‘આશિકી 3’માં કાર્તિક આર્યનની કો-સ્ટાર હશે રશ્મિકા મંદાના? અનુરાગ બાસુ કરશે ડાયરેક્ટ

સાઉથની ફેમસ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને (Rashmika Mandanna) લોકો નેશનલ ક્રશ માને છે. તે જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ દરમિયાન એવા પણ સમાચાર સામે આવ્યા છે કે તે 'આશિકી 3'માં કાર્તિક આર્યન સાથે જોવા મળશે.

'આશિકી 3'માં કાર્તિક આર્યનની કો-સ્ટાર હશે રશ્મિકા મંદાના? અનુરાગ બાસુ કરશે ડાયરેક્ટ
Rashmika Mandana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 4:47 PM

સાઉથની ફેમસ એક્ટ્રેસ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) આ દિવસોમાં બોલિવૂડમાં પોતાના પગ જમાવતી જોવા મળી રહી છે. તેની બકેટ લિસ્ટમાં કેટલીક ફિલ્મો છે, જેમાં તે જોવા મળવાની છે. તેમાંથી એક ‘ગુડબાય’ છે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. હાલમાં તેનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે તેની સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે રશ્મિકા મંદાના ‘આશિકી 3’માં કાર્તિક આર્યન (Kartik Aaryan) સાથે જોવા મળશે.

કાર્તિક આર્યન સાથે જોવા મળશે રશ્મિકા મંદાના!

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ‘આશિકી 3’ના નિર્માતાઓએ હજુ સુધી કોઈ એક્ટ્રેસને ફાઈનલ કરી નથી અને મીડિયાને પણ સ્પષ્ટતા મોકલવામાં આવી છે. પરંતુ એક લીડિંગ ઓનલાઈન પોર્ટલ મુજબ તેઓને વિશ્વસનીય સ્ત્રોતો પાસેથી જાણવા મળ્યું છે કે શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ અને રશ્મિકા મંદાના કાર્તિક આર્યન સાથે લીડ એક્ટ્રેસનો રોલ કરવા માટે દાવેદાર છે. આ મ્યુઝિકલ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થવા જઈ રહ્યું છે.

અનેક હિરોઈનોના નામ આવ્યા છે સામે

કાર્તિક આર્યનની ફિલ્મો સાથે તે જોડાઈ તે પહેલાં દીપિકાનું નામ સામે આવ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. શ્રદ્ધા કપૂરે આદિત્ય રોય કપૂરની સાથે ‘આશિકી 2’માં લીડ એક્ટ્રેસની ભૂમિકા ભજવી હતી, તેથી તે ફ્રેન્ચાઈઝીમાં પાછી ફરે કે નહીં, તે જોવાનું રસપ્રદ રહેશે. અન્ય રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે આ લિસ્ટમાં કૃતિ સેનનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી તેની સ્પષ્ટ પુષ્ટિ થઈ નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ચોકલેટ બ્રાન્ડની એડમાં જોવા મળ્યા હતા રશ્મિકા અને કાર્તિક

રશ્મિકા મંદાના અને કાર્તિક આર્યન એ હાલમાં જ એક ચોકલેટ બ્રાન્ડ માટે એક એડ શૂટ કરી છે અને દર્શકોએ કહ્યું છે કે તેમની જોડી ખુબ જ ક્યૂટ લાગી રહી છે. આવામાં તે જોવાનું રસપ્રદ રહેશે કે તેમની જોડી ‘આશિકી 3’ના ફાઈનલ કાસ્ટિંગમાં સ્થાન મેળવી શકશે કે નહીં.

આ ફિલ્મને અનુરાગ બાસુ ડાયરેક્ટ કરી રહ્યા છે

અનુરાગ બાસુ જેમણે ભટ્ટ કેમ્પ સાથે ‘ગેંગસ્ટર’ અને અન્ય કેટલાક પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે, તે ‘આશિકી 3’નું નિર્દેશન કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે તે આધુનિક દર્શકો માટે કેવા પ્રકારની લવ સ્ટોરી બનાવે છે.

પહેલા આવેલી ફિલ્મોના ગીતોએ બનાવી લોકોના દિલમાં જગ્યા

આ ફ્રેન્ચાઈઝીની આ પહેલા આવેલી બંને ફિલ્મો સુપર ડુપર હિટ સાબિત થઈ છે. તેમજ આ બંને ફિલ્મોના ગીતોએ દરેકના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. તો હવે આવીમાં એ જ સ્ટોરીનું પુનરાવર્તન થશે કે કેમ અને ફિલ્મમાં ગીતોની પસંદગી પણ પહેલાની બંને ફિલ્મોની જેમ જ હશે કે કેમ તે જોવું વધુ રસપ્રદ રહેશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">