અભિનેતા Kamal Haasan નું વાંચો લેટેસ્ટ હેલ્થ અપડેટ,જાણો કયા કારણે ગયા હતા હોસ્પિટલ

અત્યારે અભિનેતા Kamal Haasanની તબિયત ખરાબ હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તેઓ ગઈ કાલે રાત્રે તેઓની હેલ્થ બગડી હોવાના સમાચાર સામે આવ્યા છે.

અભિનેતા Kamal Haasan નું વાંચો લેટેસ્ટ હેલ્થ અપડેટ,જાણો કયા કારણે ગયા હતા હોસ્પિટલ
kamal hasan
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Nov 24, 2022 | 9:30 AM

અભિનેતા કમલ હાસન ઈન્ડિયન-2ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેઓ ટી.વી.ના એક શોમાં ભાગ લઈ રહ્યા છે. આ સિવાય તેઓ સતત પાર્ટીના કામમાં જોડાયેલા રહે છે.

અભિનેતા કમલ હાસન 3 દિવસ પહેલા હૈદરાબાદ ગયા હતા અને ત્યાં ડિરેક્ટર વિશ્વનાથને મળ્યા હતા. તેણે ત્યાં કેટલાક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો અને ગઈ કાલે બપોરે ચેન્નઈ પરત ફર્યા હતા અને કહેવાય છે કે ગઈ કાલે રાત્રે તેઓ અચાનક બિમાર પડી ગયા ગતા.

આ કારણે ગયા હતા હોસ્પિટલ

આ પછી તેમણે ચેન્નઈના બોમરુની રામચંદ્ર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરોએ તેની સારવાર કરી હતી. જ્યારે કમલ હાસનને આ વિશે પુછવામાં આવ્યું તો કમલ હાસન રૂટિન ચેકએપ માટે હોસ્પિટલ ગયા હતા. ડોક્ટરોએ આરામ કરવાનું કહ્યું હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે આજે ઘરે પરત આવશે.

કમલ હાસનનું વર્ક ફ્રેન્ટ

કમલ હાસનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ‘વિક્રમ’ની સફળતા પછી, આ દિવસોમાં તે શંકર દ્વારા નિર્દેશિત ‘ઇન્ડિયન 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. વર્ષ 2020માં ફિલ્મના સેટ પર થયેલા અકસ્માત પછી, ફિલ્મ બે વર્ષ સુધી બંધ રહી, ત્યારબાદ તેનું શૂટિંગ સપ્ટેમ્બરમાં ફરી શરૂ થયું. તે જ સમયે, ‘PS-1’ની બમ્પર કમાણી પછી, મણિરત્નમે તેનો બીજો ભાગ રિલીઝ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મને આવતા વર્ષે એપ્રિલમાં મોટા પડદા પર રિલીઝ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati