શાહિદ કપૂરની બહેન સનાહે તેના લગ્નની તસવીરો કરી શેયર, અભિનેતાએ લખ્યો ઈમોશનલ મેસેજ

શાહિદ કપૂરની બહેન સનાહે તેના લગ્નની તસવીરો કરી શેયર, અભિનેતાએ લખ્યો ઈમોશનલ મેસેજ
Sanah Kapoor & Mayank Pahwa

આ પહેલા ચુડા સેરેમનીના ફોટોઝ સામે આવ્યા હતા જેમાં શાહિદ, મીરા સાથે તેમની દીકરી મીશા પણ સાથે જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે સનાહે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ભાઈ શાહિદ કપૂર સાથે શાનદાર ફિલ્મમાં પણ જોવા મળી હતી.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Mar 03, 2022 | 6:08 PM

શાહિદ કપૂરની (Shahid Kapoor) બહેન સનાહ કપૂરે (Sanah Kapoor) મનોજ અને સીમા પાહવાના પુત્ર મયંક પાહવા (Mayank Pahwa) સાથે લગ્ન કર્યા છે. આ લગ્નમાં માત્ર તેમના પરિવારના સભ્યો જ સામેલ થયા હતા. શાહિદ પત્ની મીરા અને બંને બાળકો સાથે બહેનના લગ્નમાં પહોંચ્યો હતો. શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત (Meera Rajput Kapoor)એ બોલિવૂડના હોટેસ્ટ કપલમાંના એક ગણાય છે. તે બંને અવારનવાર તેમના સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તસવીરો શેર કરતા રહે છે.

શાહિદ કપૂરની બહેન સનાહ કપૂર ગઈકાલે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. શાહિદે તેના સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરીને લખ્યું છે – ”સનાહ, સમય કેવી રીતે પસાર થાય છે. ખબર નથી પડતી. મારી નાની બિટ્ટુ આજે દુલ્હન બની ગઈ છે. ટૂંક સમયમાં જ મારી બેબી બહેન મોટી થઈ ગઈ છે. જીવનના સુંદર અધ્યાયની ભાવનાત્મક શરૂઆત. સનાહ અને મયંક તમે હંમેશા ખુશ રહો.”

મીરા રાજપૂત કપૂર પણ તેની નણંદના લગ્નમાં પહોંચી હતી અને તેણે શાહિદ સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. તમે જોઈએ શકો છો કે બંને એક સાથે આ ફોટોમાં કેટલા પરફેક્ટ લાગી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Sanah Kapur (@sanahkapur15)

સનાહે તેના લગ્નના દિવસે ઘણો સુંદર લહેંગો પસંદ કર્યો હતો. તમે આ તસવીરોમાં જોઈ શકો છો કે તેણીએ રેડ- ઓરેન્જ કલરનો લહેંગો ટર્ક્વોઈશ કલરના દુપટ્ટાની સાથે કેરી કર્યો હતો. જ્યારે મયંકે બ્લેક કલરની શેરવાની પર પસંદ ઉતારી હતી.

Shahid Kapoor's sister Sanah uploads her wedding photos - Actor writes emotional message

Shahid Kapoor at his sister Sanah’s Chuda Ceremony

આ પહેલા ચુડા સેરેમનીના ફોટોઝ સામે આવ્યા હતા, જેમાં શાહિદ, મીરા સાથે તેમની દીકરી મીશા પણ સાથે જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે સનાહે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ભાઈ શાહિદ કપૂર સાથે શાનદાર ફિલ્મમાં પણ જોવા મળી હતી.

કોણ છે મયંક પાહવા?

મયંક પાહવા એક અભિનેતા, દિગ્દર્શક અને લેખક છે જેઓ થિયેટરમાં કામ કરે છે. તેઓ ભીષ્મોત્સવ, અધીર સીકર, શરદ જોશી એક્સપ્રેસ, હેપ્પી બર્થ ડે, વગેરે જેવા નાટકોમાં તેમના કામ માટે જાણીતા છે. તેમણે કોશા, ક્રિકેટ: માય રિલિજન અને વન નાઈટ સ્ટેન્ડ અપ જેવી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું છે.

આ પણ વાંચો – Sunil Grover: બાયપાસ સર્જરી બાદ પહેલીવાર દેખાયા સુનીલ ગ્રોવર, જુઓ કેવી છે અભિનેતાની હાલત 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati