Priyanka Chopraની ‘ધ એક્ટિવિસ્ટ’ પર થયો હંગામો, અભિનેત્રીએ પોસ્ટ શેર કરી અને માંગી માફી

બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પ્રિયંકા ચોપરાએ પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. પ્રિયંકાએ અત્યાર સુધી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. આવી સ્થિતિમાં આ દિવસોમાં પ્રિયંકા તેના એક શોને કારણે છવાયેલી છે.

Priyanka Chopraની 'ધ એક્ટિવિસ્ટ' પર થયો હંગામો, અભિનેત્રીએ પોસ્ટ શેર કરી અને માંગી માફી
Priyanka Chopra

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટીવી શ્રેણી ‘ક્વાન્ટિકો’ (Quantico)એ તેમને વૈશ્વિક ઓળખ આપાવી દીધી હતી. આજે પ્રિયંકા માત્ર બોલિવૂડ જ નહીં, પરંતુ હોલીવુડની પણ એક ચમકતી સ્ટાર છે. પરંતુ તાજેતરમાં જ કંઈક એવું બન્યું છે કે પ્રિયંકાની પ્રશંસા થઈ રહી નથી, પરંતુ આલોચના થઈ રહી છે.

 

પ્રિયંકા ચોપરાનો રિયાલિટી શો ‘ધ એક્ટિવિસ્ટ’ હેડલાઈન્સમાં છે, પરંતુ નેગેટિવ કમેન્ટ્સને લઈને તેઓ આ શોને પોપ સ્ટાર અશર (Usher) અને અભિનેત્રી-ડાન્સર જુલિયન હોફ (Julianne Hough) સાથે મળીને શોને હોસ્ટ કરવા જઈ રહી છે, પરંતુ આ શો શરૂ થાય તે પહેલા જ વિવાદમાં ઘેરાઈ ગયો છે.

 

જાણો શું છે વાત

હકીકતમાં પ્રિયંકાનો આ શો એકદમ અલગ રીતનો છે, જેનો હેતુ અલગ અલગ એક્ટિવિસ્ટને એકબીજા સામે ઉભા કરવાનો છે, જેથી તેઓ તેમના ચેરિટેબલ વર્કને પ્રમોટ કરી શકે. આ એક પ્રકારનો રિયાલિટી શો છે, જેમાં 6 સ્પર્ધકો ભાગ લેશે અને જુદી જુદી ટીમો તરીકે લડશે. આ બધાનો સક્સેસ રેટ ઓનલાઈન એગેજમેન્ટના માધ્યમ દ્વારા માપવામાં આવશે. જો કે, એક્ટિવિઝમને પૈસા માટે એટલું તુચ્છ બનાવી દેવા પર સોશિયલ મીડિયા પર તેની આલોચના થઈ રહી છે.

 

પ્રિયંકાએ માફી માંગી

જેવું પ્રિયંકાએ જોયું કે શોના કારણે તેમની આલોચના થઈ રહી છે, અભિનેત્રીએ વિલંબ કર્યા વગર ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને માફી માંગી છે. અભિનેત્રીની આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે શો ખોટો થઈ ગયો અને મને દુ:ખ છે કે તેમાં મારી ભાગીદારી છે. શોમાં મારી ભાગીદારીએ તમારામાંના ઘણાને નિરાશ કર્યા છે.

 

પોસ્ટમાં લખ્યું છે કે મારો હેતુ હંમેશા વિચારો પાછળ લોકોનું ધ્યાન ખેંચવાનો હોય છે અને યોગ્ય કારણો રજૂ કરવાનો હોય છે. દરેકનું કામ ખૂબ મહત્વનું છે અને તેઓ પણ માન્યતા અને સમ્માનને પાત્ર છે. તમે જે કંઈ પણ કરો છો તેના માટે તમારામાંના દરેકનો આભાર.

 

 

 

જોકે પ્રિયંકાએ ભલે પોસ્ટ દ્વારા આ હંગામો શાંત કરવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ ચાહકો દેશી ગર્લની આ સ્ટાઈલથી જરા પણ ખુશ નથી. તેમનો ગુસ્સો હજુ પણ શાંત થતો દેખાતો નથી.

 

અમે તમને જણાવી દઈએ કે ધ એક્ટિવિસ્ટના પ્રતિભાગીયોનું લક્ષ્ય G20 સમિટમાં ભાગ લેવાનું રહેશે. અહીં તેઓ રકમ મેળવવાની ઈચ્છામાં વિશ્વભરના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. આ સાથે સૌથી વધુ કમિટમેન્ટ ધરાવતી ટીમને અંતિમમાં વિજેતાનો તાજ પહેરાવવામાં આવશે. આ શોના ફિનાલેમાં વિશ્વના તમામ મોટા સેલેબ્સ સામેલ થવાની અટકળો લગાવવામાં આવી રહી છે.

 

 

આ પણ વાંચો :- Maidaan ફિલ્મની ટીમ અને હૈદરાબાદ એફસીએ મિલાવ્યા હાથ, મળીને ભારતમાં ફૂટબોલને આપશે પ્રોત્સાહન

 

આ પણ વાંચો :-PM Narendra Modiના જીવન પર બની ચુકી છે આ ફિલ્મો, ચાહકો વચ્ચે મચાવી છે ધમાલ

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati