સારા અલી ખાનના બોડીગાર્ડે કેમેરામેનને ધક્કો માર્યો, જુઓ આ પછી અભિનેત્રીએ શું કર્યું

સારા અલી ખાનની ખાસ વાત એ છે કે જ્યારે પણ તે ફોટોગ્રાફર્સને મળે છે અથવા કોઈ ઈવેન્ટમાં જાય છે, ત્યારે તે બધાનું અભિવાદન ચોક્કસ કરે છે. તેના ચહેરા પર હંમેશા મોટું સ્મિત હોય છે.

સારા અલી ખાનના બોડીગાર્ડે કેમેરામેનને ધક્કો માર્યો, જુઓ આ પછી અભિનેત્રીએ શું કર્યું
Sara ali khan

સારા અલી ખાન (Sara Ali Khan) બોલિવૂડની યુવા, પ્રતિભાશાળી અને ઉમદા દિલની એક્ટ્રેસ પૈકી એક છે. તે જ્યાં પણ જાય છે, તે તેના વર્તનથી દરેકનું દિલ જીતી લે છે. હવે સોમવારે સારા તેની આગામી ફિલ્મ અતરંગી રેના (Atrangi Re) ગીત ચકા ચકના (Chaka Chak) રિલીઝ ઈવેન્ટમાં ગઈ હતી. આ ઈવેન્ટમાં સારાએ સફેદ કુર્તો અને શરારા પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યાં સારાએ પણ ખૂબ ડાન્સ કર્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

જો કે એક વીડિયો છે જે સૌથી વધુ વાયરલ થઈ રહ્યો છે. સારાએ આ વીડિયોમાં જે કર્યું તે જોઈને દરેક તેના વખાણ કરી રહ્યા છે. ખરેખર જ્યારે સારા ઈવેન્ટમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે તેના એક બોડીગાર્ડે કેમેરામેનને ધક્કો માર્યો હતો. આ જોઈને સારાને ખૂબ જ ખરાબ લાગ્યું અને તેણે માફી માંગી હતી.

સારા તેના બોડીગાર્ડને કહે છે, ‘સોરી બોલો પ્લીઝ. તમે કોઈ ધક્કા-મુક્કી ના કરો. તમને આમ કરવાનો કોઈ અધિકાર નથી. વાંધો નહીં.’ આ પછી સારા કેમેરામેનને સોરી કહે છે.

સારાનો આ વીડિયો વાયરલ થયા બાદ દરેક વ્યક્તિ એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે. બધા જ કોમેન્ટ કરી રહ્યા છે કે સારાનું દિલ એકદમ સાફ છે. તો કોઈ કહે છે કે તે વાસ્તવિક રીતે મહાન વ્યક્તિ છે.

ચકા ચક ગીત સારાના ગીત ચકા ચક વિશે વાત કરીએ તો તેમાં સારા સાથે ધનુષ જોવા મળશે. ગીતમાં તમે જોશો કે ધનુષના લગ્નનું ફંક્શન ચાલી રહ્યું છે અને અભિનેત્રી તેમાં ડાન્સ કરી રહી છે. આ ગીત શ્રેયા ઘોષાલે ગાયું છે. સંગીત એઆર રહેમાને આપ્યું છે અને ગીતો ઇર્શાદ કામિલ દ્વારા લખવામાં આવ્યા છે.

આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાય કરી રહ્યા છે અને તેમાં સારા, ધનુષની સાથે અક્ષય કુમાર પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા હિમાંશુ શર્મા દ્વારા લખવામાં આવી છે અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ ડિઝની હોટ સ્ટાર પર 24 ડિસેમ્બરે રિલીઝ થશે.

થોડા દિવસ પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેને સારો રિસ્પોન્સ મળ્યો હતો. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે રિંકુ (સારા) અને વિષ્ણુ (ધનુષ)એ બળજબરીથી લગ્ન કર્યા છે અને બંને આ લગ્નથી ખુશ નથી. આ પછી બંને લગ્ન તોડવાનો પ્લાન બનાવે છે. રિંકુ જે પહેલેથી જ સજાદ (અક્ષય કુમાર)ના પ્રેમમાં છે તેને મળવા જાય છે. સજાદ પછી વિષ્ણુ પણ રિંકુના પ્રેમમાં પડે છે. બીજી તરફ, સજ્જાદના પ્રેમમાં રહેલી રિંકુ પણ વિષ્ણુને છોડવા માંગતી નથી. હવે રિંકુ આખરે કોની પાસે જશે તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.

આ પણ વાંચો : Radhe shyam : ફિલ્મ ‘રાધે શ્યામ’નું નવું ગીત 1 ડિસેમ્બરે થશે રિલીઝ, પ્રોમો થયો રિલીઝ

આ પણ વાંચો : શેરશાહના એક્ટરનું છલકાઈ ઉઠયું દર્દ, કહ્યું કે- મેં મારી પહેલી ફિલ્મ બાદ ઘણા ઉતાર-ચડાવ જોયા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati