Pushpa Box Office Collection day 2: અલ્લુ અર્જુનની ફિલ્મે વિશ્વભરમાં મચાવી ધૂમ, 100 કરોડ ક્લબમાં કરી એન્ટ્રી

સાઉથના સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 17 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે.

Pushpa Box Office Collection day 2: અલ્લુ અર્જુનની ફિલ્મે વિશ્વભરમાં મચાવી ધૂમ, 100 કરોડ ક્લબમાં કરી એન્ટ્રી
Pushpa Box Office Collection
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 3:47 PM

સાઉથના સ્ટાર અલ્લુ અર્જુનની (Allu Arjun) ફિલ્મ પુષ્પા 17 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદનાની એક્ટિંગની (Rashmika Mandanna) દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મે બે દિવસમાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. એવી આશા હતી કે આ ફિલ્મ ક્રિસમસ સુધી બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે, પરંતુ તેણે માત્ર બે દિવસમાં ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

100 કરોડની ક્લબમાં થયા સામેલ

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પુષ્પાના બોક્સ ઓફિસ કલેક્શન વિશે માહિતી આપી છે. તેણે ટ્વિટ કર્યું – પુષ્પાએ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર બે દિવસમાં 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને યુએસએમાં પણ ઘણી પસંદ કરવામાં આવી રહી છે. રમેશ બાલાએ જણાવ્યું કે, ફિલ્મે બીજા દિવસે 9 કરોડનો બિઝનેસ કર્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તમને જણાવી દઈએ કે, પુષ્પાએ પહેલા દિવસે જ દુનિયાભરમાં 57.83 કરોડનો બિઝનેસ કર્યો હતો અને હવે બીજા દિવસે આ ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. જો પુષ્પાનો બિઝનેસ આમ જ ચાલશે તો ફિલ્મને 200 કરોડની ક્લબમાં સામેલ થવામાં વધુ સમય નહીં લાગે.

પુષ્પા ફિલ્મ બે ભાગમાં બની છે. 17 ડિસેમ્બરે પુષ્પા ધ રાઈઝ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થઈ ગયો છે. આ ફિલ્મની વાર્તા ચંદનની દાણચોરી પર આધારિત છે. ફિલ્મમાં અલ્લુ ચંદનનો દાણચોર બન્યો છે. આ ફિલ્મ 5 ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઈ છે.

પુષ્પાને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદના સાથે ફહદ ફાસિલ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સામંથાનું એક આઈટમ સોંગ પણ છે જેને ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મનો બીજો ભાગ આવતા વર્ષે રિલીઝ થશે. ટૂંક સમયમાં જ મેકર્સ ફિલ્મના બીજા ભાગ વિશે અપડેટ આપશે.

ફિલ્મના રિવ્યુની વાત કરીએ તો આ એક એક્શનથી ભરપૂર ફિલ્મ છે. પુષ્પામાં અલ્લુ અર્જુનની એક્ટિંગ અને બોડી લેંગ્વેજને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ સાથે રશ્મિકા મંદનાના એક અલગ અવતારને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Bank of Baroda Recuirtment 2021: આ બેંકમાં ડેવલપર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: UPSC NDA NA Result: UPSC NDA લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર, અહીં કરો ડાઉનલોડ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">