બાપ રે! શૂટિંગ વખતે જંગલી બિલ્લી પ્રિયંકાની થઈ એવી હાલત, જોઇને પતિ નિક જોનસ પણ ડરી જાય

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. શૂટિંગ વખતે પ્રિયંકાની જે હાલત થઇ છે તે જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે.

બાપ રે! શૂટિંગ વખતે જંગલી બિલ્લી પ્રિયંકાની થઈ એવી હાલત, જોઇને પતિ નિક જોનસ પણ ડરી જાય
Priyanka chopra shared a picture of Injured Face while shooting for the Citadel

ફિલ્મોમાં હવે વાસ્તવિકતાની નજીક લાગતા અભિનયનો જમાનો છે. પોતાનું પાત્ર અને અભિનય વાસ્તવિક લાગે ટે માટે અભિનેતાઓ અને અભિનેત્રીઓ હદ પાર કરી દેતા હોય છે. ઘણા એક્ટર્સ બોડી વધારે તો ઘણા ઘટાડે છે. ઘણા મેકઅપ માટે કલાકો વિતાવે છે. તાજેતરમાં પ્રિયંકાને (Priyanka Chopra) લઈને પણ આવા જ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ફિલ્મ શૂટિંગની પ્રિયંકાની એક તસ્વીર જોઇને ફેન્સ પણ ડરી ગયા.

પ્રિયંકા ચોપરા હાલમાં સિટાડેલ (Citadel) ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન તેણે એક તસ્વીર પોતાના સોશિયલ મીડિયામાં (Social Media) શેર કરી હતી. તસ્વીરમાં પ્રિયંકાનો ચહેરો લોહી લુહાણ લાગી રહ્યો છે. તસ્વીર સાથે પ્રિયંકાએ લખ્યું કે, “હા, તમારે સામેવાળા વ્યક્તિની હાલત જોવી જોઈએ.” આ કેપ્શન સાથે પ્રિયંકા કદાચ કહેવા માંગે છે કે જેની સાથે ફાઈટ કરી તેની હાલત આનાથી પણ ખરાબ તેણે કરી દીધી છે.

પ્રિયંકાની આ આગામી સિરીઝનું નિર્માણ જો અને એન્થની રુસો દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમણે એવેન્જર્સ એન્ડગેમ અને એવેન્જર્સ ઇન્ફીનિટી વોરનું દિગ્દર્શન કર્યું હતું. પ્રિયંકાને આ સિરીઝમાં જોવા ચાહકો ઘણા ઉત્સાહિત છે. તેમાં પ્રિયંકા સાથે રિચર્ડ મેડન મુખ્ય ભૂમિકામાં છે.

Priyanka chopra shared a picture of Injured Face while shooting for the Citadel (1)

priyanka chopra Shooting for Citadel

રિચર્ડ ગેમ ઓફ થ્રોન્સ અને નેટફ્લિક્સની સિરીઝ બોડીગાર્ડમાં જોવા મળેલા છે. થોડા દિવસો પહેલા એક્શન સીન શૂટ કરતી વખતે રિચર્ડ અને પ્રિયંકાના ફોટા વાયરલ થયા હતા. તે દરમિયાન પ્રિયંકાએ સિલ્વર અને બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો હતો. બંને એક્શન સીન્સ માટે શૂટિંગ કરી રહ્યા હતા. બંનેની આ તસ્વીરો જોઇને ફેન્સ સિરીઝને લઈને ઘણા ઉત્સાહિત છે.

જણાવીએ કે આ સિરીઝની રિલીઝ તારીખ વિશે હજી સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ સિરીઝની ઘોષણા 2018 માં થઈ હતી, પરંતુ તે પછી કોવિડને કારણે તેનું શૂટિંગ સમયસર શરૂ થઈ શક્યું નહીં. હવે જલ્દી જ આ સિરીઝ દર્શકોને જોવા મળી શકે તેવી આશા છે.

 

આ પણ વાંચો: Birthday Special: સલમાનથી લઈને અક્ષય સુધી, કોની સાથે હીટ રહી કેટરિનાની જોડી? કોની સાથે અફેરની થઈ ચર્ચા?

આ પણ વાંચો: Video: એરપોર્ટ પર પતિ સાથે આ સ્ટાઇલમાં જોવા મળી હતી Neha Kakkar, ચાહકો પૂછી રહ્યા છે શું તમે પ્રેગ્નેન્ટ છો?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati