Mumbai Drugs Case: રાગિની અને સંજનાની વધી મુશ્કેલીઓ, બંને અભિનેત્રીઓએ કર્યું હતું ડ્રગ્સનું સેવન : રિપોર્ટ્સ

અભિનેત્રી રાગિની દ્વિવેદી અને સંજના ગલરાની માટે એક સમસ્યા ઉભી થઈ છે. બંનેના ટેસ્ટ થયા હતા, જેના રિપોર્ટ આવી ગયા છે અને જાણવા મળ્યું છે કે રાગિની અને સંજનાએ ડ્રગ્સ લીધી હતી.

Mumbai Drugs Case: રાગિની અને સંજનાની વધી મુશ્કેલીઓ, બંને અભિનેત્રીઓએ કર્યું હતું ડ્રગ્સનું સેવન : રિપોર્ટ્સ
Ragini Dwivedi, Sanjjanaa Galrani

Mumbai Drugs Case:અભિનેત્રીઓ રાગિની દ્વિવેદી (Ragini Dwivedi) અને સંજના ગલરાની (Sanjjanaa Galrani) ગયા વર્ષે ખુબ સમાચારોમાં રહી હતી જ્યારે બંનેની ડ્રગ્સ કૌભાંડમાં તેમની સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. બંને અભિનેત્રીઓ બેલમાં બહાર આવ્યા બાદ પોતાની પ્રોફેશનલ લાઈફ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી કે હવે બંનેના નામ ચર્ચામાં આવી ગયા છે.

રિપોર્ટ્સ અનુસાર, બંનેના સેમ્પલ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા, ટેસ્ટ બાદ એવું જાણવા મળ્યું છે કે બંનેએ ડ્રગ્સ લીધી હતી. હવે આ રિપોર્ટ સામે આવ્યા બાદ એક જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું બંનેની બેલ હવે જોખમમાં આવી ગઈ છે? શું હવે બંનેની પાછી ગિરફ્તારી થશે? જણાવી દઈએ કે ડ્રગ્સનું સેવન કરવા પર 1 વર્ષ સુધીની કેદ અથવા 20 હજાર સુધીનો દંડ અથવા તો બંનેની સજા થઈ શકે છે. હવે જોઈએ રાગિની અને સંજના સાથે શું થશે.

ગયા વર્ષે કરવામાં આવી હતી ધરપકડ

રાગિની અને સંજનાની સપ્ટેમ્બર 2020 માં ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં સંજનાને જામીન મળ્યા હતા, જ્યારે રાગિનીને આ વર્ષે જાન્યુઆરીમાં જામીન મળ્યા હતા.

જામીન મળ્યા બાદ રાગિનીએ કહી હતી આ વાત

જણાવી દઈએ કે જેલમાંથી બહાર આવ્યા બાદ રાગિનીએ સોશિયલ મીડિયા પર એક મેસેજ લખ્યો હતો કે તેમનો કાયદામાં વિશ્વાસ હવે મજબૂત થયો છે. રાગિનીએ કહ્યું હતું કે, આ વર્ષે મારો આપણા દેશના કાનુનમાં જે વિશ્વાસ હતો તે ખૂબ જ મજબૂત બન્યો છે. બુરાઈ પર સત્યની જીત થઈ છે. આજે હું જે બાહર છું તે મારા પરિવાર, ચાહકો અને સપોર્ટ્સના પ્રેમ અને આશીર્વાદને કારણે છું. હું આ ઉદ્યોગમાં 12 વર્ષથી છું અને વર્ષોથી મેં મારા કામથી એક અલગ પહેચાન બનાવી હતી.

સમગ્ર ફિલ્મ ઉદ્યોગ જાણે છે કે હું કેવી છું, મેં સખત મહેનતથી દરેકનું દિલ જીતી લીધું છે, જેને કોઈ ખરાબ નથી કરી શકતા. સંજના વિશે વાત કરીએ તો જામીન મળ્યા બાદ તેણે આ બાબતે વધારે વાત કરી ન હતી. સંજના વિશે કહીએ તો તે કન્નડ ફિલ્મ ‘ગંડા-હેંડાઠી’ થી ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. આ ફિલ્મ ઇમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતની ‘મર્ડર’ની રિમેક હતી.

 

આ પણ વાંચો :- Nushrat Bharucha Net Worth: ટીવીથી કરી હતી નુસરત ભરૂચાએ પોતાની કારકિર્દીની શરૂઆત, જાણો તેની નેટવર્થ

આ પણ વાંચો :- Tadap Postponed: સુનીલ શેટ્ટીના પુત્ર અહાનની ડેબ્યૂ ફિલ્મની જોવી પડશે રાહ, જાણો ક્યારે રિલીઝ થશે ‘તડપ’

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati