બિગ બોસની એક્સ સ્પર્ધક અને એક્ટ્રેસ શહેનાઝ ગિલના (Shehnaaz Gill) પિતા સંતોખ સિંહ (Santokh Gill) સુખને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ તેમને એક વિદેશી નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં કેટલાક યુવકોએ દિવાળી પહેલા સંતોખને મારી નાખવાની ધમકી આપી હતી. બ્યાસથી ટારેન્ટન જતી વખતે શહેનાઝ ગિલના પિતાનો ફોન આવ્યો હતો. અપશબ્દો બોલ્યા બાદ ફોન કરનારાઓએ કહ્યું કે દિવાળી પહેલા તેઓ તેના ઘરમાં ઘૂસીને તેને મારી નાખશે. આ વિશે સંતોખે પોલીસમાં ફરિયાદ કરી છે.
આ પહેલા પણ સંતોખની હત્યાની કોશિશ કરવામાં આવી હતી. વર્ષ 2021માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 25 ડિસેમ્બરે બે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોરો અમૃતસરના રહેવાસી હતા. સૂત્રોના જણાવ્યા મુજબ બાઈક પર સવાર અજાણ્યા હુમલાખોરો સંતોખના બંદૂકધારીઓ તેને બચાવવા પહોંચ્યા ત્યારે તેઓ ભાગી ગયા હતા.
આ ઘટના ત્યારે બની જ્યારે સંતોખ અમૃતસરથી બ્યાસ જતા જંડિયાલા ગુરુ વિસ્તારમાં એક ઢાબા પર રોકાયા હતા. પોલીસ રિપોર્ટમાં સંતોખે કહ્યું હતું કે ઢાબા પર હુમલો કર્યો હતો ત્યારે તેના બંદૂકધારીઓ ટોયલેટનો ઉપયોગ કરી શકે તે માટે ત્યાં રોકાયા હતા. બે બાઈક સવાર તેમની કાર પાસે આવ્યા અને તેઓએ ફાયરિંગ શરૂ કર્યું. દેખીતી રીતે ચાર ગોળી તેની કારને વાગી અને જ્યારે સંતોખના બંદૂકધારીઓ તેને બચાવવા દોડી ગયા, ત્યારે હુમલાખોરો ઝડપથી ભાગી ગયા.
શહેનાઝ ગીલના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો શહેનાઝ ગિલ સલમાન ખાનની ‘કભી ઈદ કભી દિવાલી’ સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરશે, જે હવે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ તરીકે ઓળખાય છે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થશે. આ સિવાય તે સાજિદ નડિયાદવાલાની ફિલ્મ ‘100%’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, નોરા ફતેહી અને રિતેશ દેશમુખ પણ મુખ્ય ભૂમિકામાં છે અને આવતા વર્ષે દિવાળી પર થિયેટરોમાં આવશે.