Raj Kundra એ પાછી લીધી પોતાની જામીન અરજી, જાણો ક્યા કારણે લીધો આ મોટો નિર્ણય

અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપી રાજ કુન્દ્રા (Raj Kundra) એ મુંબઈ સેશન્સ કોર્ટમાંથી તેની જામીન અરજી પાછી ખેંચી લીધી છે. ગુરુવારે જ પોલીસે તેની વિરુદ્ધ 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.

Raj Kundra એ પાછી લીધી પોતાની જામીન અરજી, જાણો ક્યા કારણે લીધો આ મોટો નિર્ણય
Raj Kundra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 11:42 PM

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ની અશ્લીલ ફિલ્મો બનાવવાનાં આરોપ બદલ ધરપકડ કરવામાં આવી હતી, તે હજુ પણ જેલમાં છે. હવે સમાચાર આવ્યા છે કે તેણે પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી છે. મુંબઈ પોલીસે આજે મુંબઈ સેશન્સ કોર્ટમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. જેના કારણે રાજે હવે તેની જામીન અરજી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.

રાજ કુન્દ્રા પર પોર્ન ફિલ્મો બનાવવા અને તેને મોબાઇલ એપ પર સ્ટ્રીમ કરાવાનાં ઘણા ગંભીર આરોપો લાગ્યા છે. જેના કારણે પોલીસે આ સમયે તેને જેલમાં રાખ્યો છે. પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

એક ટ્વિટ મુજબ, રાજ કુન્દ્રા મુંબઈ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ટૂંક સમયમાં જ પોતાની નવી જામીન અરજી દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે. 7 ઓગસ્ટે રાજ કુન્દ્રાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. વર્ષ 2020 માં રાજ કુન્દ્રા સામે FIR નોંધવામાં આવી હતી. જેમાં તેના પર અશ્લીલ વીડિયો પ્રસારિત કરવાનો આરોપ લાગ્યો હતો. જે બાદ પોલીસે તેની મુંબઈના ઘરેથી ધરપકડ કરી હતી. પોલીસે આજે જે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં આ ચાર્જશીટમાં પોલીસે દરેકના નિવેદન નોંધીને આ ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસ સિવાય, રાજ કુન્દ્રા સામે ઘણા મોટા કેસ ચાલી રહ્યા છે જ્યાં તેમના પર લાખો રૂપિયાની ઉચાપતનો આરોપ પણ છે.

થોડા દિવસો પહેલા, દિલ્હીના એક વેપારી દ્વારા છેતરપિંડીના આરોપમાં ફરિયાદની સુનાવણી કરતા, દિલ્હીની રોહિણી કોર્ટે દિલ્હી પોલીસને આરોપીઓ સામે કાર્યવાહીનો અહેવાલ દાખલ કરવા કહ્યું હતું. આ કેસમાં દિલ્હી પોલીસને નિર્દેશ આપ્યા છે કે તે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા સામે એક રોકાણકારને પૈસા સાથે છેતરપિંડી કરવાના આરોપમાં કોર્ટમાં એક્શન ટેકન રિપોર્ટ (ATR) દાખલ કરે. શિલ્પા અને રાજ પર સતત પોલીસનો સકંજો કસતો દેખાઈ રહ્યા છે. શિલ્પા શેટ્ટી કામ પર પરત ફરી છે. જ્યાં આ સમયે તે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા કટરા પહોંચી છે. આ બાબતે આગળ શું નવો વળાંક આવે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો :- Birthday Special : 44 વર્ષની થઈ ગૌરી પ્રધાન, જાણો કયાં થઈ હતી હિતેન તેજવાની સાથે પ્રથમ મુલાકાત

આ પણ વાંચો :- Fans Reaction : સોનુ સૂદના ઘરે આવક વેરાના દરોડા બાદ ભડક્યા અભિનેતાના ચાહકો, વાંચો આ ખાસ ટ્વીટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">