મુંબઇ એવેન્જર્સ પર બેસ્ડ હતી. બૈંગિસ્તાન, એક થા ટાઇગર, રાઝંણા, ભાગ મિલ્ખા ભાગ, એજેન્ટ વિનોદ, તેરે બિન લાદેન, લાહૌર જેવી ફિલ્મોને પણ પાકિસ્તાન બૈન કરી ચુક્યુ છે. હવે ફેન્સની નજર ઓફિશિયલ સ્ટેટમેન્ટ પર અટકી છે તે જ્યારે શેરશાહના મેકર્સ સ્પષ્ટ કરે કે ફિલ્મ શું ખરેખર પાકિસ્તાનમાં બૈન થઇ છે કે નહી.

આ પણ વાંચો –

IND vs ENG: આ રીતે મહંમદ સિરાજ ખૂંખાર બોલર બન્યો, વિરાટ કોહલીએ હેડિંગ્લે ટેસ્ટ પહેલા ખોલ્યુ રાઝ, જાણો

આ પણ વાંચો –

IND vs ENG: ભારતીય ટીમના પેસ બોલરોથી ઇંગ્લેન્ડની ટીમનો આ ખેલાડી પ્રભાવિત, ટીમ કોહલીના બોલરો માટે કહ્યુ આમ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati