સારા અલી ખાને કર્યું એવું કામ, ફેન્સ જોઈને થઈ ગયા હેરાન, જુઓ વીડિયો
સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સારા અલી ખાન (Sara Ali Khan) સિક્યોરિટી ગાર્ડને ખોટી જગ્યાએ સ્પર્શ કરતી જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર ઘણી વખત સ્ટાર્સના આવા વીડિયો વાયરલ થઈ જાય છે જેને જોઈને તેમના ફેન્સ પણ વીડિયો જોઈને હેરાન થઈ જાય છે. પટૌડી પરિવારની પૌત્રી સારા અલી ખાનનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સારા અલી ખાન (Sara Ali Khan) તેના મિત્રની મદદથી ડગમગતી અને ચાલતી જોવા મળે છે. આ દરમિયાન એક્ટ્રેસ રેસ્ટોરન્ટમાં એન્ટ્રીની કરતા સાથે જ ગેટ પર ઉભેલા સિક્યોરિટી ગાર્ડને ખોટી જગ્યાએ સ્પર્શ કરતી જોવા મળે છે. સારા અલી ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
અહીં જુઓ સારાનો વાયરલ વીડિયો
Pple ask why are v running this #BoycottBollywood Movement… Here is another reason: The druggywood is spoiling our future generations as they continue 2 follow pple like @SaraAliKhan who r always found sloshed or high on something. Evidence @narcoticsbureau @dg_ncb @MumbaiNcb pic.twitter.com/zH9HCPtFcf
— Varun Kapur 🇮🇳 🇺🇲 (@varunkapurz) September 17, 2022
નશામાં ધૂત જોવા મળી હતી સારા
આ વીડિયોમાં સારા અલી ખાને ડેનિમ જમ્પસૂટ પહેર્યો છે અને તેની મિત્ર સફેદ ટોપ સાથે ડેનિમ જીન્સમાં જોવા મળી હતી. સારાએ પાપારાઝીને જોતાની સાથે જ તેમને હેલો કહ્યુ, પરંતુ સારાના ડગમગતા પગલાં અને તેના મિત્રના ટેકાથી ચાલવું એ સૂચવે છે કે એક્ટ્રેસ નશામાં છે.
રેસ્ટોરન્ટમાં એન્ટ્રી કરતા સાથે જ ખોટી જગ્યાએ કર્યો સ્પર્શ
આ વીડિયોમાં તમે જોઈ શકો છે કે સારા અલી ખાન તેના મિત્ર સાથે રેસ્ટોરન્ટમાં પ્રવેશી રહી છે. રેસ્ટોરન્ટના ગેટ પર સિક્યુરિટી ગાર્ડ ઊભો છે. એક્ટ્રેસ પ્રવેશતાની સાથે જ એક્ટ્રેસનો હાથ સિક્યોરિટી ગાર્ડને ખોટી જગ્યાએ સ્પર્શ કરે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાની સાથે જ લોકો એક્ટ્રેસને તેની હાલત અને ખોટી જગ્યાએ સ્પર્શ કરવા બદલ ટ્રોલ કરી રહ્યા છે.
સારાનો આ વીડિયો વાયરલ થતા જ તે લોકોના નિશાના પર આવી ગઈ હતી. ઘણા લોકો સારાને આ કૃત્ય માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકોનું કહેવું છે કે તે ભૂલથી થઈ ગયું હશે, વીડિયો જોયા પછી એવું નથી લાગતું કે સારાએ જાણી જોઈને આવું કર્યું છે.