Bigg Boss 16 : કલર્સ ટીવીના રિયાલિટી શો ‘બિગ બોસ 16 (Bigg Boss 16)‘માં દરરોજ નિર્માતાઓ નવા વળાંકો લાવી રહ્યા છે. હવે રવિવારના ‘વીકએન્ડ કા વાર’માં બિગ બોસ કૃષ્ણા અભિષેક અને શેખર સુમનને રિપ્લેસ કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધી સલમાન હોસ્ટ તરીકે દર્શકોનું મનોરંજન કરતો હતો પરંતુ હવે કૃષ્ણા અભિષેક (Krishna Abhishek) આ શોમાં કોમેડી લઈને આવી રહ્યા છે. તો શેખર સુમન આ સ્પર્ધકોના માસ્ક ઉતારીને દર્શકોને અસલી ચહેરા બતાવવા જઈ રહ્યા છે. બિગ બોસના ચાહકો શોમાં આ નવા ફેરફારોથી ખૂબ જ ઉત્સાહિત છે.
બિગ બોસે શોમાં થયેલા ફેરફારો વિશે સલમાન ખાનના આગમનની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકોને પણ જાણ કરી હતી. જો કે અત્યાર સુધી દર્શકોને કૃષ્ણ અભિષેક વિશે જાણ કરવામાં આવી છે પરંતુ શેખર સુમન વિશે તેઓ બધા અજાણ છે. શેખર સુમન તેમના પ્રખ્યાત શો ‘મૂવર્સ એન્ડ શેકર્સ’ની જેમ ‘મૂવ એન્ડ શેક વિથ શેખર સુમન’ લાવી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શેખર સુમનનો આ શો તેના જૂના શો જેમ ધમાકેદાર રહેશે.
Kal raat, Move and Shake with Shekhar Suman mein utrenge sabhi contestants ke chehre se naqaab. 😮
Dekhiye #BiggBoss16 Mon-Fri raat 10 baje aur Sat-Sun raat 9.30 baje, sirf #Colors par. Anytime on @justvoot#BB16 #BiggBoss #SundayBBWithShekhar@BeingSalmanKhan pic.twitter.com/5ucBZHA7pI
— ColorsTV (@ColorsTV) October 8, 2022
શેખર સુમનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કારણ કે, બિગ બોસના ચાહકો આનાથી અજાણ હતા. પ્રોમોનો આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે, શેખર સુમનનો ચહેરો નકાબની પાછળ જોવા મળી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં તેને સાંભળી શકીએ કે તે કહે છે દિલ કો દેખો ચેહરો ન જુઓ, દિલ સચ્ચા ઔર ચેહરા જુઠ્ઠા હૈ, રવિવાર રાત્રે સાડા 9 કલાકે તમારી સામે લાવી રહ્યો છું
શેખર સુમન લાંબા સમય બાદ ટીવી પર પરત ફરી રહ્યો છે.બિગ બોસમાં એન્ટ્રી કરતા પહેલા લાફ્ટર ચેમ્પિયનમાં જજની ભુમિકા નિભાવી છે. આ શૌમાં તેની સાથે અર્ચના પુરન સિંહ પણ જોવા મળી હતી. શેખરને આ શોમાં દર્શકોનો ખુબ પ્રેમ મળશે હવે એક નવા શૌની એન્ટ્રી થઈ છે. આ શોમાં શેખર શું ટ્વિસ્ટ લઈને આવી રહ્યો છે તે જોવું દિલચસ્પ રહેશે.