સંજય દત્ત અને અરશદ વારસી રાજકુમાર હિરાણી સાથે જોવા મળ્યા, બનાવવા જઈ રહ્યા છે Munna Bhai 3?

Munna Bhai 3: મુન્ના અને સર્કિટની જોડી ફરી એકવાર પડદા પર જોવા માટે ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સંજય દત્ત અને અરશદ વારસી ફરી એકવાર સાથે જોવા મળ્યા છે. વાયરલ વીડિયોએ ચાહકોની અપેક્ષાઓ વધારી દીધી છે.

સંજય દત્ત અને અરશદ વારસી રાજકુમાર હિરાણી સાથે જોવા મળ્યા, બનાવવા જઈ રહ્યા છે Munna Bhai 3?
| Edited By: | Updated on: Sep 15, 2023 | 10:24 AM

બોલિવૂડ એક્ટર સંજય દત્ત (sanjay dutt) અને અરશદ વારસીને એકસાથે જોવું એ ફેન્સ માટે કોઈ ગુડ ન્યુઝથી ઓછું નથી. મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મથી આ જોડી લોકોની ફેવરિટ છે. મુન્નાભાઈ અને સર્કિટની કોમેડી જોઈને ચાહકો પોતાનું હસવાનું રોકી શકતા નથી. દિગ્દર્શક રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે લોકોના મન પર ઊંડી છાપ છોડી હતી. આ એક બ્લોકબસ્ટર કોમેડી-ડ્રામા ફિલ્મ હતી.

આ પણ વાંચો : કલર્સ ટીવીએ બિગ બોસ શોનો પ્રોમો વીડિયો રિલીઝ કર્યો

જે લોકો મુન્નાભાઈ અને સર્કિટને ફરી એકસાથે જોવા માંગતા હતા તેમના માટે એક સારા સમાચાર છે કારણ કે આ જોડી ફરી એકવાર રાજકુમાર હિરાણી સાથે કામ કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સંજય દત્ત મુન્નાભાઈ ગેટઅપમાં જોવા મળી રહ્યા છે. સંજય દત્ત ડિરેક્ટર સાથે હોસ્પિટલના સેટ પર પ્રવેશે છે. ત્યારે અરશદ વારસી પાછળથી સર્કિટ લુકમાં આવે છે.

 

 

રાજકુમાર હિરાણી જોડીને જોઈને હસતા જોવા મળ્યા

અરશદ અને સંજય એકબીજાને ગળે લગાવે છે અને કહે છે કે અમે પાછા આવી ગયા છીએ. રાજકુમાર હિરાણી તેમની મુલાકાતને જોઈને હસતા જોવા મળે છે. બેકગ્રાઉન્ડ જોતાં એવું લાગે છે કે કંઈક શૂટિંગ ચાલી રહ્યું છે. આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકોની અપેક્ષાઓ વધી ગઈ છે. લોકો સતત કોમેન્ટ દ્વારા પૂછી રહ્યા છે કે શું મુન્નાભાઈ 3 બની રહી છે. માનવામાં આવે છે કે આ જોડી ફિલ્મના ત્રીજા ભાગ માટે સાથે આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, મુન્નાભાઈ એમબીબીએસ વર્ષ 2003માં આવી હતી. આ ફિલ્મમાં સંજયના પિતા સુનીલ દત્ત સાથે ગ્રેસી સિંહ, બોમન ઈરાની અને જીમી શેરગિલ પણ હતા. લગે રહો મુન્નાભાઇ 2006 માં વિદ્યા બાલન, બોમન ઇરાની, દિયા મિર્ઝા અને દિલીપ પ્રભાવલકર અભિનીત સિક્વલ સાથે પરત ફર્યા. હવે ચાહકો મુન્નાભાઈ 3ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો