Sai Pallavi: કાશ્મીરી પંડિતોને લઈને આપેલા નિવેદન પર સાઈ પલ્લવીએ તોડ્યું મૌન, વીડિયો શેર કરતા કહ્યું- ‘હું તટસ્થ વ્યક્તિ છું’

હાલમાં જ સાઈ પલ્લવીએ (Sai pallavi) કાશ્મીરી પંડિતોને લઈને પોતાના નિવેદન પર ખુલાસો આપતો એક વીડિયો જાહેર કર્યો છે. અભિનેત્રીએ કહ્યું કે-મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

Sai Pallavi: કાશ્મીરી પંડિતોને લઈને આપેલા નિવેદન પર સાઈ પલ્લવીએ તોડ્યું મૌન, વીડિયો શેર કરતા કહ્યું- 'હું તટસ્થ વ્યક્તિ છું'
Sai Pallavi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 8:20 AM

સાઉથની જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવી (Sai pallavi) આ દિવસોમાં પોતાની ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. અભિનેત્રી તેની આગામી ફિલ્મ ‘વિરાટ પરવમ’ના (virata parvam) પ્રમોશનને લઈને ઈન્ટરવ્યુ કરી રહી છે. આ દરમિયાન સાઈ પલ્લવીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કાશ્મીરી પંડિતો (Kashmiri Pandit) વિશે આવું નિવેદન આપ્યું હતું. જેને લઈને તે ચર્ચામાં આવી હતી. અભિનેત્રીના આ નિવેદને સોશિયલ મીડિયા પર બબાલ મચાવી હતી. જેના માટે સાઈએ હવે પોતાનો ખુલાસો કર્યો છે. તો ચાલો જાણીએ કે સાઈ પલ્લવીએ પોતાના સ્પષ્ટીકરણમાં શું કહ્યું?

કાશ્મીરી પંડિતોના નિવેદનને લઈને ટીકાનો સામનો કરી રહેલી સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવીએ સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન જાહેર કર્યું છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર તેની બાજુ દર્શાવતો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેણે કહ્યું કે-લોકો સામે તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે કાશ્મીરી પંડિતો વિશે જે જવાબ આપ્યો હતો તે ખૂબ જ તટસ્થ હતો. જે બીજી દિશામાં વાળવામાં આવ્યો છે. જેના કારણે તે છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ આઘાતમાં હતી.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

સાઈ પલ્લવીએ તેના વીડિયોમાં આગળ કહ્યું કે-હું પહેલીવાર સોશિયલ મીડિયા પર તમારા બધા સાથે આ રીતે વાત કરી રહી છું. મેં હંમેશા તેના વિશે ખુલીને વાત કરી છે. આ સાથે તેમણે લોકો સમક્ષ પોતાનો પક્ષ અને પોતાનો ખુલાસો મોડેથી રજૂ કરવા બદલ માફી માંગી હતી.

સાઈ પલ્લવીએ કરી સ્પષ્ટતા

વધુમાં તેમના નિવેદનને યોગ્ય દિશા આપતાં સાઈ પલ્લવીએ કહ્યું કે હું ફક્ત ધર્મ વિશે કહેવા માંગતી હતી કે ધર્મના નામે કોઈપણ પ્રકારનો વિવાદ કરવો ખોટું છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર જે ચાલી રહ્યું છે તે જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થાય છે. કારણ કે હું એક તટસ્થ વ્યક્તિ છું. મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે.

અભિનેત્રીનો વીડિયો અહીં જુઓ….

શું હતો સમગ્ર મામલો?

નોંધનીય છે કે આ દિવસોમાં સાઈ પલ્લવી પોતાની ફિલ્મના પ્રમોશનના સંદર્ભમાં ઈન્ટરવ્યુ આપી રહી છે. તાજેતરમાં જ તેણે પોતાના એક ઈન્ટરવ્યુમાં કાશ્મીરી પંડિતો પર થતા અત્યાચાર અને સારવારની સરખામણી મોબ લિંચિંગ સાથે કરી હતી. જેના માટે તેને સોશિયલ મીડિયા પર આકરી નિંદા અને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે અભિનેત્રીએ ટીકાઓ પર પોતાનું મૌન તોડીને પોતાનું નિવેદન જાહેર કર્યું છે.

અભિનેત્રીએ શું કહ્યું?

પોતાના ઈન્ટરવ્યુમાં સાઈ પલ્લવીએ કહ્યું હતું કે ‘કાશ્મીર ફાઇલ્સે બતાવ્યું છે કે તે સમયે કાશ્મીરી પંડિતોની કેવી રીતે હત્યા કરવામાં આવી હતી. જો તમે આ મુદ્દાને ધાર્મિક સંઘર્ષ તરીકે જોશો, તો તમે તેને કેવી રીતે જોશો જ્યારે હાલમાં જ એક મુસ્લિમ પર ગાયોને લઈ જતું વાહન અટકાવીને લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ બંને વચ્ચે ફરક ક્યાં છે? અભિનેત્રીના આ નિવેદને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હતી.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">