Sanjay Dutt Birthday : સંજય દત્તની પહેલી જ ફિલ્મ ‘રોકી’ સુપરહિટ રહી હતી, વિવાદો સાથે પણ સંજુ બાબા ધરાવે છે ઊંડો સંબંધ

સંજય દત્તે (Sanjay Dutt) બાળ કલાકાર તરીકે 1972માં આવેલી ફિલ્મ 'રેશ્મા ઔર શેરા'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે કવ્વાલી ગાયકના રોલમાં જોવા મળ્યો હતો.

Sanjay Dutt Birthday : સંજય દત્તની પહેલી જ ફિલ્મ 'રોકી' સુપરહિટ રહી હતી, વિવાદો સાથે પણ સંજુ બાબા ધરાવે છે ઊંડો સંબંધ
Sanjay Dutt Birthday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 9:59 AM

લોકો પ્રેમથી સંજય દત્તને (Sanjay Dutt) સંજુ બાબા, ડેડલી દત્ત અને મુન્નાભાઈ (Munnabhai MBBS) કહીને બોલાવે છે. તેઓ તેમના ઉત્કૃષ્ટ અભિનય માટે જાણીતા છે પરંતુ વિવાદો સાથે પણ તેમનો ગાઢ સંબંધ રહ્યો છે. સંજય દત્ત માત્ર એક નામ નથી પણ આખું પ્રકરણ છે, જે ખૂબ જ બારીકાઈથી લખાયેલું છે. સંજય દત્તના જીવનના આવા ઘણા પાસાઓ છે, જેમાંથી કેટલાકને લોકો જાણે છે અને કશું જાણતા નથી. સંજય દત્ત હવે 62 વર્ષનો થઈ ગયો છે. આજે તે પોતાનો જન્મદિવસ (Sanjay Dutt Birthday) ઉજવી રહ્યો છે.

સંજય દત્ત પર હથિયાર રાખવાનો હતો આરોપ

સંજય દત્તે માત્ર ફિલ્મોમાં જ હાથ અને નસીબ અજમાવ્યું નથી, પરંતુ તેણે રાજકારણમાં પણ હાથ અજમાવ્યો છે. તે 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોના કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. તેના પર આરોપ હતો કે, તે દરમિયાન તેણે પોતાના સ્વબચાવ માટે ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયારો રાખ્યા હતા. સંજય દત્તે દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે, પછી તે રોમેન્ટિક હોય, કોમેડી હોય, થ્રિલર હોય, એક્શન ફિલ્મો હોય કે પછી ગંભીર ભૂમિકાવાળી ફિલ્મ હોય. આ તમામ ફિલ્મોમાં તેણે પોતાની એક્ટિંગને જબરદસ્ત પુરવાર કરી છે. જો કે, કરિયરના શરૂઆતના દિવસોમાં તેણે એક્ટિંગ પર બહુ ધ્યાન આપ્યું ન હતું.

29 જુલાઈ 1959ના રોજ થયો હતો સંજય દત્તનો જન્મ

સંજય દત્તનો જન્મ 29 જુલાઈ 1959ના રોજ મુંબઈમાં પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સુનીલ દત્ત અને નરગીસને ત્યાં થયો હતો. સંજય દત્તને બે બહેનો પ્રિયા દત્ત અને નમ્રતા દત્ત છે. સંજયનું નામ ઉર્દૂ ભાષાના મેગેઝિન શમામાંથી લેવામાં આવ્યું હતું. સંજય દત્તની ડેબ્યૂ ફિલ્મના પ્રીમિયરના થોડા દિવસો પહેલા 1981માં તેની માતા નરગીસ દત્તનું અવસાન થયું હતું. જો કે, સંજય દત્તે બાળ કલાકાર તરીકે 1972માં આવેલી ફિલ્મ રેશ્મા ઔર શેરાથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે કવ્વાલી ગાયકના રોલમાં જોવા મળ્યો હતો. સંજય દત્તના પિતા સુનીલ દત્ત આ ફિલ્મના હીરો હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રિચા શર્મા સાથે થયા હતા સંજય દત્તના પહેલા લગ્ન

સંજય દત્તના પહેલા લગ્ન રિચા શર્મા સાથે થયા હતા પરંતુ 1996માં બ્રેઈન ટ્યુમરના કારણે તેમનું અવસાન થયું હતું. આ લગ્નથી તેમને ત્રિશાલા નામની પુત્રી હતી. ત્રિશાલા તેના દાદા-દાદા સાથે અમેરિકામાં રહે છે. આ પછી સંજય દત્તે રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા પરંતુ કોઈ કારણસર તેમની સાથે છૂટાછેડા થઈ ગયા અને પછી વર્ષ 2008માં સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા અને 21 ઓક્ટોબર 2010ના રોજ તેઓ જોડિયા બાળકોના પિતા બન્યા. તેમના પુત્રનું નામ શાહરાન અને પુત્રીનું નામ ઇકરા છે.

સંજયનું નામ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં આવ્યું હતું

સંજય દત્તની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના કારણે તેમને ઘણી વખત જેલમાં રહેવું પડ્યું હતું. આ કારણે તેને તેની ફિલ્મી કરિયરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સંજય દત્તની પહેલી ફિલ્મ ‘રોકી’ હતી, જે સુપરહિટ રહી હતી. આ ફિલ્મ પછી તેણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી જેની યાદી ઘણી લાંબી છે. ઉલ્લેખનીય છે કે, તેમની કેટલીક પસંદ કરેલી ફિલ્મો ખલનાયક, વાસ્તવ અને મુન્નાભાઈ એમબીબીએસ છે. ‘વાસ્તવ’માં તેમની ભૂમિકા માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

ડ્રગ્સનો ઉપયોગ કરતો હતો સંજય દત્ત

આ સિવાય સંજય દત્ત વિશે લગભગ બધા જાણે છે કે તે ડ્રગ એડિક્ટ હતો. જો કે તેણે પાછળથી ડ્રગ્સ લેવાનું બંધ કરી દીધું હતું, પરંતુ તેનાથી તેને ઘણું નુકસાન પણ થયું હતું, જેનો ઉલ્લેખ તેણે ઘણી વખત તેના ઇન્ટરવ્યુ દરમિયાન પણ કર્યો છે.

તાજેતરમાં કેન્સર હોવાનું થયું હતું નિદાન

બોલિવૂડ ન્યૂઝ અનુસાર, વર્ષ 2020માં સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, જેના પછી તેને મુંબઈની જ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને ફેફસાના કેન્સરનું નિદાન થયું હતું. સંજય દત્તનું આ કેન્સર ત્રીજા સ્ટેજ પર હતું. બાદમાં એવું પણ જાણવા મળ્યું કે તે ત્રીજા સ્ટેજ પર નહીં પણ ચોથા સ્ટેજ પર છે. જો કે આ દરમિયાન તેણે કોઈને જાણ કર્યા વિના ફિલ્મ ‘શમશેરા’નું શૂટિંગ પૂરું કર્યું હતું.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">