Ranjha Song Out : સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની રોમેન્ટિક કેમેસ્ટ્રીએ જીત્યું ચાહકોનું દિલ

સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા આડવાણી (Kiara Advani) ની ફિલ્મ શેરશાહ (Shershaah) એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવાની છે. આજે ફિલ્મનું નવું ગીત રાંઝા રિલીઝ થઈ ગયું છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) ની ફિલ્મ શેરશાહ (Shershaah) ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 12 ઓગસ્ટના રોજ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું પહેલું ગીત ‘રાતન લમ્બિયા’ બાદ તેનું બીજું ગીત’ રાંઝા’ (Ranjha) આજે રિલીઝ થયું છે. આ ગીતમાં સિદ્ધાર્થ અને કિયારા રોમાન્સ કરતા જોવા મળે છે.

શેરશાહનું વધું એક રોમેન્ટિક ગીત ‘રાંઝા’ દરેકના દિલ પર રાજ કરવા માટે તૈયાર છે. આ ગીત સિદ્ધાર્થ મલ્હોત્રાએ શેર કર્યું છે. તેમણે વીડિયો શેર કરતી વખતે લખ્યું – મીલેં દિલો કો દુર નહી કર સકતી હૈ. રાંઝા પ્યાર કે સાથ બંધા હુઆ હૈ.

રાંઝા ગીતને બી પ્રાક સાથે જસલીન રોયલ ગાયું છે. અન્વિતા દત્ત દ્વારા લખાયેલ, ‘રાંઝા’ તમામ પ્રેમી યુગલોને સમર્પિત ભાવનાત્મક ટ્રેક છે.

 

સિદ્ધાર્થ અને કિયારાની સુંદર કેમેસ્ટ્રી

આ ગીતમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી કેપ્ટન વિક્રમ બત્રા અને ડિમ્પલ ચીમાની ભૂમિકામાં છે, જે દર્શાવે છે કે તે ખાસ વ્યક્તિને છોડવું કેટલું મુશ્કેલ છે જેને તમે પ્રેમ કરો છો . ગીતને જોતા એવું લાગે છે કે ફિલ્મમાં કેપ્ટન વિક્રમ બત્રા અને ડિમ્પલ ચીમાની સુંદર લવ સ્ટોરી તમારા દિલને ચોક્કસ પીગાળી દેશે.

વિષ્ણુ વર્ધન દ્વારા નિર્દેશિત, શેરશાહ કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી) ના જીવનથી પ્રેરિત છે અને આમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણીની મુખ્ય ભુમિકા સાથે શિવ પંડિત, રાજ અર્જુન, પ્રણય પચૌરી, હિમાંશુ અશોક મલ્હોત્રા, નિકિતિન ધીર, અનિલ ચરણજીત, સાહિલ વૈદ, શતાફ ફિગર અને પવન ચોપડાએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જે ચાહકોને ખૂબ પસંદ આવ્યું હતું. શેરશાહની ટીમ કારગીલ ગઈ અને ટ્રેલર રિલીઝ કર્યું હતું.

એમેઝોન ઓરિજિનલ મૂવી ‘શેરશાહ’ સંયુક્ત રીતે ધર્મા પ્રોડક્શન્સ અને કાશ એન્ટરટેઇનમેન્ટ દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મનું પ્રીમિયર 240 દેશોમાં એમેઝોન પ્રાઈમ વિડિયો પર થશે.

 

આ પણ વાંચો :- Birthday Special: 16 વર્ષની ઉંમરે કાજોલે સ્ક્રીન પર કરી હતી એન્ટ્રી, ક્યારે અને કેમ પહેરે છે અભિનેત્રી આ ખાસ રિંગ ?

આ પણ વાંચો :- શાહરુખ ખાન સાથે રાજકુમાર હિરાનીની ફિલ્મમાં નહી જોવા મળે Kajol, અભિનેત્રીએ જણાવ્યું કારણ

Click on your DTH Provider to Add TV9 Gujarati