દીકરી સારા અલી ખાનની ‘અતરંગી રે’ જોઈને સૈફ અને અમૃતા સિંહ રડવા લાગ્યા, જાણો કેવી લાગી આ ફિલ્મ

દીકરી સારા અલી ખાનની 'અતરંગી રે' જોઈને સૈફ અને અમૃતા સિંહ રડવા લાગ્યા, જાણો કેવી લાગી આ ફિલ્મ
Sara, Saif and Amrita

સારા અલી ખાનની (Sara Ali Khan) તાજેતરની ફિલ્મ અતરંગી રે રિલીઝ થઈ છે. ફિલ્મને દર્શકો અને સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Dec 28, 2021 | 12:50 PM

સારા અલી ખાનની (Sara Ali Khan) તાજેતરની ફિલ્મ અતરંગી રે રિલીઝ થઈ છે. ફિલ્મને દર્શકો અને સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. હવે સારાએ તાજેતરમાં જણાવ્યું કે તેના માતા-પિતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહ તેમજ તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાને તેની ફિલ્મ જોયા પછી કેવી પ્રતિક્રિયા આપી હતી. સારા કહે છે કે તેની ફિલ્મો જોઈને તેના માતા-પિતા રડી પડ્યા હતા. આ જોઈને તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. હકીકતમાં, ઈન્ડિયા ટુડે સાથે વાત કરતી વખતે, સારાને પૂછવામાં આવ્યું કે, તેના માતા-પિતામાં સૌથી સખત ટીકાકાર કોણ છે. આ અંગે સારાએ કહ્યું કે, અતરંગી રે આ પ્રશ્ન માટે યોગ્ય ફિલ્મ નથી કારણ કે, બંનેએ આ ફિલ્મ અંગે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે.

સારાએ કહ્યું, ‘મારી માતા ખૂબ જ લાગણીશીલ છે અને હંમેશા રહેશે. પરંતુ મારા પિતા મજબૂત છે. પણ મેં બંનેને રડાવ્યા. ફિલ્મ જોયા બાદ બંને ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. જ્યારે તમારા માતાપિતા તમારા પર ગર્વ અનુભવે છે, ત્યારે તમને લાગે છે કે તમે બધું જ હાંસલ કર્યું છે.

સારાએ ભાઈ ઈબ્રાહિમની પ્રતિક્રિયા વિશે પણ જણાવ્યું. તેણે કહ્યું, ‘મારા અને મારા ભાઈ વચ્ચેનું સમીકરણ બહુ ગંભીર નથી, અમે હંમેશા એકબીજા સાથે મસ્તી કરીએ છીએ. હું તેની ગોલુ મોલુ બહેન છું. પરંતુ હવે તે કહે છે કે તેને મારા પર ગર્વ છે. તે આ બધું મને અને અન્ય લોકોને પણ કહે છે. તેથી મને આ બધું સાંભળવું ગમે છે.

શું છે અતરંગી રેની વાર્તા

સારાની ફિલ્મ અતરંગી રે વિશે વાત કરીએ તો, સારાએ રિંકુની ભૂમિકા ભજવી છે જે વિશુ (ધનુષ) સાથે બળજબરીથી લગ્ન કરે છે. બીજી તરફ રિંકુ સજ્જાદ (અક્ષય કુમાર)ના પ્રેમમાં છે. તે આ લગ્ન તોડવાની યોજના ધરાવે છે, પરંતુ પછી ધીમે ધીમે રિંકુ પણ વિશુના પ્રેમમાં પડી જાય છે. તે બંનેને પ્રેમ કરે છે અને તે બંનેને છોડવા માંગતી નથી. હવે આગળ શું થાય છે, તે કોને પસંદ કરશે તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત, ડિઝની પ્લસ હોટસ્ટાર પર 24 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ. આ ફિલ્મ દ્વારા સારાએ પહેલીવાર અક્ષય કુમાર અને ધનુષ સાથે કામ કર્યું છે. બાય ધ વે, અક્ષય અને ધનુષે પણ પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરી છે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મના ત્રણેય પાત્રોને ક્રિટિક્સ અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

આ પણ વાંચો: CLAT 2022 Registration: 1 જાન્યુઆરીથી CLAT માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

આ પણ વાંચો: UPSC Success Story: સતત અનેક નિષ્ફળતાઓ છતાં રાહુલે કરી જોરદાર તૈયારી, આ રીતે બન્યા IAS ટોપર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati