17 વર્ષ બાદ શાહરુખ ખાનની ફિલ્મ ચક દે ઈન્ડિયા વિવાદમાં આવી, જાણો આની પાછળ શું છે કારણ
નેટફ્લિક્સ પર અનુભવ સિંહાની વેબ સિરીઝ IC 814 રિલીઝ થઈ છે. આ વેબ સિરીઝ રિલીઝ થતાંની સાથે જ વિવાદોમાં આવી હતી. તેની પાછળ કારણ આતંકવાદીઓના નામ પર હતો. તો બોલિવુડની વધુ એક ફિલ્મ 17 વર્ષ બાદ વિવાદોમાં આવી છે તેની પાછળ શું કારણ છે, તે ચાલો જોઈએ.
તમે બધાએ બોલિવુડની ચક દે ઈન્ડિયા ફિલ્મ તો જોઈ હશે. 17 વર્ષ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મ ખુબ જ હિટ રહી હતી. આજે પણ ચાહકો આ ફિલ્મને જોવાની પસંદ કરે છે. પરંતુ તમને આ ફિલ્મ વિશે એક સત્ય જણાવીએ. જે જાણી તમે પણ ચોંકી જશો, અને કહેશો સાચી વાત છે.વર્ષ 2007માં એક બોલિવુડ ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ રીલિઝ થઈ જેનો હીરો ‘શાહરુખ ખાન’ હતો.ફિલ્મમાં તેનું નામ ‘કબીર ખાન’ હતું અને આ ફિલ્મમાં તે હોકીનો કોચ બન્યો હતો.આ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ હતી, સમગ્ર ફિલ્મમાં હીરોને ‘મુસ્લિમ’ હોવાના કારણે દેશભક્ત બનતા’ બતાવવામાં આવ્યો હતો.
આતંકવાદીઓના નામ પર વિવાદ
વાસ્તવિક પાત્ર જેના પર આ ફિલ્મ આધારિત છે તે હોકી ખેલાડીનું નામ મીર રંજન નેગી છે જે એક હિંદુ છે.હવે સવાલ એ છે કે આ પાત્રને ફિલ્મમાં મુસ્લિમ કેમ દેખાડવામાં આવ્યો હતો. આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા પર એ વાતને લઈને છે કે, જો વેબ સિરીઝ IC 814 ધ કંધાર હાઈજેકમાં આતંકવાદીઓના નામ હિન્દુ નામ પર રાખવામાં આવ્યા છે. જેમાં આતંકવાદીઓના નામ શંકર અને ભોલા રાખવામાં આવ્યા છે. જેના કારણે હોબાળો મચી ગયો હતો. જો ખરાબ કામ દેખાડવું હોય તો હિન્દુઓના નામ રાખવાના તેમજ કોઈ સારું કામ દેખાડવાનું હોય તો તેના પાત્રને મુસ્લિમ દેખાડવાના.
A film that continues to give us a rush of multiple emotions. An inspiring journey that instills us with nothing but pride. #15YearsOfChakDeIndia pic.twitter.com/DenYQwTQf1
— Yash Raj Films (@yrf) August 10, 2022
17 વર્ષ બાદ ચક દે ઈન્ડિયા વિવાદમાં
ચક દે ઈન્ડિયામાં જેના પર ફિલ્મ બનાવવામાં આવી છે. તેના નામનો ઉલ્લેખતો ન કરવામાં આવ્યો પરંતુ મુસ્લિમ વ્યક્તિનું નામ રાખવામાં આવ્યું હતુ. હવે સોશિયલ મીડિયા પર એ ચર્ચા થઈ રહી છે કે,શું જાણી જોઈને આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. શું ઈતિહાસ તેમજ ફિલ્મોના માધ્યમથી વામપંથીઓ રમત રમી રહ્યા છે.
નેટ્ફ્લિકસની વેબ સિરીઝ IC 814 ધ કંધાર હાઈજેકમાં આતંકવાદીઓના નામ શંકર અને ભોલા રાખવામાં આવ્યા હતા. જેના કારણે હોબાળો મચ્યો હતો.
View this post on Instagram
કેન્દ્ર સરકારે નેટફ્લિક્સના કન્ટેટ હેડને સમન્સ પાઠવીને બોલાવ્યા હતા. તેમણે સુચના અને પ્રસારણ મંત્રાલયમાં જણાવ્યું હતું કે, હવે આ વેબ સિરીઝમાં હાઈજેકર્સના સાચા નામ ડિસક્લેઈમરમાં દેખાડવામાં આવશે.