લાંબા સમય બાદ એક્શન મોડમાં જોવા મળ્યો સલમાન ખાન, Kisi Ka Bhai Kisi Ki Jaan નું ટીઝર થયું રીલિઝ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nancy Nayak

Updated on: Jan 25, 2023 | 8:44 PM

સલમાન ખાનની (Salman Khan) અપકમિંગ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નો ટીઝર વીડિયો રિલીઝ થઈ ગયો છે. ક્લિપમાં સલમાન ખાનની એક્શન મોડવાળી સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે. આ સાથે જ સલમાનના ડાયલોગ્સે ફેન્સના દિલ જીતી લીધા છે.

લાંબા સમય બાદ એક્શન મોડમાં જોવા મળ્યો સલમાન ખાન, Kisi Ka Bhai Kisi Ki Jaan નું ટીઝર થયું રીલિઝ
Salman Khan
Image Credit source: Social Media

સલમાન ખાન લાંબા સમય પછી ફિલ્મમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. થોડા સમય પહેલા જ ભાઈજાનની અપકમિંગ ફિલ્મનું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની ઝલકની ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે સલમાન ખાનની આ ફિલ્મને લઈને ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. જે બાદ આખરે તેના ટીઝરે રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ક્લિપમાં સલમાન ખાનનો એક્શન અવતાર જોઈને તમે પણ હેરાન થઈ જશો.

સલમાનની આ ફિલ્મના ટીઝર વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આવામાં હવે ફિલ્મને લઈને ફેન્સનું એક્સાઈમેન્ટ વધી ગયું છે. મંગળવારે 24 જાન્યુઆરીએ સલમાન ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું એક પોસ્ટર શેયર કર્યું. આ સાથે એ પણ જાણકારી પણ આપી છે કે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટીઝર 25 જાન્યુઆરી એટલે કે બુધવારે રિલીઝ થશે.

લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા આ ટીઝરની વાત કરીએ તો સલમાનની આ ફિલ્મના ટીઝરમાં તમે જોઈ શકો છો કે એકદમ સાઉથ ફિલ્મના હીરોના અંદાજમાં જોવા મળી રહ્યો છે. સાઉથ સિનેમાનો ગેટઅપ અને એ જ એક્શન સ્ટાઈલ પણ સલમાન પર ખૂબ જ સારી લાગી રહી છે. સોશિયલ મીડિયા પર સલમાનના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

અહીં જુઓ ટીઝર

રિલીઝની સાથે જ સલમાન ખાનની ફિલ્મના આ ટીઝરને પણ ઘણા વ્યુઝ મળ્યા છે. આના પરથી આ વાતનો અંદાજ લગાવી શકાય છે કે ફેન્સ ફિલ્મને લઈને કેટલા એક્સાઈટેડ હતા. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની સાથે હવે સોશિયલ મીડિયા પર સલમાન ખાનની ફિલ્મનું ટીઝર પણ ધૂમ મચાવી રહ્યું છે.

આ બંને સુપરસ્ટાર્સની ફેન ફોલોઈંગનો અંદાજો લગાવવો લગભગ અશક્ય છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના ટીઝર પરથી અંદાજો લગાવી શકાય છે કે આ ફિલ્મ એક્શન, કોમેડી અને રોમાન્સથી ભરપૂર હશે. તેમજ સલમાનના ડાયલોગ્સે પણ ફેન્સના દિલ જીતી લીધા છે.

આ પણ વાંચો : RRR: Naatu Naatu સોન્ગે ઓસ્કર્સમાં રચ્યો ઈતિહાસ, આ કેટેગરીમાં મળ્યું નોમિનેશન

1 મિનિટ 43 સેકન્ડનું છે પાવરફુલ ટીઝર

1 મિનિટ 43 સેકન્ડના આ ટીઝરમાં સલમાન ખાનની હાઈ-વોલ્ટેજ એક્શન જોઈને દરેક લોકો હેરાન થઈ ગયા છે. ભાઈ જાનનો આ અવતાર જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. તેમજ આ ફિલ્મમાં એક્ટ્રેસ પૂજા હેગડે પહેલીવાર સલમાન સાથે સ્ક્રીન શેયર કરી રહી છે. આ સિવાય સાઉથના સુપરસ્ટાર વેંકટેશ દગ્ગુબાતી પણ જોવા મળશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ફિલ્મ ટ્રેલરને કેટલો જ પ્રેમ મળે છે?

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati