
કરોડો ચાહકોના દિલ પર રાજ કરનાર શાહરૂખ ખાન પોતાના ચાહકોના દિલ કેવી રીતે જીતવા તે સારી રીતે જાણે છે. બેક-ટુ-બેક બ્લોકબસ્ટર ફિલ્મો આપીને શાહરૂખે સાબિત કરી દીધું છે કે હિન્દી સિનેમાનો અસલી રાજા કોણ છે. પઠાણ સાથે તોફાની વાપસી કર્યા બાદ શાહરૂખ ખાને જવાન સાથે ધૂમ મચાવી છે. આ ફિલ્મે હિન્દી સિનેમાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. શાહરૂખ ખાનની જવાન બોક્સ ઓફિસ પર કમાલ કમાણી કરી રહી છે.
રિલીઝના 13 દિવસમાં જ ફિલ્મે 500 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે.આ ફિલ્મે સૌથી ઝડપી સમયમાં વિશ્વભરમાં 800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. છે. હવે શાહરૂખ ખાન સામે પોતાની જ ફિલ્મ પઠાણનો રેકોર્ડ તોડવાનો પડકાર છે. જાણો શાહરૂખ ખાનના પઠાણનો આ રેકોર્ડ જવાન તોડી શકશે કે કેમ.
આ પણ વાંચો : Fukrey 3 Box Office Collection Day 5: ફુકરે 3એ ગાંધી જયંતિ પર ધૂમ મચાવી, 5 દિવસમાં અડધી સદી ફટકારી
જવાને તેની રિલીઝના 13માં દિવસે ભારતમાં 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. 13મા દિવસે બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો જવાને લગભગ 14 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, નયનતારા અને વિજય સેતુપતિની મહત્વની ભૂમિકા છે. જવાનનું વિદેશમાં કલેક્શન 290 કરોડને પાર કરી ગયું છે
હવે શાહરૂખ ખાનનો પોતાનો રેકોર્ડ છે જે જવાને તોડવો પડશે. શાહરૂખ ખાનની પઠાણ આ વર્ષની સૌથી મોટી ફિલ્મ છે. પઠાણે ભારતમાં 543.09 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને એકલા હિન્દીમાં પઠાણનું કલેક્શન 524.53 કરોડ રૂપિયા હતું.
શાહરૂખ ખાનના જવાને બમ્પર ઓપનિંગ કરીને ખાતું ખોલાવ્યું હતું. જવાને બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું અને તેની રિલીઝના માત્ર 4 દિવસમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો. જવાન ફિલ્મ આવતાની સાથે જ તેણે સની દેઓલની ગદર 2ને બાજુ પર મૂકી દીધી, શાહરુખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થઈ ત્યારથી ચાહકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Published On - 11:32 am, Wed, 20 September 23