એવોર્ડ મેળવતી વખતે રણવીર સિંહને યાદ આવ્યા સંઘર્ષના દિવસો, સ્ટેજ પર થયો ઈમોશનલ

ફિલ્મફેર મિડલ ઈસ્ટ અચીવર્સ નાઈટ એવોર્ડ ફંક્શનમાં રણવીર સિંહે (Ranveer Singh) હાજરી આપી હતી. આ એવોર્ડ સેરેમનીમાં રણવીર સિંહને સુપરસ્ટાર ઓફ ધ ડીકેડનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

એવોર્ડ મેળવતી વખતે રણવીર સિંહને યાદ આવ્યા સંઘર્ષના દિવસો, સ્ટેજ પર થયો ઈમોશનલ
Ranveer Singh
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Nov 20, 2022 | 6:30 PM

રણવીર સિંહ બોલિવૂડનો એક શાનદાર એક્ટર છે. હાલમાં તે દુબઈમાં છે. રણવીર સિંહ દુબઈમાં ફિલ્મફેર મિડલ ઈસ્ટ અચીવર્સ નાઈટ 2022માં જોવા મળ્યો હતો. ફિલ્મફેર નાઈટનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક્ટર્સ સ્ટેજ પર ઈમોશનલ થતો જોવા મળી રહ્યા છે. એક્ટરે આ એવોર્ડ તેના માતા-પિતાને ડેડિકેટ કર્યો અને ઈમોશનલ થઈ ગયો અને દરેકને તેના દિલની વાત કીધી. રણવીર સિંહ મોટે ભાગે મજાક-મસ્તી કરતો અને હસતો જોવા મળે છે.

એક્ટરને તેના કપડા માટે ઘણી વખત ટ્રોલ કરવામાં આવે છે, પરંતુ તેનાથી એક્ટરને કોઈ ફરક પડતો નથી. પરંતુ હાલમાં જ્યારે રણવીર ફિલ્મફેર એવોર્ડ દરમિયાન સ્ટેજ પર પહોંચ્યો ત્યારે તે તેના સંઘર્ષના દિવસોને યાદ કરીને ઈમોશનલ થઈ ગયો હતો. આ દરમિયાન તેના માતા-પિતા પણ બેઠા હતા.

અહીં જુઓ વાયરલ વીડિયો

રણવીર સિંહને યાદ આવ્યા સંઘર્ષના દિવસો

આ દરમિયાન રણવીરે જણાવ્યું કે 12 વર્ષ પહેલા જ્યારે હું પોર્ટફોલિયો બનાવવા જઈ રહ્યો હતો. દરેક એક્ટર પાસે એક પોર્ટફોલિયો છે જે તે લઈને જાય છે અને દરેકને બતાવે છે. પોર્ટફોલિયોનું કોટેશન રૂ. 50,000 થયું હતું. મેં મારા પિતાને કહ્યું કે આ મોંઘું છે. ત્યારે પિતાએ કહ્યું ચિંતા ન કર તારા પિતા અહીં બેઠા છે. રણવીરે એમ પણ કહ્યું કે મમ્મી તમને યાદ છે કે હું નાના ઘરમાં ઓડિશન આપતો હતો અને તમારા ખોળામાં માથું રાખીને મેં કહ્યું, “મમ્મી, મને નથી ખબર કે મારું આ સપનું ક્યારેય પૂરું થશે કે નહીં.”

રણવીરના આ વીડિયો પર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તેના ફેન્સ આ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું- ‘આ વખતે ભાષણમાં લક્ષ્મી એટલે કે દીપિકા ક્યાં છે’. અન્ય એક યુઝરે કહ્યું- ‘જો તે ઓસ્કારમાં જશે તો તેની આખી બાયોગ્રાફી ખોલશે’. અન્ય એક યુઝરે કમેન્ટ કરી- ‘ભાઈએ તેની ઓવર એક્ટિંગના 50 હજાર કાપ્યા’.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati