Gujarati News » Entertainment » Bollywood » | Ranbir Kapoor and Alia Bhatt, now on their way home from Jodhpur after a romantic time, appeared in the crowd to protect their girlfriends.
રોમેન્ટિક સમય પસાર કર્યા બાદ હવે જોધપુરથી ઘરે જવા રવાના થયા Ranbir Kapoor અને Alia Bhatt, અભિનેતા ભીડમાં ગર્લફ્રેન્ડને પ્રોટેક્ટ કરતા દેખાયા
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જોધપુરથી મુંબઈ જવા રવાના થયા છે. બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તાજેતરમાં જોધપુર ગયા હતા અને અહીં આલિયાએ ખૂબ જ રોમેન્ટિક રીતે રણબીરનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ બંનેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
1 / 6
હવે રણબીર અને આલિયાએ જોધપુર છોડી દીધું છે. બંને જોધપુર એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
2 / 6
આ દરમિયાન આલિયાએ બ્રાઉન ટેન્ક ટોપ અને ડેનિમ જીન્સ સાથે સફેદ જેકેટ પહેર્યું હતું.
3 / 6
બીજી બાજુ, રણબીર બ્લેક અને ગ્રીન હૂડ સાથે ગ્રે કલરના કાર્ગોમાં જોવા મળ્યા હતા. બંને એકસાથે ખૂબ સારા દેખાતા હતા.
4 / 6
આ દરમિયાન, બંનેને જોઈને ચાહકોની ભીડ લાગી ગઈ હતી અને રણબીરે આલિયાને ભીડથી બચાવવા હાથ પકડીને લઈ ગયા.
5 / 6
તમને જણાવી દઈએ કે આલિયાએ સૂર્યાસ્તની મજા માણતી વખતે રણબીર સાથે એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે લખ્યું હતું, હેપી બર્થ ડે માય લાઈફ.