શાહિદ કપૂરનો ખુલાસો, જર્સીના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થતા લેવા પડ્યા હતા 25 ટાંકા

શાહિદે કહ્યું, “મેં આ ફિલ્મ પર કામ કરતા મારા હોઠ ફાડી લીધા હતા. જર્સીની મારી સૌથી મજબૂત યાદગીરી એ હશે કે મેં વિચાર્યું કે હું ફરી પહેલા જેવો દેખાઈશ નહીં." તે ઓફ કેમેરા એક બોલ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી.

શાહિદ કપૂરનો ખુલાસો, જર્સીના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થતા લેવા પડ્યા હતા 25 ટાંકા
Shahid Kapoor

શાહિદ કપૂર (Shahid Kapoor) હાલમાં તેની આગામી ફિલ્મ જર્સીના  (Jersey) પ્રમોશનમાં વ્યસ્ત છે. જ્યારથી તેની ફિલ્મનું ટ્રેલર બહાર આવ્યું છે ત્યારથી તેના ચાહકો તેની ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. શનિવારે સવારે, શાહિદે તેના ચાહકો સાથે વાત કરવા માટે ઇન્સ્ટાગ્રામ લાઇવ (Instagram Live) કર્યું. જ્યાં તેણે તેના ફેન્સના દરેક સવાલના જવાબ (Question Answer) આપ્યા અને સાથે જર્સીના શૂટિંગ દરમિયાનનો અનુભવ પણ શેર કર્યો. આ લાઈવ સેશન દરમિયાન, એક ચાહકના પ્રશ્ન પર, અભિનેતાએ ખુલાસો કર્યો કે જર્સીના શૂટિંગ દરમિયાન તે ખરાબ રીતે ઘાયલ થયો હતો.

શાહિદને તેના ફેન્સે પૂછ્યું હતું કે જર્સીના શૂટિંગ દરમિયાન ટ્રેનિંગનો અનુભવ કેવો રહ્યો. આ બાબતે શહીદે ખુલાસો કર્યો કે તેની સાથે ટ્રેનિંગ દરમિયાન એક ખરાબ ઘટના બની હતી. તેના હોઠ પર ઈજા થઈ હતી, જેના કારણે તેને લગભગ 25 ટાંકા લેવા પડ્યા હતા. શાહિદે તેની સામે ફેન્સની તે ઈજા પણ બતાવી. શાહિદે આ ફિલ્મના ટ્રેનિંગ સેશન દરમિયાન જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે તેના ફેન્સ સાથે શેર કરી હતી.

પોતાની ઈજા વિશે વાત કરતા શાહિદે કહ્યું, “મેં આ ફિલ્મ પર કામ કરતા મારા હોઠ ફાડી લીધા હતા. જર્સીની મારી સૌથી મજબૂત યાદગીરી એ હશે કે મેં વિચાર્યું કે હું ફરી પહેલા જેવો દેખાઈશ નહીં.” તે ઓફ કેમેરા એક બોલ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી.

અભિનેતાએ વધુમાં ઉમેર્યું હતું કે, “બોલે મારા નીચલા હોઠને કાપી નાખ્યો અને તેના કારણે અમારે બે મહિના માટે શૂટિંગ બંધ કરવું પડ્યું હતું. મને લગભગ 25 ટાંકા લેવા પડ્યા. મારા હોઠને સામાન્ય લાગવા માટે ખરેખર ત્રણ મહિના લાગ્યા – તે હજી પણ સામાન્ય લાગતા નથી. મારા હોઠ પર એક ભાગ છે જે મને લાગે છે કે મરી ગયો છે. હું તેને હલાવી શકતો નથી. મેં આ ફિલ્મ માટે મારું લોહી આપ્યું છે.”

શાહિદ તેલુગુ ફિલ્મ જર્સીની રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહિદની સાથે મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર લીડ રોલમાં છે. મૂળ ફિલ્મના દિગ્દર્શક ગૌતમ તિન્નાનુરી આ ફિલ્મ કરી રહ્યા છે. આ ફિલ્મ 31 ડિસેમ્બર 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં શાહિદના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો – શિયાળામાં નાહવા માટે પ્રેરણા જોઇએ છે ? જુઓ આ પોપટને જે જાતે જ નળ ચાલુ કરી નહાઈ રહ્યો છે

આ પણ વાંચો –

Bhakti: શ્રીમદ્ ભાગવતમાં પણ રામજન્મની કથાનું વર્ણન, જાણો ઇક્ષ્વાકુ વંશમાં શા માટે થયું શ્રીરામનું પ્રાગટ્ય ?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati