પપ્પા તમારી આંખો ખોલો રાજુ શ્રીવાસ્તવને મળી દીકરી, કોમેડિયનના શરીરે આપી પ્રતિક્રિયા

જ્યારથી રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યારથી તેમના વિશે કેટલાક સમાચાર સામે આવ્યા છે. જેમાંથી કેટલાકને પરિવાર અને ડોક્ટરે સંમતિ આપી હતી, જ્યારે કેટલીકને તેમણે સ્પષ્ટપણે નકારી કાઢી હતી.

પપ્પા તમારી આંખો ખોલો રાજુ શ્રીવાસ્તવને મળી દીકરી, કોમેડિયનના શરીરે આપી પ્રતિક્રિયા
પુત્રીની વાત સાંભળતા જ રાજુ શ્રીવાસ્તવના શરીરે હલનચલન કર્યું Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 9:42 AM

Raju Srivastava : પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava )ને ગયા મહિને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારથી તેઓ વેન્ટિલેટર પર છે. રાજુ શ્રીવાસ્તવના પરિવાર અને મિત્રોએ પુષ્ટિ કરી છે કે રાજુની તબિયત સ્થિર છે અને તેઓ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તાજેતરમાં, રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખાએ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે તેના પતિના સ્વાસ્થ્ય (Health) વિશે માહિતી શેર કરી હતી. એટલું જ નહીં, શિખાએ લોકોને રાજુ શ્રીવાસ્તવ માટે પ્રાર્થના કરવાની પણ વિનંતી કરી. દરમિયાન, એક સમાચાર એવા પણ સામે આવ્યા છે કે રાજુની પુત્રી તેને મળી છે.

પુત્રીની વાત સાંભળતા જ રાજુ શ્રીવાસ્તવના શરીરે હલનચલન કર્યું

રાજુ શ્રીવાસ્તવને લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે પરંતુ હજુ સુધી તેને હોશ આવ્યો નથી. તેના શરીરમાં થોડી મુમેન્ટ જોવા મળી છે. એક રિપોર્ટસ સામે આવ્યો છે જેમાં દાવો કર્યો છે કે, ડોક્ટર રાજુ શ્રીવાસ્તવના બાળકોને તેના પિતાએ આઈસીયુમાં જઈ મળવાની પરવાનગી આપવામાં આવી છે. પરવાનગી મળ્યા બાદ તેના બાળકો તેના પિતાને મળ્યા હતા. પુત્રી અંતરાએ કહ્યું પપ્પા આંખો ખોલો ક્યાં સુધી અહિ રહેશો. આટલું બોલતા જ રાજુ શ્રીવાસ્તવે આંખની મુમેન્ટ કરી હતી.પરંતુ, ડોક્ટરોએ આ સમાચારને નકારી કાઢ્યા છે.

એઈમ્સ દિલ્હીના ડોક્ટરોની ટીમ સખત મહેનત કરી રહી

પીટીઆઈ સાથેની વાતચીત દરમિયાન શિખાએ કહ્યું હતું કે, રાજુ શ્રીવાસ્તવ વિશે એમ્સ દ્વારા અથવા રાજુના સત્તાવાર સોશિયલ મીડિયા દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે તે સાચું છે. કોઈપણ પ્રકારના સમાચાર અથવા નિવેદ, જે કોઈ પણ આપી રહ્યું છે તે અમાન્ય છે. એઈમ્સ દિલ્હીના ડોક્ટરોની ટીમ સખત મહેનત કરી રહી છે. અમે બધાના આભારી છીએ. આપ સૌને વિનંતિ છે કે એમને આમ જ પ્રેમ આપતા રહો અને એમના માટે પ્રાર્થના કરતા રહો.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

જ્યારથી રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારથી તેમના વિશે કેટલાક સમાચાર સામે આવ્યા છે. જેમાંથી કેટલાકને પરિવાર અને ડોક્ટરે સંમતિ આપી હતી, જ્યારે કેટલીકને તેમણે સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. થોડા સમય પહેલા રાજુ વિશે ખરાબ સમાચાર પણ સામે આવ્યા હતા, જેના વિશે રાજુની પત્ની શિખાએ એક નિવેદન જાહેર કરીને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">