Tribute: સરફરાઝ ખાને પંજાબી સિંગર-રેપર સિદ્ધુ મૂસેવાલાને આપી ઈમોશનલ ટ્રિબ્યુટ, જુઓ વીડિયો

થોડા દિવસો પહેલા અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગ પર સિદ્ધુ મૂસેવાલાના (Sidhu Moose Wala) ગીતો પણ વગાડવામાં આવ્યા હતા અને તેને ટ્રિબ્યુટ આપવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ફેન્સ ત્યાં ભેગાં થયા હતા.

Tribute: સરફરાઝ ખાને પંજાબી સિંગર-રેપર સિદ્ધુ મૂસેવાલાને આપી ઈમોશનલ ટ્રિબ્યુટ, જુઓ વીડિયો
Sarfaraz-Khan-Given-An-Emotional-Tribute-To-Sidhu-Moose-Wala
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 7:00 PM

પંજાબી સિંગર-રેપર સિદ્ધુ મૂસેવાલાના (Sidhu Moose Wala) ફેન્સની કોઈ કમી નથી. લોકો માત્ર તેમના ગીતોને જ પસંદ નથી કરતા પરંતુ લોકો તેમના વ્યક્તિત્વથી પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા. તે હવે આ દુનિયામાં નથી, પરંતુ તેની કમી હજુ પણ લોકોને ખૂબ જ લાગી રહી છે. હાલમાં જ રણજી ટ્રોફીમાં પરર્ફોર્મ કરતી વખતે ક્રિકેટર સરફરાઝ ખાને (Sarfaraz Khan) સિદ્ધુ મુસેવાલાને પોતાના અંદાજમાં સ્ટેડિયમની વચ્ચે ઈમોશનલ ટ્રિબ્યુટ આપી હતી. ભાગ્યે જ કોઈએ તેમને આવી ઈમોશનલ ટ્રિબ્યુટ આપી હશે. આ ટ્રિબ્યુટ તેણે ફાઈનલ મેચમાં શાનદાર પરર્ફોર્મ કર્યા બાદ આપી હતી.

સરફરાઝ ખાને મૂસેવાલાને તેના જ સિગ્નેચર સ્ટેપથી આપી શ્રદ્ધાંજલિ

સરફરાઝ ખાન રણજી ટ્રોફીમાં શાનદાર રન બનાવી રહ્યો છે અને હવે સિલેક્ટર્સ તેની અવગણના કરી શકશે નહીં. ગુરુવારે રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં સરફરાઝ ખાને 8મી ઈનિંગ્સમાં સિઝનની ચોથી સદી ફટકારી હતી. સરફરાઝની આ ઈનિંગ 243 બોલમાં 55ની સ્ટ્રાઈક રેટથી જેમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગા પણ સામેલ હતા. જેના કારણે મુંબઈને પ્રથમ દાવમાં કુલ 374 રન બનાવવામાં મદદ મળી હતી. આ દરમિયાન સરફરાઝ ખાને સદી ફટકારતા જ ભાવુક થઈ ગયો હતો. તેણે તરત જ હેલ્મેટ ઉતારી દીધું અને બેટ હવામાં ઉછાળતા તે ભાવુક થઈ ગયો. આ ઈનિંગ માટે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા લોકોએ જોરદાર તાળીઓ પાડી હતી. સરફરાઝ ખાન આ ઈનિંગ પછી રડી પડ્યો હતો અને અંતે સિદ્ધુ મૂસેવાલાના સિગ્નેચર સ્ટેપ ‘થપ્પી’ને ફેમસ પંજાબી સિંગરને ટ્રિબ્યુટ રૂપે કર્યું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

તમે રણજી ફાઈનલમાં સરફરાઝ ખાનનો ઈમોશનલ વીડિયો જોઈ શકો છો

પોતપોતાની રીતે અનેક લોકોએ મૂસેવાલાને આપી ટ્રિબ્યુટ

29 મેના રોજ પોતાના ગામ માનસા જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેમની ગોળીઓથી ઘા કરીને હત્યા કરી દીધી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. મૂસેવાલાની હત્યા બાદ તેનો પરિવાર હજુ આ દુ:ખમાંથી બહાર આવી શક્યો નથી. લોકો પોતપોતાની રીતે તેમને ટ્રિબ્યુટ આપી રહ્યા છે. થોડા દિવસો પહેલા અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગ પર સિદ્ધુ મૂસેવાલાના ગીતો પણ વગાડવામાં આવ્યા હતા અને તેને ટ્રિબ્યુટ આપવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ફેન્સ ત્યાં ભેગા થયા હતા. આ સિવાય વેન્કૂવરમાં એક મ્યુઝિક કોન્સર્ટમાં પરફોર્મ કરતી વખતે દિલજીત દોસાંઝે પણ સિદ્ધુ મૂસેવાલા માટે ગીત ગાયું હતું અને ગીતો દ્વારા તેને ટ્રિબ્યુટ આપી હતી.

જમણા હાથના બેટ્સમેન સરફરાઝ ખાને સૌરાષ્ટ્ર સામે 275 રન બનાયા હતા, ક્વાર્ટર ફાઈનલમાં ઉત્તરાખંડ સામે 153 રન બનાયા હતા, ફાઈનલમાં એક સદી ફટકાર્યા પહેલા ઓડિશા સામે 165 રન બનાવ્યા હતા. તેની સાથે જ સરફરાઝ ખાને 2019/20 રણજી ટ્રોફી સીઝનમાં પોતાની રન ટેલીને પણ પાછળ છોડી દીધી, જ્યારે તેણે 9 ઈનિંગમાં 928 રન બનાવ્યા, જેમાં તેના કરિયરનો સર્વશ્રેષ્ઠ 301* સામેલ છે અને તે પણ 154ની આશ્ચર્યજનક સરેરાશથી રન બનાવ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">