નાગા ચૈતન્યથી અલગ થઈને પોતાને આ રીતે વ્યસ્ત રાખી રહી છે સામંથા

સાઉથની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ નાગા ચૈત્યનયથી અલગ થયા બાદ આ રીતે પોતાની જાતને વ્યસ્ત રાખી રહી છે. અભિનેત્રી મિત્રો સાથે પાર્ટીઓથી લઈને બેક ટુ બેક ફિલ્મો સાઈન કરી રહી છે.

નાગા ચૈતન્યથી અલગ થઈને પોતાને આ રીતે વ્યસ્ત રાખી રહી છે સામંથા
Samantha Ruth Prabhu

સાઉથની એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) થોડા સમય પહેલા તેના પતિ નાગા ચૈતન્ય (Naga Chaitanya)થી અલગ થઈ ગઈ હતી. અભિનેત્રી તેના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. અભિનેત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે છૂટાછેડા ખૂબ જ પીડાદાયક પ્રક્રિયા છે. જો કે સામંથા પોતાને વ્યસ્ત રાખવા માટે હાલમાં તેને ખુશ કરતી વસ્તુઓ કરી રહી છે. અભિનેત્રી તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે ટ્રિપ પર જવાથી લઈને બેક ટુ બેક મૂવી સાઈન કરવા અને પાર્ટી કરવા સુધી બધું જ કરી રહી છે.

અભિનેત્રી તાજેતરમાં હૈદરાબાદમાં ડાયરેક્ટર નંદિની રેડ્ડી અને કેટલાક મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રાઈપ્ડ આઉટફિટ પહેર્યો છે. દિવાળી દરમિયાન સામંથા તેમની સૌથી બેસ્ટ ફ્રેન્ડ શિલ્પા રેડ્ડીએ આયોજિત પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીમાં રામ ચરણ અને ઉપાસના કામીનેની દિવાળી પાર્ટીમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા.

ગયા મહિને સામંથા શિલ્પા સાથે ચાર ધામ યાત્રા પર ગઈ હતી અને ત્યાં ઘણી તસ્વીરો શેર કરી હતી. અભિનેત્રીએ તાજેતરમાં બે તમિલ અને તેલુગુમાં ન્યું કમર સાથે સાઈન કરી છે. ડિરેક્ટર હરિ-હરીશ આ ફિલ્મનું નિર્દેશન કરશે.

સામંથા અને નાગા ચૈતન્યની પ્રેમકથા

2014માં સામંથા અને નાગા ચૈતન્યને એકબીજાના Autonagar Suryaના સેટ પર પ્રેમમાં પડ્યા હતા. ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, તેઓએ 2017માં ભવ્ય લગ્ન કર્યા. આ લગ્ન ગોવામાં થયા અને ચાર વર્ષ પછી નાગ અને સામંથાના છૂટાછેડા થઈ ગયા. સામંથા અને નાગા ચૈતન્યએ ચાર વર્ષ પછી તેમના લગ્ન તોડી નાખ્યા. 2 ઓક્ટોબરના રોજ બંનેએ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સને તેમના અલગ થવાની માહિતી આપી હતી.

આ પણ વાંચો :- Tiku Weds Sheru: કંગના રનૌતે શેર કર્યો ફિલ્મનો ફર્સ્ટ લુક, નવાઝુદ્દીનની સામે જોવા મળી અવનીત કૌર

આ પણ વાંચો :- રોહિત શેટ્ટી પાસેથી તેની એક ઈચ્છા પૂરી કરાવવા માંગે છે કેટરીના કૈફ, બધાની સામે કહી આ વાત

  • Follow us on Facebook

Published On - 11:57 pm, Mon, 8 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati